
India on the list of Repressive Countries: બ્રિટિશ સંસદીય સમિતિએ એક અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક વિદેશી સરકારો બ્રિટનમાં રહેતા લોકોને ડરાવવા અને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. સમિતિએ આ અહેવાલ સાથે પુરાવા પણ રજૂ કર્યા છે. જેથી તેણે ભારત સહિત ઘણા દેશોને દમનકારીની યાદીમાં મૂક્યા છે. ઉલ્લેખનીય છે કે મોદી તાજેતરમાં જ બ્રિટનની મુલાકાત લઈ આવ્યા છે. મુલાકાતાના ગણતરીના દિવસોમાં જ બ્રિટને ભારતને દમનકારી યાદીમાં મૂકી દીધું છે. જેનાથી મોદીની વિદેશનીતી પર સવલો થયા છે.
બ્રિટન દ્વારા જાહેર કયેલા રિપોર્ટનું નામ ટ્રાન્સનેશનલ રિપ્રેશન ઇન ધ યુકે. રિપોર્ટમાં બ્રિટનમાં વિદેશી સરકારોની પ્રવૃત્તિઓને માનવ અધિકારો માટે ખતરનાક ગણાવવામાં આવી છે. આ અંગે બ્રિટિશ સરકાર પાસેથી કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. આ સંસદીય સમિતિમાં બ્રિટનના ઘણા પક્ષોના સાંસદો છે અને આ સમિતિ બ્રિટનમાં માનવ અધિકારો સંબંધિત બાબતોની તપાસ કરે છે. સમિતિએ તેના અહેવાલમાં દાવો કર્યો છે કે તેને વિશ્વસનીય પુરાવા મળ્યા છે કે ઘણા દેશો યુકેની ધરતી પર આવી દમનકારી પ્રવૃત્તિઓમાં સામેલ છે, જેની લોકો પર ગંભીર અસર પડી છે. આનાથી લોકોમાં ભય વધી રહ્યો છે, તેમની વાણી અને હિલચાલની સ્વતંત્રતા ઘટી રહી છે.
યાદીમાં 12 દેશો કયા?
After US, UK also gave jolt added India in list of 12 internationally oppressive countries transnational repression US के बाद UK ने भी दिया झटका, ‘अंतरराष्ट्रीय दमनकारी’ 12 देशों की लिस्ट में जोड़ा भारत का भी नाम, India News in Hindi – Hindustan https://t.co/pwVDuBsUtN
— Raju Parulekar (@rajuparulekar) August 1, 2025
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશની સુરક્ષા એજન્સી ‘MI5’ દ્વારા હાથ ધરવામાં આવતા આવા કેસોની તપાસમાં 2022 થી 48 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “અમારી તપાસમાં એવા પુરાવા મળ્યા છે જે દર્શાવે છે કે ઘણા દેશોએ બ્રિટિશ ભૂમિ પર TNR પ્રવૃત્તિઓ ચલાવી હતી. ઘણા પુરાવાઓમાં બહેરીન, ચીન, ઇજિપ્ત, એરિટ્રિયા, ભારત, ઈરાન, પાકિસ્તાન, રશિયા, રવાન્ડા, સાઉદી અરેબિયા, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાત પર યુકેમાં TNR પ્રવૃત્તિઓ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.”
આ પણ વાંચો:
UP: 3 બાળકોની માતાને 14 વર્ષના છોકરા સાથે પ્રેમ, લઈને ભાગી જતાં મચ્યો હડકંપ, જાણો સમગ્ર ઘટના
અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump