
kutch: રાજ્યમાં ગઈ કાલે ઠેર ઠેક કૃષ્ણજનમોત્સવની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અનેક જગ્યાએ દહીહાંડીના કાર્યક્રમો થયા હતા ત્યારે કચ્છમાં દહીંહાંડીનો કાર્યક્રમમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મટકી ફોડતા સમયે વીજળીનો થાંભલો પડતા એક વ્યક્તિએ જીવ ગૂમાવ્યો હતો જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે.
મટકી ફોડતી વખતે ભીડ ઉપર પડ્યો વીજ થાંભલો
મળતી માહિતી મુજબ કચ્છના ચોબારી ગામમાં મટકી ફોડતા સમયે મોટી દુર્ઘટના બની હતી. મટકી ફોડતા સમયે વીજળીનો થાંભલો ભીડ ઉપર પડ્યો હતો, આ ઘટનાાં એક યુવક વીજળીના થાંભલા નીચે દબાઈ જતા મોતને ભેટ્યો હતો. જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા નથી. જ્યારે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
કચ્છના ભચાઉમાં કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન મોટી દુર્ઘટના
(ચોબારી ગામમાં મટકી ફોડ દરમિયાન થાંભલો નીચે પડતા એકનું મોત, 2 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા, ઘટનામાં ઈશ્વર જેઠાણી નામના સગીરનું સારવાર દરમિયાન મોત)#kutch #bhachau #krushnajanmotsav #accident… pic.twitter.com/9ArSGP76YC
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 17, 2025
હજુ એક યુવાન ગંભીર રીતે ઘાયલ
આ મામલે ગામના સરપંચે જણાવ્યું હતુ કે, મટકી ફોડવાના કાર્યક્રમમાં ગ્રામજનોની મોટી ભીડ એકઠી થઈ હતી અને મટકી ફેડવા માટે મટકીનું દોરડું જે વીજળીના થાંભલા સાથે બાંધ્યું હતું. ત્યારે ગામના યુવાનો મટકી ફોડવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે મટકીનું દોરડું જે વીજળીના થાંભલા સાથે બાંધ્યું હતું તે થાંભલો જ ભીડ પર પડ્યો હતો જેથી અહીં હાજર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં એકનું મોત થયુ છે અને હજુ એક યુવાન ગંભીર રીતે ઘાયલ છે. જેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ
UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું