કુલભૂષણને સજા સામે અપીલ કરવાનો કોઈ હક નથી: પાકિસ્તાન સરકારની કોર્ટમાં દલીલ | Kulbhushan Case

  • World
  • April 20, 2025
  • 4 Comments
Kulbhushan Jadhav Case: પાકિસ્તાનમાં કથિત જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા પૂર્વ ભારતીય નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાને યુ-ટર્ન માર્યો છે. પાકિસ્તાન સરકારે  પાકિસ્તાની સુપ્રીમ કોર્ટને દલીલ કરી હતી કે જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા કુલભૂષણ જાધવને સજા સામે અપીલ કરવાનો અધિકાર નથી, પરંતુ તેને ફક્ત ભારતીય કાઉન્સેલર સાથે સંપર્ક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં કુલભૂષણને મોતની સજા મળતાં આંતર રાષ્ટ્રીય કોર્ટના દ્વાર ખખડાવી અપિલ કરી હતી. જે બાદ આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ) એ 2019માં આ મામલે પાકિસ્તાનને જાધવની સજાની સમીક્ષા આદેશ આપ્યો હતો. જોકે, પાકિસ્તાને આ આદેશનું પાલન કર્યું નથી, અને  કોર્ટમાં અપીલના અધિકારને નકારવાની દલીલ કરતાં ફરી વિવાદ થયો છે.

પાકિસ્તાને કહ્યું કે કુલભૂષણને તેમની સજા સામે અપીલ કરવાનો કોઈ અધિકાર નથી. આ દલીલ સરકાર દ્વારા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી, જેમાં એક સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે મૃત્યુદંડની સજા પામેલા કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, પરંતુ 9 મે 2023ના હિંસા કેસમાં કથિત સંડોવણીના આરોપમાં દોષિત પાકિસ્તાની નાગરિકોને કોર્ટના નિર્ણય સામે અપીલ કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવે છે. જેથી કુલભૂષણને પણ અપીલ કરવાનો હક નથી.

કુલભૂષણનો શું કેસ છે?

કુલભૂષણ જાધવની માર્ચ 2016 માં બલુચિસ્તાનથી ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે તે ભારતની બાહ્ય જાસૂસી એજન્સી, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) માટે કામ કરતો એક ઓપરેટિવ હતો અને તેમના દેશમાં આતંકવાદી કૃત્યોમાં સામેલ હતો. બીજા વર્ષે પાકિસ્તાને આ આરોપમાં કુલભૂષણ જાધવને મૃત્યુદંડની સજા ફટકારી હતી. બીજી તરફ, ભારતે કુલભૂષણ જાધવ સામેના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેઓ પૂર્વ નૌકાદળ અધિકારી હતા જેમનું પાકિસ્તાની કાર્યકરો દ્વારા ઈરાનના ચાબહાર બંદર પરથી અપહરણ કરવામાં આવ્યું હતું જ્યાં તેઓ પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા હતા. નવી દિલ્હીએ પાકિસ્તાની અદાલતો દ્વારા કુલભૂષણના કેસને “હાસ્યાસ્પદ” ગણાવીને ફગાવી દીધો હતો. જાધવને ફાંસીની સજા ફટકારવામાં આવ્યા બાદ, કેન્દ્ર સરકારે ICJનો સંપર્ક કર્યો, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવની ફાંસી પર રોક લગાવી દીધી હતી.

ICJ એ પોતાના ચૂકાદામાં શું કહ્યું હતુ?

કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવતા ICJએ કહ્યું કે, “પાકિસ્તાન પર તેની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને જાધવની સજા અને દોષિત ઠેરવવાની અસરકારક સમીક્ષા અને પુનર્વિચાર કરવાની ફરજ છે” કારણ કે કોન્સ્યુલર સંબંધો પર વિયેના કન્વેન્શન હેઠળના તેમના અધિકારોનું ઉલ્લંઘન થયું છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જાધવને તેમની સજા સામે અપીલ કરવા માટે અસરકારક માધ્યમો પૂરા પાડવામાં ન આવે ત્યાં સુધી તેમની ફાંસી મુલતવી રાખવી જોઈએ.

આ પણ વાંચોઃ

UP: થનાર જમાઈ સાસુને વહુ બનાવીને લાવતાં જ ભગાડ્યા, આશરો પણ ન આપ્યો, આ રીતે કાઢી રાત?

Ahmedabad: નરોડામાં લિફ્ટ તૂટી, ફસાયેલી મહિલાઓએ ચીસાચીસ કરી, જાનહાનિ ટળી

ઈડલી કઢાઈનો સેટ આગની લપેટામાં, ફિલ્મી ગામ બળીને ખાખ| Idli Kadhai Set Fire

UP: પત્નીને છોડી પતિ મહિલા પોલીસકર્મી સાથે ભાગી ગયો, હેડ કોસ્ટેબલની બદલી, જાણો વધુ!

 

Related Posts

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી
  • August 7, 2025

Pakistan News: એક તરફ અર્થતંત્ર ખરાબ હાલતમાં હોવાથી, પાકિસ્તાન અન્ય દેશો અને સંસ્થાઓ પાસેથી નાણાકીય મદદ માટે વિનંતી કરી રહ્યું છે. બીજી તરફ, દેશના નાગરિકો તેને વ્યવસાય તરીકે અપનાવી રહ્યા…

Continue reading
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ
  • August 7, 2025

Karachi Airport: કરાચી એરપોર્ટનો એક વિચિત્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જ્યાં એક ફૂડ સ્ટોરમાં કોન્ડમના રેપરથી બનેલી પ્લેટમાં ભોજન પીરસવામાં આવે છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 14 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 8 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 205 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 20 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 17 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 40 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!