Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • Gujarat
  • April 29, 2025
  • 4 Comments

Pakistani Hindus In Mehsana: પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં વસતાં વિદેશી શરણાર્થીઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. પાકિસ્તાનનથી આવેલા મુસ્લીમ, હિંદુઓને પાછા પોતાના દેશ જતાં રહેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જોકે પાકિસ્તાની હિંદુઓ મહેસાણામાં ઘણા સમયથી વસવાટ કરતાં હોવાથી તે પાકિસ્તાન પાછા જવા માગતાં નથી. જોકે તંત્ર તેમના ઘરો ખાલી કરાવી રહ્યું છે. પાકિસ્તાની લોકોનું કહેવું છે કે અમે પાકિસ્તાનથી માંડ માંડ આવ્યા છીએ. અમે મજૂરી કરી માંડ જીવીએ છીએ. પાકિસ્તાનમાં ખૂબ આતનાઓ ભોગવવી પડી રહી છે.

26થી વધુ લોકોના જીવ ગયા બાદ સરકારની કાર્યવાહી

પહેલાગામમાં 26થી વધુ લોકોના જીવ ગયા બાદ ભારતમાં રહેતાં પાકિસ્તાની નાગરિકો સામે ગાળિયો કસ્યો છે. 26 લોકોના જીવ ગયા બાદ કેન્દ્ર સરકારે સુરક્ષામાં ચૂક થયાનું સ્વીકારી પાકિસ્તાન પર કેટલાંક પ્રતિબંધો લાદી છે. જેમાં સિંધુ જળ સંધિ સ્થગિત, પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા આદેશ સહિતના પગલાં ભર્યા છે. ભારતની કેન્દ્ર સરકારે 1 મે સુધી પાકિસ્તાનીઓને ભારતમાંથી નીકળી જવા કહ્યું છે. જેથી ભારતમાં  વર્ષોથી રહેતાં પાકિસ્તાની નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે.  તેઓ કહી રહ્યા છે કે ભલે અમને ગોળી મારી દેવામાં આવે પણ અમે પાકિસ્તાન નહીં જઈએ. મહેસાણા સહિત કુકસ અને લાખવડમાં રહેતાં પાકિસ્તાની હિંદુ ખતરામાં મૂકાયા છે.

મહેસાણાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા પાકિસ્તાની હિન્દુ પરિવારના રામસિંહ ઠાકોરે જણાવ્યું કે, અમે પાકિસ્તાનમાં ઘણાં વર્ષો ત્રાસ સહન કર્યા બાદમાં 2018માં પરિવાર સાથે ભારતમાં આવ્યા છીએ. મારી દીકરી 2024માં આવી છે. અમારા પરિવારના 26 સભ્યો અહીં રહે છે. પાકિસ્તાનની પરિસ્થિતિ પહેલાં કરતાં ખરાબ છે, અહીંયાં પરિસ્થિતિ સારી છે. અમે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવીએ છીએ. તેમને બાળકોના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે.

મહેસાણામાં 1039 હિન્દુ અને 12 મુસ્લિમ શરણાર્થી

અમદાવાદ બાદ મહેસાણામાં સૌથી વધુ પાકિસ્તાની હિન્દુઓ રહે છે. મહેસાણા જિલ્લામાં લોંગ ટર્મ વિઝા પર 6 મુસ્લિમ અને 790 હિન્દુ શરણાર્થી રહે છે. જ્યારે શોર્ટ ટર્મ વિઝા પર 6 મુસ્લિમ અને 249 હિન્દુ શરણાર્થી મળી કુલ 1051 શરણાર્થી રહે છે. પહેલી માર્ચ પછી શોર્ટ ટર્મ વિઝા પર આવેલા 249 લોકો કુકસ અને લાખવડમાં રહે છે. તેમના 45 દિવસના વિઝા પૂરા થયા છે. હવે વિઝા રિન્યૂ થાય કે નહીં તે પ્રશ્ન ઉભો થયો છે.

આ પણ વાંચોઃ

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif

Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા

Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો

Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો

Related Posts

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 18 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 20 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 28 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના