Kheda: ઠાસરામાં પાણી નહીં અપાય તો ખેડૂત આંદોલન!, 2500 વીઘાના પાકને નુકસાનની ભીતી

Kheda: ખેડા જીલ્લાના ઠાસરામાં નહેરોનું પાણી 31 માર્ચે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી ખેડૂતાનો ઉભા પાકને નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે. 2500 વિઘાનો ઉનાળું ઉભા પાક સુકાવવાની ભીતી સેવાઈ છે. ત્યારે ખેડૂતોને 15 એપ્રિલ સુધી પાણી નહીં પહોંચાડવામાં આવે તો મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે આ મહીં સિંચાઈનું પાણી બંધ થશે તો ખેડા જીલ્લાને જ નહીં પણ આણંદ જીલ્લાના ખેડૂતોને પણ અસર થઈ શકે છે.

ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના 6 ગામના ખેડૂતોને સિંચાઈ માટે નહેરોનું પાણી 31 માર્ચ સુધી આપવાના નિર્યણ સામે રોષે ભરાયા છે. મહી સિંચાઈના પાણીને લઇને ગઈકાલે બુધવારે ભારે વિરોધ ખેડૂતોએ કર્યો હતો.  31 માર્ચે પાણી બંધ કરવાની તંત્રની જાહેરાત બાદ 2500 વીઘામાં કરેલાં ઉનાળુ પાકને નુકસાન થવાની ભિતીને લઇને 6 થી વધુ ગામના ખેડૂતો ભેગા થઇને 15 એપ્રિલ સુધી પાણી આપવાની માંગ કરી હતી. જો તંત્ર દ્વારા પાણી બંધ કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચિમકી ઉચ્ચારમાં આવી છે.

કુંવરજી બાવળીયાને પણ રજૂઆત

ઠાસરા તાલુકાના કાલસર, ઢુણાદરા, આગરવા, જાખેડ, નેશ અને રખિયાલ ગામના ખેડૂતો બુધવારે મોટી સંખ્યામાં એકઠાં થયા હતા અને 15 એપ્રિલ સુધી ખેતી માટે મહી સિંચાઇનું પાણી આપવા માટે ઈજનેરને રજૂઆત કરી હતી. ખેડૂતોએ મંત્રી કુંવરજી બાવળીયાને  15 એપ્રિલ સુધી પાણી આપવા માટે લેખિત રજૂઆત કરી છે. મંત્રીએ 15 એપ્રિલ સુધી પાણી આપવાની બાંહેધરી આપી છે.

ખેડૂતોના જણાવ્યાનુસાર, 2500 વીઘા જમીનમાં પાણીના અભાવે માત્ર ડાંગર સિવાય કોઈ પાક લઈ શકતા નથી. જો 15 એપ્રિલ સુધી પાણી આપવામાં આવે તો જ ખેડૂતો ઊનાળુ પાક બચાવી શકે તેમ છે. જેથી આગામી 31 માર્ચે જે સિંચાઈનું પાણી બંધ કરવામાં આવનાર છે, તેને 15 એપ્રિલ સુધી આપવામાં આવે જેનાથી ખેડૂતો તેમનો ઉનાળુ પાક બચાવી શકે. જો પાણી વહેલું બંધ થાય તો પાકને નુકસાન થવાની ભિતી છે. સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે જો પાણીનો પુરવઠો બંધ થશે, તો તેમની આજીવિકા પર સીધી અસર પડશે. ઘણા ખેડૂતો પાસે વૈકલ્પિક સિંચાઈના સાધનો જેમ કે ટ્યુબવેલ કે બોરવેલ નથી, જેના કારણે તેઓ સરકારી સિંચાઈ વ્યવસ્થા પર સંપૂર્ણપણે આધાર રાખે છે.

કાલસર ગામના ખેડૂત મિતેશ અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે સરકારે અને અધિકારીઓએ 15 એપ્રિલ સુધી પાણી આપવાનું કહ્યુ હતુ. જેથી અમે ઉનાળું ડાંગર કરી છે. ત્યારે હવે સરકાર 31 માર્ચથી પાણી બંધ કરી રહી છે. જેથી અમારા વિસ્તારમાં કરેલાં મોટા ભાગના ડાંગરના પાકને નુકસાન જવાની ભીતી છે. જેથી યોગ્ય નિર્યણ નહીં લેવામાં આવે તો આંદોલન કરવામાં આાવશે.

ઇજનેરે શું કહ્યું?

આ ખેડૂતોની માગ સામે વિભાગીય મુખ્ય અધિક્ષક ઇજનેર કે.સી. ચૌહાણે કહ્યું છે કે સામાન્ય રીતે 15 માર્ચે પાણી બંધ કરાય છે. આ વર્ષે 31 માર્ચ સુધી પાણી અપાશે. કેનાલની મરામત અને સફાઈની કામગીરી માટે પાણી બંધ કરવું જરૂરી છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી વચલો રસ્તો કઢાશે. હાલ વિવિધ વિસ્તારોમાંથી સિંચાઈનું પાણી 10 થી 15 એપ્રિલ સુધી લંબાવવા માટે રજૂઆતો મળી છે. જે મામલે સરકાર સિંચાઈ વિભાગ સાથે વિચારણા કરી રહી છે કે ક્યાં સુધી આ પાણી લંબાવવું.

 

 

પણ વાંચોઃ Anand: ચાલુ કથાએ જીજ્ઞેશ દાદાને શું થયું હતુ કે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા?

આ પણ વાંચોઃ UP: 4 બાળકોના ગળા કાપી પિતાએ કેમ કર્યો આપઘાત?, હચમચવી નાખતો કિસ્સો

આ પણ વાંચોઃ 30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ, યુટ્યુબર્સનેને નો એન્ટ્રી, VIP દર્શન બંધ, 9 લાખ શ્રદ્ધાળુઓની નોંધણી

આ પણ વાંચોઃ Gandhinagar: સ્કોર્પિયોએ 2 વર્ષિય બાળકીને કચડી, ગ્રામજનોએ કારને સળગાવી દીધી

 

Related Posts

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
  • October 29, 2025

UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

Continue reading
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
  • October 29, 2025

UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 3 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 2 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 18 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 20 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ