
Katch Murder: કચ્છના રાપર તાલુકમાંથી સગીર વયના બાળકની હત્યા કરેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. 13 વર્ષિય બાળકની હત્યા પાછળ કોનો હાથ છે તે હજુ સુધી સામે આવ્યું નથી. જો કે જાણવા મળી રહ્યું કે ત્રણ સગીર બાળકોની પૂછપરછ હાથ ધરાઈ છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે તાપસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી જાણકારી અનુસાર કચ્છ જીલ્લાના રાપર તાલુકમાંના બેલા ગામેથી ગઈકાલે મંગળવારે(11 માર્ચે) પ્રવીણ નામેરી રાઠોડ (ઉ.વ.13) નામના સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ બિલેશ્વર મહાદેવના બગીચા પાસેથી મળી આવતાં પરિવારમાં આક્રંદ છે. બાળકના પેટના ભાગે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરાયો હોવાનું સામે આવ્યું હતુ. ત્યાર બાદ તેને બાાલાસર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બીજી બાજુ આ ઘટનાની જાણ બાલાસર પોલીસને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પરિવારજનો અને પોલીસ પહોંચી હતી. હાલ પોલીસે શંકાસ્પદ ત્રણ સગીરોની પૂછપરછ હાથ ધરી છે. જો કે 13 વર્ષિય બાળકની ઉપરાછાપરી ઘા મારી આ રીતે હત્યા થતાં અનેક સવાલો થઈ રહ્યા છે. બાળકની કોની સાથે દુશ્મની હશે? કોણે આ હત્યાને અંજામ આપ્યો છે. તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
મૃતકના ભાઈએ શું કહ્યું?
સગીરના મોત મામલે તેના ભાઈએ જણાવ્યું કે સગીર ધો. 6માં ભણતો હતો. સવારે અમારી સાથે જીરું કાપવા આવ્યો હતો અને બપોરે ઘરેથી જમીને તેના મિત્રો સાથે બિલેશ્વર મહાદેવનાં મંદિર પાસે આવેલા બગીચામાં ગેમ રમતા હતા. જ્યાં કોઈ કારણોસર સગીર ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતારાયો હોય તેવું નજીકના લોકો સાથે વાતચીતમાં જણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Gujarat: સરકારને તાંત્રિકો સામે કાર્યવાહી કરવાનો ઈરાદો કેમ નથી? બાળકીની બલીથી ખળભળાટ
આ પણ વાંચોઃ Dwarka News: ખમણમાંથી નીકળ્યો લાંબો મરેલો કાનખજૂરો, ધોળાકાના શ્રીરામ ખમણ હાઉસની ઘટના
આ પણ વાંચોઃ વિરાટ કોહલી 1 રને આઉટ થતાં બાળકીને હાર્ટ એટેક આવ્યો? શું છે સચ્ચાઈ! |UP Heart attack
આ પણ વાંચોઃ નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું, ધૂમાડાના ગોટેગોટા ઉડતાં લોકો હોસ્પિટલમાં દાખલ