
Maharashtra Crime: દેશમાં મહિલાઓના ઉત્કર્ષ અને રક્ષણ માટે સરકાર મોટી મોટી વાતો કરી રહી છે પણ વાસ્તવિક ચિત્ર કઈક જુદુ જ છે અહીં કેટલાક ભ્રષ્ટ પોલીસવાળા,નેતાઓ જ એટલી હદે નીચતા આચરી રહયા છે કે રજૂઆત કરવા ક્યાં જવું?
એક ભણેલી ગણેલી ડોકટર યુવતી ઉપર એટલા અત્યાચાર થયા કે તેણે આપઘાત કરવો પડ્યો છે અહીં રક્ષક જ ભક્ષક સાબિત થયો છે અને નામ સામે આવતા ફરાર થઇ ગયો છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે એક 28 વર્ષીય મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી.
ફલટન સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી આ ડોક્ટરે પોતાની ડાબી હથેળી પર એક સુસાઈડ નોટ લખી હતી. તેમાં તેણે પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ગોપાલ બડને અને સોફ્ટવેર એન્જિનિયર પ્રશાંત બાંકર પર છેલ્લા પાંચ મહિનામાં વારંવાર બળાત્કાર, જાતીય શોષણ અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. ડોક્ટરે DCAP થી લઈને તેના ઉપરી અધિકારીઓને પત્રો લખ્યા હતા, મદદ માટે વિનંતી કરી હતી, પરંતુ કોઈએ તેની વિનંતી પર ધ્યાન આપ્યું ન હતું.
આખરે, તેણીએ આત્મહત્યા કરી લીધી છે,જો કે, તેના મૃત્યુની તપાસમાં ઘણા મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે. હથેળીમાં લખેલી નોટ ઉપરાંત, ચાર પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં એક સાંસદ અને તેના બે સહયોગીઓનું નામ હતું. વધુમાં, મૃતક ડોક્ટરે આત્મહત્યા કરતા પહેલા એક આરોપીને ફોન અને મેસેજ કર્યો હતો. જો કે, તેમની વાતચીતની વિગતો જાહેર કરવામાં આવી નથી. લેડી ડોક્ટરે તે જ્યાં રહેતી હતી તે મકાન માલિકના પુત્રનું પણ નામ લીધું છે,તેણે કહ્યું કે મકાન માલિકના પુત્રએ પણ મારુ શોષણ કર્યું હતું.
પોલીસે પ્રશાંત બેંકર નામના આ ઇસમની ઘરપકડ કરી લીધી છે.
કોંગ્રેસના નેતા વિજય વાડેટ્ટીવારે કહ્યું, “જો તમારું રક્ષણ કરનાર જ તમારું શોષણ કરશે, તો તમને ન્યાય ક્યાંથી મળશે?” તેમણે કડક કાર્યવાહીની માંગ કરી. ભાજપ અને એનસીપીએ તપાસ અને સજાનું વચન આપ્યું. મહારાષ્ટ્ર મહિલા આયોગના વડા રૂપાલી ચકંકરે આ મામલાની નોંધ લીધી અને સતારા પોલીસને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે,તેમણે કહ્યું, “કોઈને પણ છોડવામાં આવશે નહીં.”
ડોક્ટર યુનિયનમાં પણ રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે FIR નોંધી તપાસ શરૂ કરી છે. મહિલા સંગઠનોએ આરોપીઓની ધરપકડની માંગ કરી છે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે તે તપાસ ઉચ્ચ સ્તરીય ટીમને સોંપવામાં આવશે.
આ પણ વાંચો:
Vadodara: નશામાં ધૂત કારચાલકે 4 વાહનોને અડફેટે લીધા, સૂતા બાળકનું મોત, લોકો ચાલકને ધોઈ નાખ્યો
Gandhinagar: ધારાસભ્યો માટે આલિશાન ફ્લેટ, સ્વિમિંગ પૂલ, જીમ, પણ જનતાની મૂળભૂત સુવિધાઓનું શું?








