MGNREGA Scam: કોંગ્રેસ નેતા હીરા જોટવા બાદ પૂત્રની ધરપકડ, શું હવે અમિત ચાવડા કંઈ બોલશે?

MGNREGA Scam: દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં પણ આ પ્રકારનું જ કૌભાંડ સામે આવ્યું છે. મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓએ આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાનાં 56 ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલાં 430 કામમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ભરૂચ LCBએ તપાસ તેજ કરી છે. આ મામલે પોલીસે ગઈકાલે કોંગ્રેસના નેતા હીરા જોટવાની ધરપકડ કરી હતી ત્યારે આજે હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન હીરા જોટવાના નાણાકીય વ્યવહારોમાં મોટા ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે. અને અનેક અધિકારીઓના નામ સામે આવવાની શક્યતા છે.

દિગ્વિજય જોટવા બે દિવસ પહેલા જ સરપંચ તરીકે ચૂંટાયા

મહત્વનુ છેકે, દિગ્વિજય જોટવા તાજેતરમાં જ સુપાસી ગ્રામ પંચાયતથી ચૂંટણી લડીને સરપંચ બન્યા હતા અને તેમણે તેની ઉજવણી પણ કરી હતી ત્યારે સરપંચ બન્યાના બે દિવસ બાદ તેમની ધરપકડ થતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

ચૈતર વસાવાએ CBI તપાસની માંગ કરી

. આ કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓના નામ સામે આવતાં આમ આદમી પાર્ટીએ આકરી ટીકા કરી છે.  આ કૌભાંડમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ CBI તપાસની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે કૌભાંડમાંથી એકઠા થયેલા નાણાં હવાલા મારફતે લંડન મોકલાયા અને ત્યાં મોટું રોકાણ કરવામાં આવ્યું. વસાવાએ દાવો કર્યો કે હીરા જોટવા આ રકમ લઈને લંડન ભાગવાની યોજના બનાવી રહ્યા હતા. હાલમાં, કોંગ્રેસ નેતા હીરા જોટવા અને ઓપરેટર રાજેશ ટેલર 6 દિવસના રિમાન્ડ પર છે, જ્યારે હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ ગઈકાલે કરવામાં આવી હતી ચૈતર વસાવાએ જણાવ્યું કે, “મેં અગાઉ કહ્યું હતું કે આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ કોંગ્રેસ નેતા હીરા જોટવા છે, જે સાચું પડ્યું.” તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ મળીને પંચાયતો પાસેથી કામો લઈ, પોતાની એજન્સીઓને ફાળવ્યા અને બોગસ બિલો બનાવીને રોયલ્ટી અને GST વિના કરોડો રૂપિયા ઉચાપત કર્યા.

વસાવાએ વધુમાં કહ્યું કે, “પાંચ વર્ષમાં આ એજન્સીઓમાં 2500 કરોડ રૂપિયા જમા થયા છે. હીરા જોટવાએ આ નાણાં સ્થાનિક નેતાઓ, અધિકારીઓ અને કેટલીક પાર્ટીઓને ફંડ તરીકે આપ્યા. હવાલા દ્વારા કરોડો રૂપિયા તેમના પુત્ર મારફતે લંડન મોકલાયા.” તેમણે સરકારને CBI, ED અને GST વિભાગ દ્વારા વિગતવાર તપાસની માંગ કરી છે.

શું હવે અમિત ચાવડા કંઈ બોલશે?

 મહત્વનું છેકે, દાહોદમાં જે મનરેગા કૌભાંડ સામે આવ્યું ત્યારે તેમાં એવુ પણ સામે આવ્યું હતુ કે, આ કૌભાંડ 2016 થી સામે આવ્યું ત્યારે કોંગ્રેસે અને સામાજિકકાર્યકરોએ ફરિયાદ કરી હતી પરંતું પછીથી મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ આપેલ અરજીઓ કોંગ્રેસે પાછી ખેંચી લીધી હતી. જો મનરેગાનું કૌભાંડ તે વખતે કોંગ્રેસે ના દબાવ્યું હોત તો આટલું મોટુ કૈભાંડ ન થયું હોત.

 મનરેગા કૌભાંડ હેઠળ ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસ નેતાઓ પણ ગરીબોના હકનું ખાઈ ગયા છે જ્યારે દાહોદમાં મનરેગા કૌભાંડમાં ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી બહાર આવી ત્યારે અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ વિરોધ કરવા ખુલીને બહાર આવ્યા હતા ત્યારે હવે કોંગ્રેસના જ દિગ્ગજ નેતાનું આ કૌભાંડમાં નામ સામે આવ્યું છે ત્યારે શું કોંગ્રેસ નેતાઓ આ મામલે કંઈ બોલશે ખરા? જ્યારે કોઈ કૌભાંડ થાય ત્યારે એકબીજા પર કીચડ ઉછાળવામાં આવે છે પરંતું જ્યારે પોતાની પાર્ટીના નેતાનું કૌભાંડમાં નામ સામે આવે ત્યારે નેતાઓ ચુપ થઈ જતા હોય છે.

આ પણ વાંચો:

Shefali Jariwala Passed Away: કાંટા લગા ફેમ’ શેફાલી જરીવાલાનું નિધન, 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું

Punjab માં ગેંગ વોર, ગેંગસ્ટર જગ્ગુની માતા અને ASI ના પુત્રની હત્યા

CM Mohan Yadav: મુખ્યમંત્રી પણ પેટ્રોલ પંપ પર છેતરાયા , 19 ગાડીઓમાં ડીઝલની જગ્યાએ પાણી

Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આજે આ જિલ્લામાં ભુક્કા કાઢશે

Ahmedabad: રથયાત્રામાં ગજરાજ થયા બેકાબૂ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Ahmedabad: પ્લેન ક્રેશને પગલે સાદગીથી નિકળનારી રથયાત્રામાં ‘સિંદૂરીયો ઉત્સાહ’!

Ahmedabad: 148મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય શુભારંભ, પહેલીવાર ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઓફ ઓનર

  • Related Posts

    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!
    • December 15, 2025

    Rape of a child: સૌરાષ્ટ્રમાં બોટાદ પંથકમાં એક 70 વર્ષના ભાભાએ 14 વર્ષની બાળા ઉપર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી અને તેણે બાળકને જન્મ આપ્યાની ઘૃણાસ્પદ ઘટના બાદ હવે ભાવનગરમાં…

    Continue reading
    FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!
    • December 15, 2025

    ●ક્લાર્ક- પટ્ટાવાળાની ભરતી મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવાનો શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં લેવાયો નિર્ણય ●રાજ્ય શાળા સંચાલક મહામંડળ વિનંતી કરીને થાકયું! હવે સરકાર સામે આરપાર લડી લેવાના મૂડમાં. FRC and…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

    • December 15, 2025
    • 10 views
    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

    FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

    • December 15, 2025
    • 11 views
    FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

    Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

    • December 15, 2025
    • 8 views
    Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

    Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

    • December 15, 2025
    • 15 views
    Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

    MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

    • December 14, 2025
    • 22 views
    MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

    Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

    • December 14, 2025
    • 22 views
    Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત