
Junagadh: જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ એકવાર ફરી ચર્ચામાં આવી છે, આ વખતે વિદ્યાર્થીઓ દ્વારા એકબીજા પર કરવામાં આવેલા શારીરિક અત્યાચારના ચારથી પાંચ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ ઘટનાએ વાલીઓ, સ્થાનિક રહેવાસીઓ અને સમાજમાં ભારે આક્રોશ અને ચિંતા ફેલાવી છે. ગયા મહિને પણ આ હોસ્ટેલના વિદ્યાર્થીઓને માર મારવાના વીડિયો સામે આવ્યા હતા, અને હવે ફરી આવી ઘટનાએ હોસ્ટેલની સુરક્ષા અને વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
નવા વીડિયોમાં શું દેખાયું?
વાઇરલ થયેલા તાજા વીડિયોમાં હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓ એક અન્ય વિદ્યાર્થી પર હુમલો કરતા જોવા મળે છે. દ્રશ્યોમાં ત્રણથી ચાર વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને લાફા, મુક્કા અને ગડદાપાટુનો માર આપતા દેખાય છે. આ નિર્દય હિંસાના દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા ઉભી કરે છે.
એક મહિના પહેલાં શું બન્યું હતું ?
આશરે એક મહિના પહેલાં, 27 જુલાઈના રોજ, આ જ હોસ્ટેલમાં એક સમાન ઘટના બની હતી. કબડ્ડી રમવાના નાનકડા વિવાદને લઈને પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વીડિયોમાં દેખાતું હતું કે ચારથી પાંચ વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને નિર્દયતાથી મારતા હતા, જેના કારણે પીડિત વિદ્યાર્થી રડી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો 30 ઓગસ્ટ 2025ના રોજ ઇન્સ્ટાગ્રામ પર ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જોયો, જે બાદ તેમણે 1 સપ્ટેમ્બરે પોલીસ ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં માર મારનાર ચાર વિદ્યાર્થીઓ અને વીડિયો રેકોર્ડ કરનાર એક વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
જુનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલનો હવે આ બીજો વિડીયો..
થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીઓ દ્વારા ઢોર માર મરાઈ રહ્યો હતો એવો વિડીયો સામે આવેલો જેના આરોપીઓ (સગીરો) ઉપર વેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ) રૂલ્સ, 2011ના નિયમ 8 મુજબ ગુન્હો દાખલ થયો છે.
જો… pic.twitter.com/OxsMaf0kYL
— Sagar Patoliya (@kathiyawadiii) September 5, 2025
શાળાના સંચાલકો અને પોલીસનું શું કહેવું છે?
જાણકારી મુજબ આરોપીઓ (સગીરો) ઉપર વેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ) રૂલ્સ, 2011ના નિયમ 8 મુજબ ગુન્હો દાખલ થયો છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે આ તમામ વાયરલ વિડીયો ઉપર ગંભીર તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે શાળાના સંચાલકોનું કહેવું છે કે હોસ્ટેલ અમે ભાડે આપેલ છે એટલે અમારી હદમાં નથી આવતું..
જૂનાગઢ: આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં છોકરાને માર માર્યાનો નવા વીડિયો વાઇરલ થયો
પાંચથી સાત છોકરાઓ એક છોકરાને મારી રહ્યાં છે જ્યારે બાકીના વીડિયો ઉતારીને અટ્ટહાસ્ય કરી રહ્યાં છે
આવી રીતે થતું રહેશે તો વાલીઓ પોતાના છોકરાઓને હોસ્ટેલમાં કેવી રીતે મોકલશે? #Gujarat pic.twitter.com/MzU8dgzxJi
— MG Vimal ✍️ – વિમલ પ્રજાપતિ (@mgvimal_12) September 5, 2025
વાલીઓમાં ભારે નારાજગી
આ ઘટનાઓએ વાલીઓમાં ભારે નારાજગી ફેલાવી છે. તેઓ હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા અને સંચાલકોની જવાબદારી પર સવાલ ઉઠાવી રહ્યા છે. વાલીઓ માંગ કરી રહ્યા છે કે આવી ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ થાય અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઘટનાઓથી શાળાની પ્રતિષ્ઠાને પણ ગંભીર નુકસાન થયું છે.
યુવા પેઢીમાં હિંસાનો વધતો ટ્રેન્ડ
આ ઘટનાઓ આજની યુવા પેઢીમાં વધતી હિંસક માનસિકતાને દર્શાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે વેબ સિરીઝ, વિડિયો ગેમ્સ અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ હિંસક કન્ટેન્ટ બાળકોના કોમળ મન પર ઊંડી અસર કરી રહ્યું છે. આના પરિણામે શાળાઓ અને હોસ્ટેલોમાં દાદાગીરી અને મારઝૂડના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, જે યુવાનોના માનસિક સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે.
મનોવૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આવા અત્યાચારનો શિકાર બનેલા વિદ્યાર્થીઓ પર તેની આજીવન અસર રહે છે. આવી ઘટનાઓથી પીડિતો ફોબિયા, ડિપ્રેશન કે અન્ય માનસિક સમસ્યાઓનો શિકાર બની શકે છે. તેઓ આત્મવિશ્વાસ ગુમાવી શકે છે અને સમાજની ટીકા કે નજરથી ડરવા લાગે છે. આવા વિદ્યાર્થીઓને નિયમિત કાઉન્સેલિંગની જરૂર પડે છે જેથી તેઓ આ આઘાતમાંથી બહાર આવી શકે. આ ઘટનાઓની અસર માત્ર પીડિતો પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ તેમના પરિવારો પણ તેની ગંભીર અસરો ભોગવે છે.
કડક કાર્યવાહીની માંગ
આ ઘટનાઓ બાદ સ્થાનિક પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. વાલીઓ અને સમાજ આવી ઘટનાઓની પુનરાવૃત્તિ રોકવા માટે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ ઘટનાઓએ શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા અને નૈતિક મૂલ્યોના શિક્ષણની તાતી જરૂરિયાતને રેખાંકિત કરી છે.
આ પણ વાંચો:
Punjab Flood: પંજાબમાં પૂરના કારણે ભારે વિનાશ, અત્યાર સુધીમાં 43 લોકોના મોત
ADR report: દેશમાં અડધા મંત્રીઓ સામે ફોજદારી કેસ, જાણો ક્યા પક્ષમાં સૌથી વધુ ગુનેગારો
Rajkot: રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન, હત્યાના કેસમાં સજા માફીની માંગ
Vadodara: MS યુનિવર્સિટીના પૂર્વ VC ની ડિગ્રી નકલી નીકળી, ચોંકાવનારો ખુલાસો