
Jamnagar Sucide: ગુજરાતમાં હાલ બેરોજગારી, મોંઘવારી સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરિવારોની સ્થિતિ એટલી હદે કથળી રહી છે કે આપઘાત કરવા મજબૂર બને છે. માતાપિતાને બાળકોને ભણાવવાનો તો છોડો ખડાવવાના પણ ફાંફાં પડી રહ્યા છે. જેથી પરિવારો આપઘાત કરવા મજબૂર બની રહ્યા છે. આવી જ એક ઘટના જામનગરના ધ્રોલ તાલુકાના સુમરા ગામે બની છે. અહીં એક મહિલાએ 4 બાળકો સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લેતાં પરિવાર સહિત ગ્રામજનો આઘાતમાં છે. આજે 5 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નજીકના પરિવારોનું કહેવું છે આપઘાતનું પગલું ભરનાર મહિલાના પરિવારમાં આર્થિક સ્થિતિ સારી ન હતી. બાળકોને ભણાવવું પણ મુશ્કેલ બની રહ્યું હતુ. જેથી ઘરકંકાસ થતો હતો. જો કે છેલ્લે હારી જતાં મહિલાએ એકાએક ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બાદ જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને પરિવારની મુલાકાત લીધી હતી. પોસ્ટમોર્ટ બાદ પાંચેય મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં પોલીસે તપાસ વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
ભાનુબેન જીવાભાઇ ટોરીયા (ઉંમર 32)
આયુષ (ઉંમર 10)
આજુ (ઉંમર 8)
આનંદી (ઉંમર 4)
ઋત્વિક (ઉંમર 3)
આ પણ વાંચોઃ DEESA: ફટાકડા ફેક્ટરીમાં રીકન્સ્ટ્રક્શન, આરોપી પિતા પુત્ર સાથે રખાયા
આ પણ વાંચોઃ વિસાવદરની પેટા ચૂંટણી જીતવા ગોપાલ ઈટાલીયાએ લગાવ્યું એડીચોટીનું જોર, ભાજપની શું હાલત? | Visavadar Election
આ પણ વાંચોઃ મોદીનું 100 સ્માર્ટ સીટીનું સ્વપ્ન 10 વર્ષે પણ અધૂરું, મતવિસ્તાર વડોદરાની શું હાલત? | Smart City Mission
આ પણ વાંચોઃ PM મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાત, યુનુસે શું આપ્યું હતુ નિવેદન?
આ પણ વાંચોઃ Ahmedabad: પોલીસે ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં જવાનો સમય નક્કી કર્યો