Kheda: વણાકબોરી ડેમ ઓવરફ્લો થતાં ગળતેશ્વર બ્રિજ બંધ, મહીસાગર નદી બે કાંઠે

Kheda: સમગ્ર ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ગુજરાતની અનેક નદીઓ ગાંડીતૂર થઈ છે. ત્યારે ખેડા જીલ્લામાં ભારે વરસાદને કારણે વાણકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. ખેડા અને વડોદરા જીલ્લાને જોડતો મહીસાગર નદી પરનો ગળતેશ્વર બ્રિજ સાવચેતીના ભાગરૂપે બંધ કરાયો છે.

વણાકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં 1.37 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે. સાવચેતીના પગલારૂપે ખેડા અને વડોદરા જિલ્લાને જોડતો ગળતેશ્વર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, અને પુલ પરની તમામ અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

મહીસાગર નદીના કાંઠે આવેલા 21 ગામો એલર્ટ

હાલ પાનમ ડેમમાંથી 1.60 લાખ ક્યુસેક અને કડાણા ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી વણાકબોરી ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. સતત પાણીની આવકને કારણે મહીસાગર નદીમાં હજુ વધુ પાણી છોડવાની સંભાવના છે. તંત્ર દ્વારા મહીસાગર નદીના કાંઠે આવેલા 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, અને ગ્રામ્ય વિસ્તારના 8 રસ્તાઓ બંધ કરાયા છે.

વણાકબોરી વિયર ઈન્ચાર્જ મણીભાઈ પરમારે જણાવ્યું કે, ઉપરવાસમાંથી ભારે પાણીની આવકને કારણે વણાકબોરી વિયર ઓવરફ્લો થયો છે. હાલ 1.37 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, અને પાણીની આવક ચાલુ રહેવાથી વધુ પાણી છોડવાની શક્યતા છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા, નગર હવેલી જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

‘પવિત્ર રિશ્તા’ સીરિયલની અભિનેત્રી પ્રિયા મરાઠેનું અવસાન, શું હતી બિમારી? | Priya Marathe

બૂટલેગરના વિસ્તારમાંથી વોટ કૌભાંડ પક્ડયું, તારો ડંડો, પોલીસ, તંત્ર તૈયાર રાખ: Jignesh Mevani

vote chori in Gujarat: ગુજરાતમાં 62 લાખની વોટ ચોરી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ધડાકો

Lucknow: ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોના મોતની આશંકા, રેસ્ક્યૂ ચાલુ

PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?

UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…

China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?

Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’

US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો

 

Related Posts

Ahmedabad: બે વર્ષથી ખોટ ખાતી મેટ્રોએ રૂ. 239 નફો કેવી રીતે કર્યો?
  • September 4, 2025

દિલીપ પટેલ Ahmedabad Metro Profit: 2023માં અમદાવાદની મેટ્રોનો એક ભાગ શરૂ થયો પછી સતત બે વર્ષ સુધી ખોટ કરી હતી. હવે નફો કરે છે. 30મી સપ્ટેમ્બર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Cancer Treatment: મોઢાના કેન્સરમાં આયુર્વેદમાં ડીએનએ ઉપચાર કારગત નીવડ્યો, કેવી રીતે?
  • September 4, 2025

Cancer Treatment: દેશમાં પ્રાચીન સમયમાં આયુર્વેદથી ગંભીર બિમારીઓના ઉપચાર થતાં હતા. હાલ પણ આયુર્વેદ દવાઓથી ગંભીર બિમારીઓ મટી શકે તેવું  ઉદાહરણ વૈદ્ય  ડોક્ટર ધવલભાઈએ પુરુ પાડ્યું છે. 10 વર્ષથી ડીએનએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: બે વર્ષથી ખોટ ખાતી મેટ્રોએ રૂ. 239 નફો કેવી રીતે કર્યો?

  • September 4, 2025
  • 2 views

Cancer Treatment: મોઢાના કેન્સરમાં આયુર્વેદમાં ડીએનએ ઉપચાર કારગત નીવડ્યો, કેવી રીતે?

  • September 4, 2025
  • 11 views
Cancer Treatment: મોઢાના કેન્સરમાં આયુર્વેદમાં ડીએનએ ઉપચાર કારગત નીવડ્યો, કેવી રીતે?

GST news: મરેલી માંનો વિલાપ કામે ના આવ્યો તો, બિહાર જીતવા મોદીનો GST દાવ

  • September 4, 2025
  • 10 views
GST news: મરેલી માંનો વિલાપ કામે ના આવ્યો તો, બિહાર જીતવા મોદીનો GST દાવ

Trump Threat: ‘પુતિનને મારે કંઈ કહેવું નથી, પછી શું થશે તે તમે જોશો’, ટ્રમ્પે આપી ધમકી!

  • September 4, 2025
  • 24 views
Trump Threat: ‘પુતિનને મારે કંઈ કહેવું નથી, પછી શું થશે તે તમે જોશો’, ટ્રમ્પે આપી ધમકી!

Bihar Bandh: ભાજપની રાજકીય રમતમાં બિહારની જનતાનો ભોગ, બૌખલાયેલી ભાજપ જનતાને ક્યાં સુધી પીસશે?

  • September 4, 2025
  • 6 views
Bihar Bandh: ભાજપની રાજકીય રમતમાં બિહારની જનતાનો ભોગ, બૌખલાયેલી ભાજપ જનતાને ક્યાં સુધી પીસશે?

Ajab Gajab: વાંદરાનું મોત થતાં ગામલોકોનું મુંડન, કારણ જાણી ચોકી જશો?

  • September 3, 2025
  • 25 views
Ajab Gajab: વાંદરાનું મોત થતાં ગામલોકોનું મુંડન, કારણ જાણી ચોકી જશો?