
Mehsana News: કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી(Karshan Solanki)નું દુઃખદ અવસાન થયું છે. કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી કેન્સરની બિમારીમાં સપાડાયા હતા. ત્યારે જીંદગી સામેની જંગ હારી ગયા છે. ગઈ રાત્રે તેમનું અવસાન(passed away) થયું છે. આજે 11 વાગ્યે તેમની અંતિમયાત્રા નિકળી હતી. કરશનભાઈ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા.
કરશનભાઈના અવસાનથી પરિવાર સહિત રાજકારણમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના અવસાનના સમાચાર મળતાં જ CM ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, નીતિન પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.
કરશનભાઈ હંમેશા એસટી બસનો ઉપગોય કરતાં હતા
કરશન સોલંકી કડીથી ભાજપના ધારાસભ્ય હતા. છેલ્લા 2 ટર્મ કડી વિધાનસભા બેઠક પરથી જીતતા આવતા હતા. કરશન સોલંકી પોતાના વિસ્તારમાં કાકાના હુલામણા નામથી જાણીતા થયા હતા. તેઓએ એક પણ દિવસ સરકારી ગાડીનો ઉપયોગ કર્યો નથી. તેમની પાસે પોતાની માલિકીની એક પણ ગાડી પણ નથી. તેઓ એસટી બસનો જ ઉપયોગ કરતાં હતા.
સાંસદ હરિભાઈ પટેલે દુઃખ વ્યક્ત કર્યું, જુઓ શું કહ્યું
રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે પણ દુઃખ વ્યક્ત કર્યું
આ પણ વાંચોઃ Kodinar Election: ફોર્મ ચકાસણી વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે તું તું મેં મેં, જુઓ વિડિયો