લોકસભા Vs રાજ્યસભા: અનુરાગ ઠાકોરે ‘TB મુક્ત ભારત’ના સંકલ્પ સાથે ધમાકેદાર સદી ફટકારીને ટીમને અપાવી જીત

  • Sports
  • December 15, 2024
  • 0 Comments

ટીબીના રોગ અંગે જાગૃતિ વધારવાના ધ્યેય સાથે સાંસદો વચ્ચે મૈત્રી ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં લોકસભા અધ્યક્ષ ઈલેવનની ટીમનો રાજ્યસભા અધ્યક્ષ ઈલેવનની ટીમ સામે 73 રને વિજય થયો છે. લોકસભા ઈલેવન તરફથી અનુરાગ ઠાકુરે ધમાકેદાર બેટિંગ કરી સદી ફટકારી છે. આ ઉપરાંત લોકસભા ઈલેવન તરફથી દીપેન્દ્ર હુડ્ડાએ પણ શાનદાર બોલિંગ કરી છે, જે માટે તેમને બેસ્ટ બોલર ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો છે. લોકસભાની ટીમે પ્રથમ બેટીંગ કરી નિર્ધારીત 20 ઓવરમાં 251 રનનો વિશાળ સ્કોર કર્યો હતો, જેના જવાબમાં રાજ્યસભાની ટીમ માત્ર 178 બનાવી શકી હતી.

રાજ્યસભા ઈલેવનના બેટર મોહમ્મદ અઝહરુદ્દીને સૌથી વધુ 74 રન ફટકાર્યા છે. તેમને કોંગ્રેસ સાંસ દીપેન્દ્ર સિંહ હુડ્ડા (Deepender Singh Hooda)એ આઉટ કર્યા છે. આ ઉપરાંત સુકાની કિરણ રિજિજુ માત્ર એક રન બનાવી શક્યા છે. એન.ડાંગીએ 28 રન, સુધાકરને 27 રન બનાવ્યા છે. લોકસભાની ટીમે જીતવા માટે 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જોકે રાજ્યસભાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 178 રન બનાવી શકી છે. આમ લોકસભાની ટીમે 73 રનથી મેચ જીતી લીધી છે. લોકસભા ઈલેવનના બોલર નિશિકાંત દુબેએ બે વિકેટ ઝડપી છે.

અનુરાગ ઠાકુરે 65 બોલમાં અણનમ 111 રન કર્યા

લોકસભા ઈલેવન તરફથી રમી રહેલા મનોજ તિવારીએ છ બોલમાં 13 રન બનાવ્યા છે. દીપેન્દ્ર હુડ્ડાએ 6 રન, ચંદ્રશેખર આઝાદે 54 રન નોંધાવ્યા છે. અનુરાગ ઠાકુરે 65 બોલમાં અણનમ 111 રન કર્યા છે. જ્યારે રાજ્યસભા તરફથી કિરણ રિજિજુએ ચાર ઓવરમાં 57 રન આપી એક વિકેટ ખેરવી છે. સૌમિત્ર ખાને બે ઓવરમાં 20 રન આપી એક વિકેટ ઝડપી છે. રવિ કિશરને એક ઓવરમાં 17 રન આપી એક વિકેટ મેળવી છે. કમલેશ પાસવાને ત્રણ ઓવરમાં 26 રન આપ્યા હતા અને તેમણે ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા છે. આ ઉપરાંત રાઘવ ચઢ્ઢાએ એક ઓવર બોલિંગ કરી હતી અને તેમણે એક વિકેટ પાડવામાં સફળતા મેળવી છે.

‘ટીબી મુક્ત જાગૃતતા ક્રિકેટ મેચ’

લોકસભા અધ્યક્ષ ઈલેવન અને રાજ્યસભા અધ્યક્ષ ઈલેવન વચ્ચે રમાયેલી મેચને ‘ટીબી મુક્ત જાગૃતતા ક્રિકેટ મેચ’ નામ અપાયું છે. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર (Anurag Thaku) લોકસભા ટીમના સુકાની હતા, જ્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ (Kiren Rijiju) રાજ્યસભા અધ્યક્ષ ઈલેવન ટીમના કેપ્ટન હતા. અનુરાગ ઠાકુરે જીત બાદ કહ્યું કે, ‘છેલ્લા 10 વર્ષમાં ટીબીથી થતો મૃત્યુદર 38 ટકા ઘટ્યો છે. નવા કેસ પણ લગભગ 18 ટકા ઘટ્યા છે. જોકે હજુ પણ આપણે જાગૃતિ કેળવવાની જરૂર છે. ટીબી હજુ પણ એક કલંક છે, તેથી આપણે બધાને કહેવું પડશે કે, ટીબીની સારવાર સંભવ છે. સરકાર મફત દવાઓ આપે છે.

Related Posts

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ
  • October 27, 2025

Shreyas Iyer Admitted : ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચ 9 વિકેટથી જીતી લીધી. આ મેચમાં શ્રેયસ ઐયર ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. હર્ષિત રાણાની બોલિંગ પર ઓસ્ટ્રેલિયન…

Continue reading
Women’s ODI World Cup 2025: પાકિસ્તાન એક પણ વર્લ્ડ કપ મેચ જીતી ના શક્યું, છતાં 3 પોઈન્ટ કેવી રીતે મળ્યા?, જાણો
  • October 25, 2025

Women’s ODI World Cup 2025: પાકિસ્તાનને 2025 વર્લ્ડ કપમાંથી જીત મેળવ્યા વગરજ પરત ફરવું પડ્યું છે. મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ભારત પહેલાથી જ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 21 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 9 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!