
Jharkhand: સિમડેગા જિલ્લાના એક ગામમાં, એક મહિલાએ કથિત રીતે તેના પતિ પર પેટ્રોલ છાંટીને તેને આગ લગાવી દીધી. પતિ પત્ની થયો હતો ઝઘડો થયા બાદ પત્નીએ ગુસ્સામાં આવી પગલું ભર્યું, પોલીસે સોમવારે આ માહિતી આપી.
પત્નીએ ગુસ્સે થઈ પેટ્રોલ છાંટી આગ લગાવી
પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે સાંજે ગિરડાના ગીચ જંગલ વિસ્તારમાં બની હતી, જ્યાં એક પોલીસ સ્ટેશન પણ છે. બાનો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સોનુ કુમારે જણાવ્યું હતું કે, “પરિવારના સભ્યો અને નજીકના ગ્રામજનો ઘાયલ વ્યક્તિને રાઉરકેલા (ઓડિશા) માં ઇન્દિરા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.” ગિરડા ચોકીના ઇન્ચાર્જ જિતેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ઝઘડા પછી, પત્ની ગુસ્સે થઈ ગઈ અને તેના પતિ પર પેટ્રોલ છાંટીને તેને માચીસથી આગ લગાવી દીધી.
પત્નીએ પોતાનો ગુનો કબૂલી લીધો
કુમારે કહ્યું, “આરોપી પત્નીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને હાલમાં તે તેના પતિની સંભાળ રાખી રહી છે. ઔપચારિક ફરિયાદ બાદ મહિલા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી, પોલીસે તપાસ હાથ ધરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું.
ઝઘડો બન્યો મોતનું કારણ
અત્યારના સમયમાં નાના નાના ઝઘડાઓમાં પણ પતિ પત્ની સમાધાન લાવી શકતા નથી અને અપરાધ કરી બેસતા હોય છે. આ માટે તેમણે વિચાર કરવાની જરુર છે. નાના મોટા ઝઘડા દરેક પરિવારમાં થતાં હોય પરંતુ તેનો યોગ્ય ઉકેલ થવો ખૂબજ જરુરી છે નહીં તો તે મોટા અપરાધોનું કારણ બની શકે છે. પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો એ પણ આવશ્યક છે કેમકે આવેશ આવીને ખોટા પગલાં ભરીને પસ્તાવવાનો વારો આવી શકે છે.
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Anand: કોંગ્રેસ નેતા ઇકબાલ મલેકની હત્યાનો ભેદ ઉકેલાયો, છેડતીની ઘટના હત્યાનું મૂળ, 2 આરોપીઓ કોણ છે?
Anand: ભુવાના કહેવાથી કાકાના મિત્રએ 5 વર્ષની બાળકીની બલિ ચડાવી, જાણો તેને કેમ કર્યું આવું?
Anand News: મારા એક નહીં આખા નવાખલ ગામની જીત, દિવ્યાંગ સરપંચ બનતા શું બોલ્યા! |
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
Vadodara: શરીર સંબંધ બાંધે નહીં તો તારો નગ્ન વીડિયો ગ્રુપમાં મૂકી દઈશ: યુવતીને એક શખ્સે આપી ધમકી