
Junagadh News: ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી રાજકીય ગતિવિધીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. એવામાં જૂનાગઢમાં કોંગ્રેસના બે ઉમેદવાર ભાજપમાં જોડાઈ જતાં ખળભળાટ મચી ગયો છે.
જૂનાગઢ મનપા ચૂંટણી પહેલાં વોર્ડ નંબર 13ના કોંગ્રેસના બે સત્તાવાર ઉમેદવારોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનું કમળ પકડ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર મહેશ ગરાણિયા અને ક્રિષ્નાબેન વાઢેર ભાજપમાં જોડાઈ ગયાં છે. આ અગાઉ વોર્ડ નંબર 3, 14 અને 8માં પણ ભાજપની બિનહરીફ જીત થઈ ચૂકી છે.
જૂનાગઢમાં કોંગ્રેસના 60 ઉમેદવારોમાંથી મતદાન પહેલાં જ ભાજપના વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપની બિનહરીફ જીત થઈ છે. આ સિવાય વોર્ડ નં.12ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધુ છે. પરંતુ ત્યાં અન્ય ઉમેદવાર હોવાથી બેઠક બિનહરીફ થઈ નથી.
ગર્જેલા મેઘ કદી વરસતા નથી તેવી સ્થિતિ જૂનાગઢમાં
જૂનાગઢમાં કોંગ્રેસના બે ઉમેદવાર ભાજમાં જોડાઈ જવાની વાતથી જૂનાગઢની ચૂંટણીમાં ગરમાવો જરુરથી આવ્યો છે. પરંતું ગર્જેલા મેઘ કદી વરસતા નથી તેવી સ્થિતિ જૂનાગઢમાં સામે આવે તો નવાઈ નહીં. કારણ કે કોંગ્રેસની ડેમેજ કન્ટ્રોલ ટીમ દ્વારા આ બંને ઉમેદવારોને મળી આગામી રણનીતી પ્રમાણે ઘીના ઠામમાં ઘી પડી જાય તેવી પ્રબળ શક્યાતાઓ સેવાઈ રહી છે. અને સમગ્ર ડેમેજને કન્ટ્રોલ કરવા હીરા જોટવાને સમગ્ર જવાબદારી સોંપી છે. જોટવા પોતે જૂનાગઢ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમની ભાજપ સામે હાર થઈ હતી. જેથી હિરા જોટવા જૂનાગઢની રાજકારણની રગ જાણે છે. અને કોંગ્રેસે ભરોસેમંદ તેવા જોટવાને તૂટતી કોંગ્રેસને જોડવાની જવાબદારી સોંપી છે.
આ પણ વાંચોઃ Surat: 2 વર્ષનો બાળક ગટરના ખુલ્લા મેનહોલમાં પડ્યો, બીજા દિવસે રેસ્કયૂ ચાલુ, પરિવાર આઘાતમાં
આ પણ વાંચોઃ Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી હિંસા? હુમલાખોરોએ શેખ મુજીબુરહમાનના ઘરને આગ ચાંપી, જુઓ વીડિયો