સિંદૂર સ્ટંટ ફ્લોપ, ભાજપા નેતાઓનો ડાન્સ ટોપ, જયશંકરની વિદેશી નીતિનો પર્દાફાશ! | Mayur Jani | Sindoor

Sindoor: ભારતના રાજકીય રંગમંચ પર નવા-નવા ડ્રામા રોજે રોજ જોવા મળી રહ્યા છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ચાલેલો “સિંદૂર વહેંચવાનો કાર્યક્રમ” અને ભાજપાની અશ્લીલતા એટલી હાસ્યાસ્પદ નાટક બની ગયું કે સોશિયલ મીડિયાથી લઈને ચોકની ચર્ચાઓ સુધી ગુંજી ઉઠી છે.

સિંદૂરનો સોદો: એક નિષ્ફળ PR સ્ટંટ

ભાજપાના “ઘર-ઘર સિંદૂર” અભિયાનનો વિચાર એટલો વિચિત્ર હતો કે લોકોની ભવાં ઊંચી થઈ ગઈ. વડાપ્રધાન મોદીના નામે શરૂ થયેલો આ કાર્યક્રમ મહિલા મતદારોને આકર્ષવાનો એક હાસ્યાસ્પદ પ્રયાસ હતો. વિચાર એવો હતો કે સિંદૂર વહેંચીને મહિલાઓના દિલ જીતી લેવાય. પરંતુ આ યોજના એટલી બધી ઉતાવળમાં બની હશે કે ભાજપાના નેતાઓ ભૂલી ગયા કે સિંદૂર એ માત્ર રંગ નથી, એ સંસ્કૃતિ, પરંપરા અને લાગણીઓનું પ્રતીક છે. લોકોનો રોષ જોઈને આખરે 9 જૂનનો કાર્યક્રમ રદ કરવો પડ્યો.

ભાજપાના નેતાઓ બળાત્કાર, હત્યા, અશ્લીલતા કરવા પર ઉતરી આવ્યા છે. છતાં મોદી હત્યાઓના આરોપીઓ સાથે હાથ મિલાવી રહ્યા છે.

70 વર્ષિય ભાજપા નેતા બબનસિંહે એક મહિલા ડાન્સર સાથે અશ્લિલ ડાન્સ કર્યો. તેના અંગોને દબાવ્યા. અને પછી જાણે કંઈ કર્યું જ નથી. તેવું કરવા લાગી ગયા હતા. ભાજપાના બીજા એક નેતા મનોહર ધાકડ પકડાઈ ગયા હતા. જેમણે હાઈવે પર જ મહિલા સાથે રંગરેલિયા કરી હતી. આ સિવાય પણ ઘણા ભાજપા નેતાઓ રેપ સહિત મર્ડરના કેસમાં ફસાયેલા છે. તેમ છતાં પક્ષ દ્વારા કડક કાર્યવાહી થતી નથી.

ઉલ્લેખની છે ખુદ મોદી જ હત્યાના આરોપીઓને મળી રહ્યા છે. હાલમાં જ મોદી યુપીના કાનપુરમાં ત્રણ અપરાધીઓને મળ્યા હતા. જેથી તેમની ભારે ટીકા થઈ છે.

વિદેશ મંત્રી એસ.જયશંકર નબળા સાબિત થઈ રહ્યા છે. જયશંકર વિદેશી મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ભારતનું પક્ષ મજબૂત રીતે રજૂ ન કરી શક્યા, ખાસ કરીને “ઓપરેશન સિંદૂર” જેવા મુદ્દાઓ પર અને અમેરિકા સાથેના સવાલોમાં તેમની પ્રતિક્રિયા નબળી રહી.

આ ઘટના એક બાબત સ્પષ્ટ કરે છે કે રાજકારણમાં લોકોની લાગણીઓને સમજવી એટલી જ જરૂરી છે જેટલું વિકાસનું વચન આપવું. સિંદૂર જેવા સાંસ્કૃતિક પ્રતીકને રાજકીય સ્ટંટમાં ફેરવવું એ ભાજપીની મોટી ભૂલ હતી. લોકોની ટીકા અને હાસ્યનો ભોગ બન્યા બાદ ભાજપાએ સિંદૂર વહેચવાનનો કાર્યક્રમ રદ કર્યો, પરંતુ આ ઘટના રાજકીય ઈતિહાસમાં એક હાસ્યાસ્પદ અધ્યાય તરીકે યાદ રહેશે.

આ જ મુદ્દે રમૂજમાં ચર્ચા જુઓ વીડિયોમાં

 

 

આ પણ વાંચો:

Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો

RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્ર શરૂ કરાશે | Gandhinagar

વિસાવદ અને કડીમાં ત્રિપાંખિયો જંગ, કોણ ફાવશે? | Elections

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump

Surat: 21 વર્ષીય યુવકનું સોલાર પેનલ લગાવતી વખતે 15મા માળેથી પટકાતાં મોત

પાકિસ્તાનની જેલમાંથી 200થી વધુ કેદીઓ ફરાર, કુદરતે આપ્યો મોકો! | Pakistan

Amreli: દિલીપ સંઘાણીએ કરી પાછી પાની, SP ને ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં, જાણો સમગ્ર મામલો

શું ખરેખર Jignesh Mevani ને કોંગ્રેસ છોડવા મજબૂર કરાઈ રહ્યા છે?, જાણો

Delhi: છોકરીએ મિત્રતા તોડતાં છરીથી રહેંસી નાખી, પેટ્રોલ છાંટી બાળવાનો પ્રયાસ

Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ

 

Related Posts

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો
  • October 27, 2025

Chhath Puja in Delhi: આમ આદમી પાર્ટી(AAP) એ દિલ્હીમાં છઠ પૂજાને લઈને મોદી સરકારની પોલ ખોલી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે વાસુદેવ ઘાટ પર “ફિલ્ટર કરેલા પાણી” થી “કૃત્રિમ…

Continue reading
MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

  • October 28, 2025
  • 6 views
Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

  • October 28, 2025
  • 7 views
AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

  • October 28, 2025
  • 13 views
Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

SIR process: SIR પ્રક્રિયાને વિપક્ષ તરફી કરોડો મતદારોના નામ ગાયબ કરી દેવાનું “ભાજપનું મહા અભિયાન” ગણાવતું વિપક્ષ!જાણો કેમ?

  • October 28, 2025
  • 6 views
SIR process: SIR પ્રક્રિયાને વિપક્ષ તરફી કરોડો મતદારોના નામ ગાયબ કરી દેવાનું “ભાજપનું મહા અભિયાન” ગણાવતું વિપક્ષ!જાણો કેમ?

Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!

  • October 28, 2025
  • 9 views
Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 13 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…