
Kheda Accident News: ખેડા જીલ્લાના કપડવંજ-આતરસુંબા રોડ પર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જલોયા તળાવ પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. બન્ને મૃતક કપડવંજ તાલુકાના ભીમપુરા ગામના હોવાનું સામે આવ્યું છે.
શુક્રવારની રાત્રે ખેડા જીલ્લાના જલોયા તળાવ પાસેથી પસાર થતાં કપડવંજ-આતરસુંબા રોડ પર ભયંકર અકસ્માત થયો છે. રાજસ્થાનનું પાર્સિગ ધરાવતાં ટ્રેલરે જલોયા તળાવ પાસે સીએનજી રીક્ષાને એકાએક અડફેટે લીધી હતી. આ ભયંકર અકસ્માતમાં રીક્ષામાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક કપડવંજ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં આંતરસુબા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે ગુનનો નોંધી ટ્રેલર ચાલક વિરુધ્ધ ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચોઃ Haryana: સ્કૂલ બસની બંન્ને વ્હિલ 3 વર્ષની બાળકી પર ફરી વળ્યા, સ્કૂલે જતાં ભાઈની પાછળ ગઈ હતી
આ પણ વાંચોઃ Gir Somanath: દિનુ બોઘાએ પોતે કરેલા દબાણો દૂર કરવા બૂલડોઝર લઈ પહોંચ્યા?, શું છે કારણ?
આ પણ વાંચોઃ PM MODI: સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબ ક્યાથી મળ્યા?
આ પણ વાંચોઃ Mumbai: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મામલે સુપ્રિમનો ચૂકાદો, ઝૂંપડપટ્ટી વિકાસનું કામ ચાલુ રહેશે