
Messi Event: કોલકાતામાં લોકપ્રિય ફૂટબોલર મેસ્સીની એક ઝલક મેળવવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ઉમટેલા ચાહકો વચ્ચે મેસ્સી જલ્દી સ્ટેડિયમ છોડી જતા રહેતા રોષે ભરાયેલા ચાહકોએ તોડફોડ કરી હતી અને ભારે અંધાધૂંધી સર્જાઈ હતી.પોલીસે એરપોર્ટ પર કાર્યક્રમના મુખ્ય આયોજક શતાદ્રુ દત્તની ધરપકડ કરી હતી.
પોલીસ મહાનિર્દેશક રાજીવ કુમારે પ્રેસને જણાવ્યું હતું કે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.પ્રખ્યાત ફૂટબોલર મેસ્સીના કાર્યક્રમ દરમિયાન સર્જાયેલી અંધાધૂંધી અંગે એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) જાવેદ શમીમે જણાવ્યું હતું કે, “પરિસ્થિતિ હવે સામાન્ય છે. તપાસનો બીજો તબક્કો ચાલી રહ્યો છે.
FIR નોંધવામાં આવી છે અને મુખ્ય આયોજકની ધરપકડ કરવામાં આવી છે,આયોજકો ટીકીટના પૈસા પરત કરવા સંમત થયા છે,જાવેદ શમીમે કહ્યું સ્થિતિ થાળે પડી રહી છે,ટ્રાફિક હવે સામાન્ય છે,બધા પોત પોતાના ઘરે પાછા ફર્યા છે,આ ઘટના ફક્ત સોલ્ટ લેક સ્ટેડિયમ પૂરતી મર્યાદિત છે,આજે સોલ્ટ લેક સ્ટેડિયમમાં જે કંઈ બન્યું તેના માટે જે કોઈ જવાબદાર છે તેઓ તમામ સામે પગલાં લેવામાં આવશે.
■સ્ટેડિયમમાં આખરે ચાહકો આટલા ગુસ્સે કેમ થયા?અને તોડફોડ કેમ કરી?
સ્ટેડિયમમાં તોડફોડ અને ચાહકો દ્વારા તોફાન મચાવવાના કારણમાં જણાવા મળ્યું છે કે
ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી અહીં આવવાના હોવાથી મોટી સંખ્યામાં ચાહકોએ મોંઘી ટીકીટ ખરીદી હતી પણ મેસ્સી થોડીવારમાં જ અચાનક સ્ટેડિયમ છોડીને જતા રહેતા ચાહકો નારાજ થઈ ગયા હતા અને સ્ટેડિયમમાં બૂમાબૂમ અને અંધાધૂંધી સર્જાઈ હતી.
પોતાના મનપસંદ સ્ટાર ફૂટબોલરને જોવા માટે ખૂબ જ મોંઘી ટિકિટ ખરીદી ચાહકો ઉમટ્યા હતા અને લેપ ઓફ ઓનર પછી મેસ્સી વહેલા જતા રહેતા ચાહકોએ ખુરશીઓ અને બોટલો ફેંકીને વિરોધ કર્યો હતો અને તોડફોડ થતાં અરાજકતા ફેલાઈ ગઇ હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો હતો.
લિયોનેલ મેસ્સીની કોલકાતાની મુલાકાત દરમિયાન ચાહકોએ ₹5,000 થી લઈ ₹25,000 સુધીની મોંઘી ટીકીટ લીધી હતી અને મેસ્સીને જોવા માટે તેઓ રાતભર જાગ્યા હતા, પણ રાજકારણીઓ, મંત્રીઓ અને VIPથી ઘેરાયેલા મેસ્સીને ચાહકો દૂરથી પણ સારી રીતે જોઈ શક્યા નહીં તેથી ચાહકો ગુસ્સે થયા હતા અને તોડફોડ કરી હતી.
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો







