
Smartphone Ban: દુનિયાભરમાં બાળકો હિંસક બની રહયા છે અને વધુ પડતા સ્માર્ટફોનને લઈ બાળકોનું વર્તન દિવસે દિવસે ખતરનાક થઈ રહ્યું છે ત્યારે બાળકોને સ્માર્ટફોનના વપરાશ પર પ્રતિબંધ લગાવવા મલેશિયા સરકાર એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. સરકારનુ માનવુ છે કે શાળામાં વિદ્યાર્થીઓમાં હિંસક વર્તન માટે જવાબદાર પરિબળ હોયતો તે સ્માર્ટફોન છે.
મલેશિયા સરકાર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. ચાલો જાણીએ સંપૂર્ણ મામલો શુ છે.
મલેશિયાની સરકાર સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના ઉપયોગ અંગે એક મોટો નિર્ણય લેવાનું વિચારી રહી છે. તે 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા એક્સેસ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. શાળાઓમાં હિંસક ગુનાઓ અને ગુંડાગીરીના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને મલેશિયાની સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે જણાવ્યું હતું કે કેબિનેટે શાળા સુરક્ષા સુધારવા માટે ત્રણ તાત્કાલિક પગલાં સૂચવ્યા છે, જેમાંથી એક સ્માર્ટફોન પર પ્રતિબંધ છે. સરકાર સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન પર પ્રતિબંધ તરફ આગળ વધી રહી છે.
વડાપ્રધાને ઉમર્યું કે અમે જોયું છે કે સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમ્સ લોકોના વર્તનને પ્રભાવિત કરી શકે છે. ક્યારેક તેઓ ગુનાહિત પ્રવૃત્તિને પણ ઉશ્કેરી શકે છે. તેથી જ અમે 16 વર્ષ અને તેથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવશે.
“આ દરખાસ્ત હજુ પણ વિચારણા હેઠળ છે, પરંતુ ઘણા દેશોએ પહેલાથી જ નિયમો લાગુ કરી દીધા છે.” મલેશિયામાં યુવાનોમાં વધતી જતી ઓનલાઈન હિંસા, સાયબર ધમકીઓ અને નકારાત્મક સોશિયલ મીડિયા પ્રભાવ અંગે ચિંતા વધી છે.
વધુમાં મલેશિયાની સરકાર સગીર બાળકોને ઓળખવા અને તેમને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવાથી રોકવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર eKYC લાગુ કરવા માંગે છે. સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો બાળકોના વર્તન પર પ્રભાવ મલેશિયામાં એક મુખ્ય ચિંતાનો મુદ્દો બની ગયો છે.
અહેવાલો સૂચવે છે કે મલેશિયાના લોકો મોટી સંખ્યામાં બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગને પ્રતિબંધિત કરવા માંગે છે. જોકે, સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવા અંગે મંતવ્યો વિભાજિત છે. ઇપ્સોસ મલેશિયા એજ્યુકેશન મોનિટર 2025 સર્વે મુજબ, 10 માંથી 7 મલેશિયનો 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગને પ્રતિબંધિત કરવાનું સમર્થન કરે છે.
સોશિયલ મીડિયા બાળકોના શિક્ષણ પર પણ અસર કરી રહ્યું છે અને તેના પર નિયંત્રણ મૂકવું જોઈએ તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો:









