
Kanpur News:આજકાલ યુવતીઓની પજવણી કરતા રોમિયો છાકટા બન્યા છે અને છેડતી-બળાત્કારની ઘટનાઓ ચિંતા જનક રીતે વધી રહી છે ત્યારે છોકરીઓ ગભરાય છે પણ જો હિંમતથી સામનો કરવામાં આવેતો આવા રોમિયોને છેડતી કરવાનું ભારે પડી શકે છે આવા એક બનાવમાં છોકરીને જબરદસ્તી પકડી કીસ કરવાનું રોમિયોને ભારે પડી ગયું છે અને ભોગ બનનાર છોકરીએ પોતાને કીસ કરનાર યુવકની જીભ જ કાપી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે.
કાનપુરમાં એક છોકરીએ પોતાની પાછળ પડી ગયેલા અને પરાણે કીસ કરી ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કરનાર એક યુવકની જીભ જ કાપી નાખી હતી.તે યુવક ઘણા દિવસોથી તેનો પીછો કરી રહ્યો હતો અને જ્યારે આ છોકરીને ખેતરમાં એકલી જોઈ કે તેણે છોકરીને બળજબરીથી બાહોમાં લઈ ચુંબન કર્યું હતું અને છોકરીને જમીન ઉપર પછાડી બળ જબરી કરતા રોષે ભરાયેલી છોકરીએ પોતાની ઈજ્જત બચાવવા ભાન ભૂલેલા યુવકની જીભ જ કાપી નાખી હતી
ઓચિંતા વળતા પ્રતિકારથી યુવક ગભરાયો હતો અને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં પહોંચ્યો હતો જ્યાં તેની સારવાર ચાલુ છે.અને સાજો થતાં જ પોલીસ તેની ધરપકડ કરશે.વિગતો મુજબ ચંપી નામનો એક યુવાન બિલહૌર ક્ષેત્રના એક ગામનો રહેવાસી છે,તે પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. છતાં,તે ઘણા સમયથી ગામની એક યુવતી પાછળ પડી ગયો હતો અને તેનો પીછો કરી રહ્યો હતો અને જબરસ્તી પામવા માંગતો હતો બીજી તરફ રોમિયોની આ હરક્તથી છોકરી પરેશાન થઈ ગઈ હતી.
તેણીએ તેને વારંવાર કહ્યું હતું કે તે તેનો પીછો કરવાનું બંધ કરે, તેનો રસ્તો રોકે નહીં અને તેના ખેતરોમાં આવવાનું બંધ કરે. જોકે, આની ચંપી પર કોઈ અસર થઈ નહીં. તેના બદલે, તેની હેરાનગતિ વધી જતાં છોકરીએ બધાને વાત કહી દેતા
ગામલોકોએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે કોઈને પણ સાંભળવાનો ઇનકાર કર્યો ઉપરાંત છોકરીના પરિવારે પણ ઘણી વાર સમજાવ્યો પણ તે તેણે પોતાની હરક્ત ચાલુ રાખી જેથી છોકરીને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું.
ઘટના બની તે દિવસે બપોરે છોકરી માટી લેવા ખેતરમાં ગઈ હતી ત્યારે આસપાસ કોઈ નહોતું અને ખેતર ગામથી થોડે દૂર હતુ,બીજી તરફ છોકરીનો સતત પીછો કરનાર ચંપી ચોરીછૂપીથી મોકાનો ફાયદો ઉઠાવવા ત્યાં આવી પહોંચ્યો હતો અને બરાબર જ્યારે છોકરી માટી ખોદવા માટે ઝૂકી કે તરતજ પાછળથી તેને પકડીને જમીન પર પછાડી દીધી હતી અને છોકરીને બાહોમાં લઈ લીધી હતી અને છોકરીના ચહેરા ઉપર ઝૂકી બળજબરીથી ચુંબન કરવા લાગ્યો હતો,છોકરીએ તેને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો તેણે હાથ-પગ માર્યા, ચીસો પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખેતરમાં બપોરનો સમય હોઈ કોઈ હતું નહીં તેથી તેની ચીસો કોઈ સાંભળી શક્યું નહિ.
ચંપી ફરી તેના ચહેરા તરફ ઝુક્યો અને મોઢામાં કીસ કરવા લાગ્યો ત્યારે છોકરીએ પોતાની બધી તાકાત એકઠી કરી અને રોમિયોનો ચહેરો પકડી લીધો અને મોઢામાં કીસ કરવા જીભ નાખતા તે જીભ જ કરડી નાખી હતી પરિણામે જીભ કપાઈ જતા તીવ્ર પીડા થતા રોમિયો તેના શરીર પરથી અલગ થતાંજ છોકરીએ તેને જમીન પર પછાડી દીધો હતો અને ઉભી થઈ છોકરીએ તરત જ ઘરે ફોન કરીને તેના ભાઈઓને ઘટનાની જાણ કરી હતી.
બીજી તરફ મોઢામાં જીપ કપાતા રોમિયો લોહી લુહાણ થઈ ગયો હતો અને કણસતો નીચે પડ્યો રહ્યો હતો જેનાથી છોકરી પણ ગભરાઈ ગઈ હતી.છોકરીએ ઘરે ફોન કર્યા બાદ થોડીજ વારમાં ગામમાં ખબર પડતાં બંનેના પરિવારો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જ્યાં બન્નેના પરિવારો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો.
ચંપી નામના રોમિયોનો પરિવાર છોકરીના ભાઈઓ પર તેમની છોકરીએ જીભ કાપી નાખી હોવાનો આરોપ લગાવ્યો હતો જ્યારે છોકરીનો પરિવાર તેમની પુત્રીની ઈજ્જત લૂંટવાની કોશિશ થી ગુસ્સે ભરાયો હતો દરમિયાન પરિસ્થિતિ તંગ બની જતા કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં પોલીસને જાણ કરતા બિલહૌર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ કાબુમાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
ઘાયલ થયેલા ચંપીને તાત્કાલિક બિલહૌર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાંથી તેને ગંભીર હાલતમાં કાનપુર મેડિકલ કોલેજ (હેલેટ) રિફર કરવામાં આવ્યો હતોછોકરીએ પોલીસમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.પોલીસે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે આરોપી ચંપી છેલ્લા કેટલાક સમયથી તેનો પીછો કરી રહ્યો હતો અને છોકરીને એકલી જોઈ તેણે ખેતરોમાં બળજબરીથી તેનું શારીરિક શોષણ કરવાનો પ્રયાસ કરતા છોકરીએ સ્વબચાવમાં તેની જીભ કરડી કાઢી હતી આરોપી સ્વસ્થ થતાં જ તેની ધરપકડ કરવામાં આવશે.
બીજી તરફ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તણાવ ટાળવા માટે ગામમાં પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






