
- લદ્દાખના હિતમાં અહીંસક આંદોલન ચલાવી રહેલાં સોનમ વાંગચુક પર ઢોળાયો દોષનો ટોપલો.
- અમિત શાહના ગૃહ વિભાગ દ્વારા વાંગચુકના સંગઠનના વિદેશી ભંડોળનું લાયસન્સ રદ કરાયું.
- સોનમ વાંગચુકની એનજીઓના ખાતા અને રેકોર્ડની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ.
- કલમ 370 હટાવ્યા બાદ પીએમ મોદીએ જ લદ્દાખને પૂર્ણ રાજ્ય બનાવવાનો વાયદો આપ્યો હતો.
Ladakh News Update | યૂવા પેઢી Gen Z દ્વારા બે દિવસ અગાઉ લેહમાં થયેલાં હિંસક દેખાવો પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી અને તેમની સરકારનો કોઈ વાંક નથી. પરંતુ, હિંસક દેખાવો માટે જવાબદાર તો સામાજીક કાર્યકર સોનમ વાંગચુક છે તેવું ચિત્ર ઉપસાવવા માટે અમિત શાહના તાબા હેઠળના ગૃહ મંત્રાલય દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. એના ભાગરૂપે આજરોજ સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દેશ-વિદેશમાં જાણીતા પર્યાવરણવિદ્ સોનમ વાંગચુક છેલ્લાં પાંચ – છ વર્ષોથી લદ્દાખના પર્યાવરણ માટે અને લદ્દાખવાસીઓના હિત માટે અહીંસક આંદોલન ચલાવી રહ્યાં છે. લદ્દાખમાં ચીનની ઘુસણખોરી અંગે તેમજ મોદી સરકારના મળતીયા માલેતુજારો દ્વારા વિકાસના નામે લદ્દાખના પર્યાવરણનું નિકંદન વાળવામાં આવ્યું છે તે અંગે તેઓ સીધા આક્ષેપો કરતાં આવ્યાં છે.
કલમ 370 હટાવ્યા બાદ સ્વ-ઘોષિત નોન-બાયોલોજીક નરેન્દ્ર દામોદરદાસ મોદીએ જમ્મુ-કશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવ્યા હતાં. અને તે સમયે ત્યાંની ભોળી જનતાને વચન આપ્યું હતું કે, પરિસ્થિતિ થાળે પડ્યા બાદ બંનેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. જોકે, આપેલું વચન પુરું નહીં કરવાની નિતી ધરાવતાં મોદી અને તેમની સરકારે આ વાતને કોરાણે મૂકી દીધી હતી.
પ્રભુ શ્રી રામ માટે પ્રાણ જાયે પર વચન ના જાયે, આ બહુ જ મહત્વનું હતું. જ્યારે શ્રી રામના નામે સત્તાની ટોચે પહોંચેલા નરેન્દ્ર દામોદરદાસ મોદી સહિત અને મોદીયાઓ માટે વચન જાયે પણ સત્તા ના જાયે એ એક માત્ર સૂત્ર મહત્વનું છે. જે ખૂબ દુઃખદ બાબત છે. આ સંજોગોમાં રોજગારી માંગવા રસ્તા પર ઉતરતાં યૂવાનો હોય કે નિવૃત્ત આર્મી જવાનો હોય. ભાજપા સરકાર પોલીસ સહિતના તંત્રને હાથો બનાવી લોકોનાં અવાજને દબાવી દે છે. આવી જ પરંપરા લદ્દાખમાં પણ મોદી સરકારે અકબંધ રાખી હોવાનું સ્પષ્ટ જણાય છે.
સરકારની અનિતીઓ – અવિશ્વાસ સામે સોનમ વાંગચુક લગભગ 15 દિવસ પહેલાં ભૂખ હડતાળ પર બેઠાં હતાં. લદ્દાખ માટે ભૂખ હડતાળ પર બેઠેલાં સોનમ વાંગચુકની મદદમાં જેન-ઝી પેઢીના યૂવાનો સોશિયલ મિડીયાના માધ્યમથી એકઠાં થયાં અને ગત તા. 24 સપ્ટેમ્બરના રોજ લદ્દાખ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. લોકો લેહ હિલ કાઉન્સિલ ખાતે વિરોધ પ્રદર્શિત કરવા જતાં હતાં ત્યારે પોલીસે બેરિકેડ લગાડીને યૂવાનોને રોકવાનો પ્રયાસ કર્યો.
બાદમાં સરકારના પટ્ટા પહેરેલી પોલીસે યૂવાનો પર ટીયર ગેસના સેલ છોડ્યાં અને જેને પરિણામે ભડકી ગયેલાં યૂવાનોનું અહીંસક પ્રદર્શન હીંસક બની ગયું હતું. ઠેર ઠેર આગચંપી અને તોડફોડની ઘટનાઓ બનવા લાગી. લેહમાં ભાજપાના કાર્યાલયને પણ ફૂંકી મારવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનામાં 4 યુવાનોના મોત નિપજ્યાં હતાં અને 80 જેટલાં લોકો ઘવાયા હતાં. પોલીસે બાદમાં 60 આરોપીઓની ધરપકડ કરી હતી. છેલ્લાં ત્રણ દિવસથી લેહમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. સ્કૂલો – કોલેજો 27 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવાયા છે.
ઉપરોક્ત ઘટના બાદ નૈતિકતાની દ્રષ્ટિએ સરકારે પોતાની ભૂલ જોવાને બદલે સમગ્ર ઘટનાનો દોષ સોનમ વાંગચુક પર ઢોળવાનો તખ્તો ઘડવાનું શરૂ કરી દીધું હતું. જય અમિત શાહના પપ્પાના તાબા હેઠળના ગૃહ મંત્રાલય દ્વારા ગુરુવારે સોનમ વાંગચુકના સંગઠન સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL)ના વિદેશી ભંડોળનું લાઇસન્સ તાબડતોબ રદ કરી નાંખ્યું હતું.
ગૃહ મંત્રાલયના ઇશારે સીબીઆઈની એક ટીમ તાત્કાલિક લદ્દાખ દોડી ગઈ હતી અને સોનમ વાંગચુકની NGO હિમાલીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ લદ્દાખ (HIAL) સામે વિદેશ ભંડોળ સહિતના મામલાની તપાસ શરૂ કરી દીધી હતી.
તો બીજી તરફ, ભાજપા આઈટી સેલના અમિત માલવીયે દ્વારા લેહ હિંસા માટે કોંગ્રેસના એક અગ્રણીને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, જુઠ્ઠુ બોલવા માટે જાણીતાં મહામાનવના પક્ષના મગતરાંનું જુઠ્ઠુ બહું ચાલ્યું નહોતું. અને આ મામલે માલવીયાએ મોં સંતાડવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, લેહ – લદ્દાખમાં યૂવાઓ દ્વારા હિંસક પ્રદર્શન કરતાં સામાજીક કાર્યકર્તા સોનમ વાંગચુક દ્વારા તાત્કાલિક ભૂખ હડતાળ સમેટી લેવામાં આવી હતી. અને હિંસાની નિંદા પણ કરવામાં આવી હતી. જોકે, તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી અને અન્ય મોદીયાઓ પોતાના ગિરેબાનમાં ઝાંખવાને બદલે, પોતાના મહામાનવનાં ખોટાં વચનો ધ્યાનમાં લેવાને બદલે લદ્દાખના હક્ક માટે લડી રહેલાં સોનમ વાંગચુંક પર જ દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તે ખૂબ જ ખેદજનક બાબત જણાય છે.
એક રીતે કહી શકાય કે, ફિલ્મ થ્રી-ઇડિયટ્સમાં જેમની બુદ્ધિમત્તાને આધારે એક પાત્ર રેન્ચો ઘડવામાં આવ્યું હતું. અને આમિરખાને ભજવેલા રેન્ચોના પાત્રની ભરપૂર પ્રશંસા થઈ હતી. પરંતુ, આજે દેશ ટુ-ઇડિયટ્સના હાથમાં છે અને સોનમ વાંગચુકને ધરપકડનો સામનો કરવો પડી રહ્યો છે.








