Mahisagar: દિકરાએ પિતા પર બોલેરો કાર ચઢાવી મારી નાખ્યા, શું હતી રીસ?

Murder of retired policeman in Mahisagar: મહિસાગર જીલ્લાના ખાનપુર તાલુકામાં કાળજું કંપાવી નાખાતો કિસ્સો બન્યો છે. અહીં એક દિકરાએ જ પોતાના પિતા પર કાર ચઢાવી યમરાજ પાસે મોકલી દીધા છે. હાલ હત્યારા પુત્રની પોલીસે ધરપકડ કરી છે. જાણવા મળ્યું છે કે પારિવારિક ઝઘડામાં પુત્રએ પિતાની હત્યા કરી નાખી છે.

મળતી જાણકારી અનુસાર મહીસાગર(Mahisagar) જિલ્લાના ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગામમાં પારિવારિક ઝઘડાએ  કરુણ સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલે(23 મે, 2025)  રાત્રએ પરિવારમાં ઝઘડો થયો હતો. જે આજે સવાર સુધી ચાલ્યો હતો. આજે સવારે પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થતાં પુત્રએ પોતાના પિતાને બોલેરો ગાડી ચડાવીને મોતના મુખમાં ધકેલી દીધા છે. સોમાભાઈના મૃતદેહને બાકોર સરકારી દવાખાનાના પી.એમ. રૂમમાં પોસ્ટમોર્ટમ માટે મુકવામાં આવ્યો છે.

મૃતક સોમાભાઈ સરદારભાઈ માલીવાડ(ઉ.વ. 63) અમદાવાદ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા પોલીસકર્મી હતા. ઘટના તેમના ઘર આગળ બની હતી. પુત્ર અચાનક ઉશ્કેરાઈ ગયો અને ઘરની બહાર પાર્ક કરેલી બોલેરો( GJ-02-BH-3684) કાર પિતા પર ચડાવી દીધી હતી. હત્યારા પુત્ર  બાબુભાઈ સોમાભાઈ માલીવાડ(ઉ.વ. 27)ની બાકોર પોલીસે ધરપડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કઈ બાબતને લઈ થયો હતો ઝઘડો

મૃતકના પત્ની ફરિયાદી સાંકળીબેન સોમાભાઈ માલીવાડના જણાવ્યા અનુસાર, તેમના પતિ સોમાભાઈ સરદારભાઈ માલીવાડ (ઉ.વ. 63) સાથે ગત તા. 22/05/2025ના રોજ રાત્રે ગ્રહશાંતિ પ્રસંગે જવા બાબતે પારિવારીક ઝઘડો થયો હતો. જે ઝઘડો આજ સવાર સુધી ચાલ્યો હતો. જેમાં પિતાપુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઝપાઝડપી થઈ હતી. જે બાદ પિતા સોમાભાઈ ઘરથી થોડે દૂર જતા રહ્યા હતા. જો કે પુત્ર બાબુએ આજે તને છોડીશ નહીં તેમ કહી પિતા બોલેરો ગાડી ચઢાવી દીધી  હતી. જેમાં પિતાને સારવાર મળે તે પહેલા જ મોત થઈ ગયું છે.

પરિવારમાં થયેલો ઝઘડો હત્યામાં ફેરવાઈ જતાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. પુત્ર સામે જ ફરિયાદ નોંધાવવાનો વારો આવ્યો છે. હાલ પોલીસે આરોપીની પુત્રની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો:

Himmatnagar: 8 વર્ષથી ગોકળગાયે બનતાં બ્રિજનું કામ કોણે ઝડપી પૂર્ણ કરાવ્યું?

Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સનું લીસ્ટ અપડેટ, અંબાણી-અદાણી કયા સ્થાન પર? મસ્કની શું સ્થિતિ? | Bloomberg

પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA

Urbanization: ગુજરાતમાં શહેરીકરણ, હવે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોનું રાજકીય મહત્વ નથી

ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

Gujarat: મંદીનો માર સહન કરતાં રત્નકલાકારોને અર્થિક સહાય કરવા સરકાર તૈયાર!

UP: ઉત્તર પ્રદેશમાં વરસાદનો કહેર, 60 લોકોએ જીવ ગુમાવ્યા, જીવન અસ્તવ્યસ્ત

Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Related Posts

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

Continue reading
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 1 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 4 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 9 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 22 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 7 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ