
Yogi Speech on Mahakumbh: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં CM યોગીએ સપા પર પ્રહાર કરતા કહ્યું કે તમે ભારતની શ્રદ્ધા સાથે રમો છો. તમે અમને કહો છો અમારી વિચારસરણી સાંપ્રદાયિક છે તો અમને સમજાવો કે અમે સાંપ્રદાયિક કેવી રીતે છીએ?
યોગીએ વધુમાં કહ્યું અમે સૌનો સાથ સૌનો વિકાસની વાત કરીએ છીએ. 45 દિવસના કુંભ મેળામાં ભારતમાંથી જ નહીં પણ સમગ્ર વિશ્વમાં વારસા અને વિકાસની એક અનોખી છાપ છોડી છે. મહાકુંભનું આયોજન અમારા માટે એક કઠિન કસોટી જેવું હતું. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો આમાં સફળ થઈ છે. મહાકુંભમાં 33 કરોડ મહિલાઓ આવી હતી પરંતુ એક પણ ગુનાહિત ઘટના બની ન હતી.
યોગી મહિલાની સુરક્ષામાં પણ જશ લેવાનું છોડતા નથી
જો કે મહિલાઓના નિવેદન અંગે યોગી જાણે મહિલા આવે તો ગુનો બને તે રીતે વાત કરી રહ્યા છે. 33 કરોડ મહિલાઓ આવી તો શું ગુનાહિત પ્રવૃતી ન બની તો તેમાં પણ જશ લેવાનું છોડતાં નથી. જો અઘટિત ઘટના ઘટી હોત તો સરકાર અમે તપાસ કરાવીશું કહી મામલાને રફેદફે કરી દેત.
કુંભ મેળામાં ઘણીવાર આગ લાગી તેના પર યોગી બોલવા તૈયાર નથી. કુંભમેળામાં પ્રદૂષણ થયું તેના પર યોગી બોલી રહ્યા નથી. યોગી લાજવાને બદલે માત્ર વિપક્ષ પર ગાજી રહ્યા હોય તેવી સ્થિતિ દેખાઈ રહે છે. ઉલ્લેખનયી છે કે યુપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યોગી સરકાર પાસે કુંભ મેળામાં થયેલી ગંદકી અંગે જવાબ માગ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં જન્મ-મરણના દાખલા પર મોંઘવારી સવાર, રુ. 10ને બદલે 50 કર્યા |Birth-death certificate fees
આ પણ વાંચોઃ Anand video: મહિલા વચેટિયા સક્રિય: દાખલો કઢાવી આપવા માગ્યા આટલા રુપિયા?
આ પણ વાંચોઃ BHARUCH: લગ્નમાં બેન્ડના અવાજથી ભેંસ ભડકી, વર પરણવા જાયે તે પહેલા વરઘોડામાં મારામારી