
Vote Theft: કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને અયોગ્ય મતદારો ઉમેરવા અને લાયક મતદારોના નામ દૂર કરવાના આરોપો પર સોગંદનામું માંગ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રતિનિધિમંડળને શુક્રવારે બપોરે 1 થી 3 વાગ્યા સુધી મળવાનો સમય પણ આપ્યો છે.
રાહુલ ગાંધીના દાવા પર ચૂંટણી પંચનો જવાબ
રાહુલ ગાંધીએ પુરાવા સાથે ભાજપ અને ચૂંટણીપંચની મીલિભગતનો પર્દાફાશ કર્યા બાદ ખળભળાટ મચ્યો છે. કર્ણાટકના ચૂંટણી કમિશનરે રાહુલ ગાંધી પાસેથી અયોગ્ય મતદારો ઉમેરવા અને લાયક મતદારોના નામ દૂર કરવાના આરોપો પર સોગંદનામું માંગ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે 8 ઓગસ્ટ, 2025 ના રોજ CEO ને મળવા અને મેમોરેન્ડમ સુપરત કરવા માટે સમય માંગ્યો હતો, જેના માટે બપોરે 1 થી 3 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
CEO એ જણાવ્યું હતું કે મતદાર યાદી જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950, મતદાર નોંધણી નિયમો 1960 અને ચૂંટણી પંચની સૂચનાઓ અનુસાર પારદર્શક રીતે તૈયાર કરવામાં આવી છે. પત્ર અનુસાર, ડ્રાફ્ટ મતદાર યાદી નવેમ્બર 2024 માં કોંગ્રેસ સાથે અને અંતિમ મતદાર યાદી જાન્યુઆરી 2025 માં શેર કરવામાં આવી હતી. આ પછી, કોંગ્રેસ દ્વારા કોઈ અપીલ કે ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી.
સીઈઓએ રાહુલ ગાંધીને સોગંદનામું રજૂ કરવા કહ્યું
સીઈઓએ રાહુલ ગાંધીને મતદાર યાદીમાંથી સમાવિષ્ટ અથવા કાઢી નાખવામાં આવેલા વ્યક્તિઓના નામ, ભાગ નંબર અને સીરીયલ નંબર સાથે સોગંદનામું રજૂ કરવા વિનંતી કરી છે જેથી જરૂરી કાર્યવાહી શરૂ કરી શકાય. સોગંદનામામાં એ પણ જાહેર કરવું પડશે કે આપવામાં આવેલી માહિતી સાચી છે, અને ખોટી માહિતી આપવાથી કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
પત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ચૂંટણી પરિણામોને ફક્ત હાઇકોર્ટમાં ચૂંટણી અરજી દ્વારા જ પડકારી શકાય છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવી રહ્યા છે. જોકે, ભારતના ચૂંટણી પંચે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને ભ્રામક, તથ્યહીન અને ધમકીભર્યું ગણાવ્યું છે.
જુઓ રાહુલે વોટ ચોરી કેવી રીતે થાય છે, તે સમજાવ્યું
આ પણ વાંચો:
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!