Mahisagar: નાયબ મામલદારે અડધા દિવસમાં અનુ. જનજાતિના 357 દાખલા કાઢ્યા, ગુજરાતમાં 2 હજારથી વધુ બોગસ દાખલા!

Mahisagar Fack ST Caste Certificate: ગુજરાતમાં વારંવાર ભ્રષ્ટાચાર કરતાં ઝડપાઈ રહ્યા છે. જેનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે. સાચા અને જરુરિયાતમંદ લોકોને લાભ મળતો નથી.  નેતાઓ અને અધિકારીઓની મિલીભગતી વારંવાર સામાન્ય નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

ત્યારે મહીસાગર જીલ્લાના કડાણા મામલતદાર કચેરીમાંથી મોટો ગોરખ ધંધો બહાર આવ્યો છે. અહીં ફરજ બજાવતા નાયબ મામલતદારે મામલતદારનો ચાર્જ ન હોવા છતાં અડધા દિવસમાં જ 357 અનુસૂચિત જનજાતિ( ST) ના દાખલા કાઢી આપ્યા હોવાનો ખૂલાસો થતાં જ નાયબ મામલતદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરી તાત્કાલીક  સસ્પેન્ડ કરાયા છે. સાથે જ તેમને કાઢેલા જાતિના દાખલાઓ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઇ હતી.

મહીસાગર જિલ્લાના કડાણા મામલતદાર કચેરી ફરજ બજાવતા નાયબ મામલતદાર જે. જે. પંડ્યા એ વર્ષ 2023માં પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી 357 આદિવાસી દાખલા ઇસ્યૂ કર્યા હોવાની વિગતો સામે આવી હતી. નાયબ મામલતદાર જે.જે. પડ્યાએ મામલતદાર રજા પર ગયા ત્યારે આ કૃત્ય આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જે તપાસ બાબતે જે. જે. પંડયાને ચાર્જશીટ આપવામાં આવી હતી. તે અંગે જે ખૂલાસો રજૂ કર્યો હતો. તે ગ્રાહય ન રાખી તેની વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરાઈ હતી. આ ખાતાકીય તપાસ અધિકારી તરીકે બાલાસીનોર પ્રાન્ત અધિકારી તથા સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટરની તેમજ રજૂઆત અધિકારી તરીકે કડાણા મામલતદારની નિમણૂંક કરવામાં આવી હતી.

357 જાતિ દાખલા રદ કરવાની પ્રક્રિયા!

મહીસાગરના એડિશનલ રેસિડેન્ટ કલેક્ટર સી.વી. લટાએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર દ્વારા નાયબ મામલતદાર જે.જે.પંડ્યાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. હવે આગળની કાયદેસરની કાર્યવાહી કડાણા મામલતદાર હાથ ધરશે. આ સાથે જ જે.જે.પંડ્યાએ ઈસ્યૂ કરેલા તમામ 357 જાતિ દાખલા રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સવાલો એ થયા રહ્યા છે કે ભ્રષ્ટ નાયબ મામલદાર જે.જે. પડ્યા કોને ફાયદો કરાવી રહ્યા હતા. તે હજુ સુધી સામે આવ્યું નથી. તેમણે કાઢી આપેલા સર્ટીફિકેટનો કેટલો દુર્પયોગ થયો હશે?, 357 ખોટા જાતિના દાખલા લઈ જનારા કોણ છે?, આ તમામ સવાલોના જવાબ અકબંધ છે.

600 થી વધુ દાખલાઓ ઇસ્યૂ કરવામાં આવ્યા!

બીજી બાજુ નાયબ મામલદારનું કૌભાંડ  બહાર લાવનાર અને આદિવાસી સમાજના આગેવાન કેતનભાઈ બાંભણિયાએ કહ્યું કે અમોને એવી માહિતી મળેલી હતી કે એક જ દિવસમાં 600 જેટલા બોગસ અનુસૂચિત જન દાખલાઓ કાઢવામાં આવ્યા છે. તેથી અમોએ આ મામલે માહિતી માંગેલ હતી. અમોને માહિતી આપવામાં આવી અને ત્યારબાદ અમોએ એ માહિતી તંત્રને જાણ સાથે અરજી પણ કરેલી કે આ મામલે તત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. મારા ધ્યાને 600 થી વધુ દાખલાઓ ઇસ્યૂ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ તંત્ર 357 દાખલાઓ વાત કરે છે. બાકીના દાખલાની શું સ્થિતિ છે તે બાબતે તંત્રએ ખુલાસો કરવો જોઈએ.

ગુજરાતમાં 2 લાખથી વધુ બોગસ અનુસૂચિત જનજાતિના દાખલા  

સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાતના પ્રમુખ ડૉ. પ્રદીપભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 2 લાખથી વધુ બોગસ અનુસૂચિત જનજાતિના દાખલા આપવામાં આવ્યા છે. 56 હજાર દાખલાઓ RCB ને જ આપવામાં આવ્યા છે. રાજ્યમાં હજારો લોકોએ આવા બોગસ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોને આધારે નોકરીઓ મેળવી, અનુસૂચિત જનજાતિની રિઝર્વ સીટો પર એડમિશનો લઈને આદિવાસી સમાજના બંધારણીય હકને છીનવવાનું કામ કર્યું છે. રાજકીય અનામત, શૈક્ષણિક અનામત અને નોકરીમાં અનામત એમ કરીને 3 પ્રકારે આમ થવાથી આદિવાસી સમાજનું નુકસાન થયું છે અને ખરા હકદારો રહી ગયા છે. આ માટે સરકારને હું સૂચન કરું છું આવા બોગસ પ્રમાણપત્રો ધરાવતા કોઈ પણ હોય તેની સામે કાર્યવાહી કરે અને આજે જે કાર્યવાહી કરવામાં આવી છે તે બિરદાવવા લાયક છે.

આ પણ વાંચો:

ભારતના મિત્ર ગણાતો રશિયા અને પાકિસ્તાન સાથે કામ કરશે, થયા કરાર

શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress

‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE

રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft

અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો, BLA નો દાવો | Afghanistan | Pakistan | attack

Sabarkantha: તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા

‘કાજોલ દિકરી માટે રાક્ષસ સામે લડી’, Maa ફિલ્મનું ટ્રેલર રિલીઝ, શું છે કહાની?

Surat: મનપાની કચરા ગાડીએ બાળકને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત, બહેનોનો બચાવ

Prayagraj: રોજગાર મેળવવા યુવાનોનો રાત્રે જોરદાર વિરોધ, ભાજપા સરકાર સામે આક્રોશ

ડીંગુચા પરિવાર મોત મામલો: US કોર્ટે એક ગુજરાતી માસ્ટરમાઈન્ડને 10 વર્ષની સજા ફટકારી

‘ટ્રમ્પને ટેરિફમાં ફેરફારો કરવાનો કોઈ હક નથી’, US કોર્ટની લાલ આંખ

રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather

ટ્રમ્પથી એલન મસ્કે મોં મચકોડ્યું, સંબંધોમાં કેમ પડી તિરાડ? | America

Ahmedabad: હવે બાપુનગરમાં દબાણો હટાવવાનું કામ ચાલુ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ઢીંડસાનું નિધન | Sukhdev Singh Dhindsa

MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે

Related Posts

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

Continue reading
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 9 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 4 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 8 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 13 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 25 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 10 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત