
Katch Ac Blast: કચ્છના મુન્દ્રામાં આજે ACના કમ્પ્રેશરમાં ભયંકર બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટથી આગ ભભૂકી ઉઠતાં ઘરમાં સૂતેલા પિતા-પુત્રીના મોત થયા છે. જ્યારે પત્ની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ છે. આગ લાગવાનું કારણ સામે આવ્યુ નથી. ફાયર અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
મળતી માહિતી અનુસાર આજે સવારે 5 વાગ્યે મુન્દ્રામાં આવેલા સૂર્યનગરમાં એક મકાનમાં ACનું કમ્પ્રેશર ફાટતાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો, અને જોત જોતામાં આગ ભભૂકી ઉઠી હતી. કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયો ત્યારે પરિવારના ત્રણ લોકો ઘરમાં સૂતા હતા. આ બ્લાસ્ટથી ભભૂકેલી આગની લપેટમાં આવી જતાં 41 વર્ષીય પિતા રવિ કુમાર રામેશ્વર રાય અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવી કરુણ થયું છે. જ્યારે ગંભીર હાલતમાં 30 વર્ષિય પત્ની કવિતાબેનને હોસ્પિટલમાં ખસેડાયા છે. જેઓની હાલત પણ નાજુક હોવાની માહિતી મળી રહી છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ આગ લાગવાના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવ્યો છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. બ્લાસ્ટ કયા કારણોસર થયો તે સામે આવ્યું નથી.
https://youtube.com/shorts/wbC_x6xCbhI?si=H1r56YUJHUutpkSL
આ પણ વાંચોઃ Waqf Bill: વિપક્ષના હોબાળા વચ્ચે JPCએ વકફ સુધારા Billને આપી મંજૂરી, 14 ફેરફારો કરાશે
આ પણ વાંચોઃ દિલ્હીને પાણી નહીં થાય વિતરણ, યમુના નદીનું પાણી ઝેરી, ચૂંટણી આવતાં જ પાણી કેમ પ્રદૂષિત થયું?