Mehsana: ચાંદચેટી પર નીતિન પટેલના વિવાદસ્પદ નિવેદનો, ‘સિંધી કોઈ ધર્મ નથી સંપ્રદાય છે’

  • Gujarat
  • March 30, 2025
  • 0 Comments

Nitin Patel controversial speech in Mehsana: ચેટીચાંદએ સૌથી લોકપ્રિય સિંધી તહેવાર છે. જે ચૈત્ર મહિનામાં ચંદ્રના વેક્સિંગ તબક્કા દરમિયાન ઉજવવામાં આવે છે. સિંધી સમાજનું નવું વર્ષ પણ ગણવામાં આવે છે. મુખ્ય ઉત્સવની શરૂઆત ભગવાન ઝુલેલાલ પૂજાથી થાય છે. મહેસાણાના કડી શહેરમાં સિંધી સમાજ દ્વારા 29 માર્ચે સાંજે ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહોત્સવામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઘણા વિવાદસ્પદ નિવેદન આપ્યા છે.

નીતિન પટેલે 29 માર્ચ, 2025ના રોજ મહેસાણાના કડીમાં સિંધી સમાજના ચેટીચાંદ મહોત્સવ દરમિયાન  કહ્યું કે, “સિંધી કોઈ ધર્મ નથી, સંપ્રદાય છે. અખંડ ભારતના ભાગલા પડતાં તેઓ અહીં આવ્યા. મુસલમાનોએ જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી. તેમનું ભૂત ગમે ત્યારે ધૂણે છે, જુઓ ઔરંગઝેબનું ભૂત ફરી ધૂણ્યું છે.” આ નિવેદનમાં તેમણે સિંધી સમાજના ઇતિહાસ અને ભારતના ભાગલા સમયે તેમના પર થયેલા અત્યાચારોનો ઉલ્લેખ કર્યો, જે મુખ્યત્વે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને આવેલા સિંધીઓના અનુભવો સાથે જોડાયેલો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ તેનો કંઈક ઉપાય કરશે. આપણે સહકાર આપવાનો, માત્ર જોવું નહીં, જરૂર પડે તો મદદ કરવાની.” આ ટિપ્પણીમાં તેમણે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઔરંગઝેબ સાથે જોડાયેલા વિવાદો તરફ ઇશારો કર્યો હતો, જ્યાં તાજેતરમાં ઔરંગઝેબની કબર અને તેના ઐતિહાસિક કાર્યોને લઈને વિરોધ અને ચર્ચાઓ ચાલી રહી છે. નીતિન પટેલનો ઇશારો એવા સંદર્ભ તરફ હતો કે આવા મુદ્દાઓ સામે લડવા માટે સમાજે એકજૂટ થવું જોઈએ અને જરૂર પડે તો સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.

ચાંદચેટી પર પૂર્વ મુખ્યમંત્રીના નિવેદન આપવા યોગ્ય?

નીતિન પટેલના નિવેદનમાં “મુસલમાનોનું ભૂત” અને “ઔરંગઝેબ” જેવા શબ્દોનો ઉપયોગ સમાજના એક વર્ગને નારાજ કરી શકે છે, કારણ કે તેને ધાર્મિક ધ્રુવીકરણ તરીકે જોવામાં આવી શકે. કેટલાક લોકોએ તેને રાજકીય લાભ માટે ભડકાઉ નિવેદન ગણાવ્યું, જ્યારે અન્ય લોકોએ તેને સિંધી સમાજની ભાવનાઓને વાચા આપતું નિવેદન માન્યું છે. ચેટીચાંદ એ સિંધી સમાજનો પવિત્ર તહેવાર છે, જે ભગવાન ઝૂલેલાલના જન્મદિવસની ઉજવણી તરીકે ઉજવાય છે. આ પ્રસંગે આવું નિવેદન આપવું એ સિંધી સમાજની ઐતિહાસિક પીડા અને એકતાને ઉજાગર કરવાનો પ્રયાસ હોઈ શકે, પરંતુ તેની રજૂઆતની રીત વિવાદાસ્પદ લોકોને લાગી રહી છે.

 

 

આ પણ વાંચોઃ   Jamnagar: રિક્ષાચાલકનું રહસ્યમય મોત: આંબેડકર બ્રિજ નીચેથી મળ્યો મૃતદેહ

આ પણ વાંચોઃ Vyara: બોલો અહીં ખેડૂતોએ ખેતરમાં જવા ટોલ ચૂકવવો પડે છે, ભારે વિરોધ (VIDEO)

આ પણ વાંચોઃ મુસ્લીમોના મિત્ર બનવા PM મોદીના પ્રયાસ કેમ?, સંજય રાઉતે કહ્યું આ ઢોંગ છે! | Saugat-E-Modi

આ પણ વાંચોઃ Rajkot: ન્યારી ડેમ પાસે અકસ્માતનો ભોગ બનેલા યુવકનું મોત, શું થયા આક્ષેપ?

Related Posts

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના