
Mehul Choksi: બેલ્જિયમની એક અદાલતે ભારતની વિનંતીના આધારે ભાગેડુ મેહુલ ચોકસીની ધરપકડને માન્ય રાખીને પ્રત્યાપણનો આદેશ જારી કર્યો હતો. આ નિર્ણય ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બેલ્જિયમની એક કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. ચોક્સી અને તેનો ભત્રીજો નીરવ મોદી બંને પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના સંબંધમાં ભારતમાં વોન્ટેડ છે.
ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત લવાશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોર્ટે ભારતની પ્રત્યાર્પણ વિનંતીને માન્ય રાખતો પ્રાથમિક આદેશ જારી કર્યો છે.બેલ્જિયમના એન્ટવર્પની એક કોર્ટે ભારતની વિનંતીના આધારે તેની ધરપકડને માન્ય રાખતા આ આદેશ આપ્યો છે.આ નિર્ણયને ચોક્સીને પરત લાવવાના ભારતના પ્રયાસો તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
તાત્કાલિક ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે નહીં
જોકે, અધિકારીઓના મતે, ચોક્સી પાસે હજુ પણ ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો વિકલ્પ છે. “આનો અર્થ એ છે કે તેને તાત્કાલિક ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે નહીં, પરંતુ પ્રક્રિયાનો પહેલો અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો પસાર થઈ ગયો છે,” એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
સીબીઆઈની પ્રત્યાર્પણ વિનંતી પર ૧૧ એપ્રિલના રોજ એન્ટવર્પ પોલીસે ૬૫ વર્ષીય મેહુલ ચોક્સીની ધરપકડ કરી હતી. તે છેલ્લા ચાર મહિનાથી બેલ્જિયમની જેલમાં છે. ચોક્સીએ અનેક કોર્ટમાં જામીન અરજીઓ દાખલ કરી છે, પરંતુ દરેક વખતે તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી છે.
ભારતે એન્ટવર્પ કોર્ટમાં મેહુલ ચોક્સી વિરુદ્ધ મજબૂત પુરાવા અને કાનૂની દલીલો રજૂ કરી, જેમાં તેને ₹13,850 કરોડના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે નામ આપવામાં આવ્યુ હતું. CBI એ કોર્ટને જણાવ્યું કે ચોક્સીએ PNB અધિકારીઓ સાથે મળીને નકલી લેટર ઓફ અંડરટેકિંગ (LoU) જારી કરીને કોઈપણ સુરક્ષા વિના વિદેશી બેંકો પાસેથી લોન મેળવી. આ પૈસા પાછળથી શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને મની લોન્ડરિંગ કરવામાં આવ્યુ હતું.
ભારતે ચોક્સી પર છેતરપિંડી, ગુનાહિત કાવતરું, પુરાવાનો નાશ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 120B, 201, 409, 420, 477A અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 13 હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ








