Junagadh: કૃષિ યુનિ. ના કુલપતિનો ભ્રષ્ટાચારનો ખેલ, ક્યા નેતાના આશિર્વાદ?

Junagadh: રાજ્ય સરકાર ખેડૂતો માટે બનાવેલી યોજવામાં તો ભેદભાવ કરે છે. ખેડૂતો માટે મોટી મોટી જાહેરાત કરવામા આવે છે પરંતુ તેમને ખરેખર યોજનાનો લાભ મળતો નથી. પરંતુ હવે ખેડૂતોને પછાત રાખવા તેમને આપવામા આવતા શિક્ષણમાં ગોટાળાઓ થાય છે તેમજ કૃષિ કોલેજોમાં જે પદ્ધિતિઓ અપનાવવી જોઈએ તે અપનાવવામાં નથી આવતી ત્યારે હવે આ કૃષિ યુનિમાં બેઠેલા લોકો ક્યા પ્રકારના કૌભાંડો કરી રહ્યા છે અને રાજનેતાઓ તેમને કેવી રીતે સાચવે છે તેની તે અંગે કોંગ્રેસ નેતા મનહર પટેલે ધ ગુજરાત રિપોર્ટ સાથે વાત કરતા અનેક ખુલાસાઓ કર્યા હતા.

કૃષિ યુનિ. ના કુલપતિએ રાજ્ય સરકારનો ખજાનો લૂંટવાની પેઢી ચલાવી

જૂનાગઢ કૃષિ યુનિ. ના કુલપતિ ડો વીપી ચોવટીયા તમામ મોરચે રાજ્ય સરકારનો ખજાનો લૂંટવાની પેઢી ચલાવતા હોઈ તેમ એક પછી એક ભ્રષ્ટાચારને અંજામ આપી રહ્યા હોઈ તેવા સમાચાર છાપાઓમાં પ્રસિદ્ધ થઈ રહ્યા છે.

પહેલા કૃષિ યુનિ ના કુલપતિના ચિરંજીવ પુત્રને નોકરી આપવામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવેલા પછી તેની પુત્રવધુની મેનપાવર સપ્લાય કરવાની કંપનીને કામ આપવાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો.

 એગ્રી.પોલીટેકનિક કોલેજ 6 વર્ષથી કાગળ પર ચાલે છે 

કૃષિ યુનિ.જુનાગઢ નીચે મોરબી કૃષિ કોલેજ કાગળ ઉપર બે વર્ષથી ચાલે છે અને વિદ્યાર્થીઓ જુનાગઢમા અભ્યાસ કરે એવી રીતે સીદસર ખાતે એગ્રી.પોલીટેકનિક કોલેજ 6 વર્ષથી કાગળ પર ચાલે છે અને તે વિદ્યાર્થીઓ જુનાગઢમા અભ્યાસ કરે છે.આવુ નઘરોળ તંત્ર ચાલે છે, મોરબી અને સીદસરમા કોલેજ – હોસ્ટેલ મકાન ઉભા કરવામા કુલપતિ કે રજીસ્ટાર રસ નથી ટેન્ડર અને ભરતી પ્રક્રિયાની મલાયમા રસ છે.

 પદનો ગેરઉપયોગ કરીને ભ્રષ્ટાચારને અંજામ આપવાનું મોટુ કારસ્તાન 

જૂનાગઢ કૃષિ યુનિ.મા મેન પાવર સપ્લાયની ટેન્ડર પ્રક્રિયામા અરજી નિયમ મુજબ ઓનલાઇન સ્વીકારવામાં આવે છે, પરંતુ માત્ર કુલપતિની પુત્રવધૂની કંપનીની અરજી જ ઓનલાઇનને બદલે છે ઓફ લાઇન અરજી સ્વીકારવામાં આવી છે, આ કામ કૃષિ યુનિવર્સિટીના રજીસ્ટારના નિયંત્રણ નીચે હોય તેમને કોની સૂચનાથી ઓફલાઇન અરજી સ્વીકારી? જે નિયમ રજીસ્ટારે ભંગ કરેલ છે અથવા પદનો ગેરઉપયોગ કરે છે,અહિયા પ્રાથમિક દ્રષ્ટીએ મેન પાવર સપ્લાયના ધંધામાં કૃષિ યુનિ રજીસ્ટાર અને યુનિ કુલપતિના બંનેના ભ્રષ્ટાચારથી રંગાયેલા પ્રાથમિક તબક્કે જણાયા છે.આમ જે ખૂબ મોટા ભ્રષ્ટાચારનો અંજામ કૃષિ યુનિના જવાબદાર કૃષિ યુનિ રજીસ્ટાર અને કુલપતિએ આપ્યો છે. પુત્ર વધુની મેન પાવર સપ્લાય કંપનીને લાભ આપવા માટે પોતાના પદનો ગેરઉપયોગ કરીને ભ્રષ્ટાચારને અંજામ આપવાનું મોટુ કારસ્તાન સામે આવેલ છે.

કોંગ્રેસ નેતાએ  કુલપતિ અને રજીસ્ટારને પદ પરથી હટાવવાની કરી માંગ

આ ઘટનાથી રાજ્ય સરકારનો કૃષિ વિભાગ સ્પષ્ટ બને કે કુલપતિ અને રજીસ્ટાર એકબીજાના પૂરક બન્યા છે અને ભ્રષ્ટ છે અને તેઓ ગમે ત્યારે મોટા ભ્રષ્ટાચારને અંજામ આપી શકે, માટે તે બંને પદાધિકારીઓને તેમના પદો ઉપરથી તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે.

ઉપરાંત જે ભ્રષ્ટાચારની વિગતો બહાર આવી છે તેમાં રાજ્ય સરકારના ધ્યાને આવ્યું છે તેમાં આમ કૃષિ યુનિ ના કુલપતિનો પરિવાર સીધો જ સામેલ છે, કોઈપણ ડર વગર ખુલ્લો ભ્રષ્ટાચાર કરવાની કુલપતિને આવી હિંમત કોણ આપી રહ્યું છે ? આવા અનેક સવાલનું સમાધાન પણ રાજ્ય સરકારનુ કૃષિ મંત્રાલય આપે એવી માંગ કરીએ છીએ.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે રાજ્ય સરકાર સામે માંગ કરી છે કે જૂનાગઢ કૃષિ યુનિમાં વર્તમાન કુલપતિના કાર્યકાળમા જેટલી પણ ખરીદી કરવામાં આવી હોય તેના ટેન્ડર પ્રક્રિયા ઉપર , જેટલી પણ અધિકારી / કર્મચારીની ભરતી કરવામાં આવી તે ભરતી પ્રક્રિયા ઉપર અને મેન પાવર સપ્લાયના જેટલી પણ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે તે તમામમા ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા છે માટે આ તમામ ઉપર ખાસ તપાસ સમિતિની રચના કરીને તેમાં નિયંત્રણ નીચે નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે તો ખુબ મોટા પાયે ભ્રષ્ટાચારો બહાર આવી શકે તેમ છે.

આ પણ વાંચો:

Surat: નિર્દોષો ભોગ લેતા ગેરકાયદેસર પતરાના ડોમ પર બુલડોઝર ક્યારે ચાલશે?

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

ભાગેડુ વિજય માલ્યાએ RCB ને આપ્યા અભિનંદન, શું માલ્યાની RCB માં હિસ્સેદારી છે?

Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો

RCB vs PBKS: સંયોગો જોઈ અમે કહ્યું, RCB જીતશે: અને તે સાચું પડ્યું!

Dehradun: મહિલા મિત્રને લઈને વિવાદ બાદ ભાજપ નેતાની હત્યા, જાણો સમગ્ર મામલો

  • Related Posts

    Iran GPS: ઇરાન GPSથી દૂર, અમેરિકામાં સંવેદનશીલ માહિતી માટે વૉટ્સએપના ઉપયોગ ઉપર પ્રતિબંધ આવશે?
    • September 2, 2025

    અહેવાલ : ડૉ. જયનારાયણ વ્યાસ Iran GPS:  છેલ્લા કેટલાંક વર્ષોમાં દુનિયાભરની સરકારો યુક્રેન તેમજ મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધોને અત્યંત બારીકાઈપૂર્વક જોઈ રહી છે. આ પરિસ્થિતિનો આપણે અભ્યાસ કરીએ તો આવનાર સમયના…

    Continue reading
    ગુજરાતને 112થી સલામતી આપવામાં અમિત શાહે 6 વર્ષ મોડું કર્યું, કેવી રીતે! | Gujarat | 112
    • September 2, 2025

    દિલીપ પટેલ Gujarat Dial 112 Service: હાલમાં જ ભાજપ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી  અલગ અલગ અપદા નંબર હવે બંધ કરી માત્ર એક નંબર રાખ્યો છે. કોઈપણ સમસ્યા હોય માત્ર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Japanese Protest: ‘જાપાનમાંથી ગેરકાયદેસર રહેતાં લોકોને બહાર કાઢો!’, મસ્કે આપ્યો ટેકો

    • September 2, 2025
    • 7 views
    Japanese Protest: ‘જાપાનમાંથી ગેરકાયદેસર રહેતાં લોકોને બહાર કાઢો!’,  મસ્કે આપ્યો ટેકો

    Tejashwi Yadav Dance Video: પટના મરીન ડ્રાઇવ પર તેજસ્વી યાદવનો ડાન્સ, કહયું- “હું મોદીજીને પણ નચાવું છું”

    • September 2, 2025
    • 6 views
    Tejashwi Yadav Dance Video: પટના મરીન ડ્રાઇવ પર તેજસ્વી યાદવનો ડાન્સ, કહયું- “હું મોદીજીને પણ નચાવું છું”

    Punjab AAP MLA Arrested: દુષ્કર્મના આરોપી AAP ધારાસભ્ય પોલીસ કસ્ટડીમાંથી ફરાર, પોલીસ પર કર્યો ગોળીબાર

    • September 2, 2025
    • 8 views
    Punjab AAP MLA Arrested: દુષ્કર્મના આરોપી AAP ધારાસભ્ય પોલીસ કસ્ટડીમાંથી ફરાર, પોલીસ પર કર્યો ગોળીબાર

    PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….

    • September 2, 2025
    • 21 views
    PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….

    Iran GPS: ઇરાન GPSથી દૂર, અમેરિકામાં સંવેદનશીલ માહિતી માટે વૉટ્સએપના ઉપયોગ ઉપર પ્રતિબંધ આવશે?

    • September 2, 2025
    • 13 views
    Iran GPS: ઇરાન GPSથી દૂર, અમેરિકામાં સંવેદનશીલ માહિતી માટે વૉટ્સએપના ઉપયોગ ઉપર પ્રતિબંધ આવશે?

    ગુજરાતને 112થી સલામતી આપવામાં અમિત શાહે 6 વર્ષ મોડું કર્યું, કેવી રીતે! | Gujarat | 112

    • September 2, 2025
    • 13 views
    ગુજરાતને 112થી સલામતી આપવામાં અમિત શાહે 6 વર્ષ મોડું કર્યું, કેવી રીતે! | Gujarat | 112