
Kheda Crime: તાજેતરમાં ખેડા ટાઉન પોલીસ હદ વિસ્તારમાંથી SMCએ દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી દારુ ઝડપી પાડ્યો હતો. ત્યારે ખેડા ટાઉન પોલીસ ઘોર નિદ્રામાં હતી. જેથી હવે રાજ્ય પોલીસ વડાએ ગહન ઊંઘ ઉડાડી દીધી છે. ખેડા ટાઉન પોલીસ મથકના PI એચ.વી. સિસારાને સસ્પેન્ડ કરી દેવામાં આવતાં પોલીસ બેડમાં ખળભળાટ મચી ગયો છે.
તાજેતરમાં ખેડાના કનેરા ગામેથી ગાંધીનગરની SMC પોલીસે 64 લાખનો વિદેશી દારુ ઝડપ્યો હતો. સાથે જ 9 આરોપીની ધરપકડ કરી હતી. ટ્રાન્સપોર્ટની આડમાં દારુની હેરાફેરી થતી હતી. ત્યારે આ હેરાફેરીનો પર્દાફાશ ન કરી શકનાર ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના PI એચ.વી. સિસારાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
એક બાળક પણ ઝડપાયો હતો
ખેડાના કનેરા ગામની સીમમાં આવેલા પતરાના ગોડાઉનમાં દારૂ કટીંગ ચાલતું ઝડપાયું હતુ. ગાંધીનગરની SMCની ટીમને બાતમી મળી હતી. જેથી ટીમે અહીં દરડો પાડતાં બૂટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક બાળક સહિત 8થી વધુ શખ્સોને તો રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે કેટલાંક ફરાર થઈ ગયા હતા. પોલીસે રુ. 64.75 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો છે. પોલીસે વિદેશી દારુ, વાહનો મળી કુલ રૂપિયા 1.04 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ Kheda: કનેરા ગામે દારુના કટિંગ સમયે SMC ત્રાટકી, લાખોના દારુ સાથે 8ની ધરપકડ, સ્થાનિક પોલીસ ભર ઊંઘમાં