
- કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે “ModiJhootaHai”; PM મોદીએ દિલ્હીની મહિલાઓને કરેલો વાયદો BJPએ તોડ્યો
સોશિયલ મીડિયામાં મોદી જૂઠ્ઠા હૈનો હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યો છે. તો ગઈકાલે ગેટ આઉટ મોદી ટ્રેન્ડ થયું હતું. આમ વર્તમાન સમયમાં પીએમ મોદીના વિરૂદ્ધમાં અલગ-અલગ ટ્રેન્ડ ચલાવામાં આવી રહ્યાં છે. ગઈકાલે દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડૂના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધીના નિવેદન પછી ગેટ આઉટ મોદી ટ્રેન્ડ થયું હતું. તો આજે પીએમ મોદીએ દિલ્હી વિધાનસભામાં દિલ્હીની મહિલાઓને આપેલા વચનને નિભાવી ન શક્યા હોવાના કારણે મોદી જૂઠ્ઠા હૈ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું છે.
આ દરમિયાન પીએમ મોદીના અનેક ભાષણો પણ શેર કરવામાં આવી રહ્યાં છે, જેમાં પીએમ મોદી જણાવી રહ્યાં છે કે, દિલ્હીમાં અમારી સરકાર આવશે તો પ્રથમ કેબિનેટ મીટિંગમાં જ મહિલાઓને 2500 રૂપિયા આપવાની યોજનાને પાસ કરી દેવામાં આવશે. પરંતુ અંતે પીએમ મોદી ખોટા સાબિત થયા છે.
मोदी झूठा है, ये उनकी नवनिर्वाचित मुख्यमंत्री ने ही साफ़ कर दिया‼️#ModiJhootaHai https://t.co/upMgawBCsb pic.twitter.com/AFPrBx6GfG
— AAP (@AamAadmiParty) February 21, 2025
આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ નવી ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ સરકારે પહેલા દિવસથી જ પોતાના વચનો તોડવાનું શરૂ કરી દીધું છે. તેમણે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાની યોજનાનો ઉલ્લેખ કરતી વખતે આ વાત કહી હતી. તેમણે જણાવ્યું કે, ભાજપે દિલ્હીની મહિલાઓને વચન આપ્યું હતું કે પહેલી કેબિનેટ બેઠકમાં દર મહિને 2500 રૂપિયાની યોજનાને પાસ કરવામાં આવશે. આજે દિલ્હીના નવા મુખ્યમંત્રીએ શપથ લીધા. પહેલી કેબિનેટ બેઠક સાંજે સાત વાગ્યે મળી. દિલ્હીની બધી સ્ત્રીઓ રાહ જોઈ રહી હતી.
रेखा गुप्ता जी ने बतौर मुख्यमंत्री पहले ही दिन, प्रधान मंत्री @narendramodi जी की इस गारंटी को झूठा साबित कर दिया…#ModiJhootaHai @gupta_rekha https://t.co/Vl6HagZEm7
— Atishi (@AtishiAAP) February 21, 2025
આ પણ વાંચો-Glass Gem Corn: શું તમે ઇન્દ્રધનુષના રંગવાળી મકાઈ વિશે જાણો છો?
આતિશીએ કહ્યું, “દિલ્હીની મહિલાઓ કેબિનેટ બેઠક પછી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પ્રેસ કોન્ફરન્સ કરે અને જાહેરાત કરે કે ભાજપ 2500 રૂપિયાનું વચન પૂરું કરશે, તેની રાહ જોઈ રહી હતી. પરંતુ મને દુઃખ છે કે દિલ્હીની ભાજપ સરકારે પહેલા દિવસથી જ પોતાના વચનો તોડવાનું શરૂ કરી દીધું. તેમણે દિલ્હીના લોકોને છેતરવાનું શરૂ કર્યું.”
પહેલી કેબિનેટ બેઠકમાં યોજના કેમ પાસ ન થઈ – આતિશી
વીડિયો રિલીઝ કરતા આતિશીએ આગળ કહ્યું, “હું રેખા ગુપ્તા જીને પૂછવા માંગુ છું કે આજ સવાર સુધી તમે કહ્યું હતું કે 2500 રૂપિયાની યોજના પહેલી કેબિનેટ બેઠકમાં પસાર થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક મંચ પરથી વારંવાર કહ્યું હતું. ગૃહ પ્રધાન અમિત શાહે દરેક મંચ પરથી કહ્યું હતું. તો પછી પહેલી કેબિનેટ બેઠકમાં આ યોજના કેમ પસાર ન થઈ?”
मोदी जी,
₹2,500/महीने देने को लेकर झूठ बोलने के लिए दिल्ली की माताओं-बहनों से माफ़ी माँगो।#ModiJhootaHai pic.twitter.com/Bsw0X4yd3Q
— Aanand Sharma (@Aap_Ka_Aanand82) February 21, 2025
કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ શું કહ્યું?
તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં સરકારે બે જાહેરાતો કરી હતી. દિલ્હીમાં આયુષ્માન યોજના લાગુ કરવામાં આવશે. વિધાનસભાના પહેલા સત્રમાં CAG 14 રિપોર્ટ ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવશે.” આ બેઠક પછી મુખ્યમંત્રીએ કહ્યું કે પાછલી આમ આદમી પાર્ટીની સરકારે શહેરમાં આરોગ્ય યોજના લાગુ કરવાની મંજૂરી આપી ન હતી, જેના કારણે લોકો તેનો લાભ મેળવી શક્યા ન હતા.
આ પણ વાંચો- BHARUCH: ભરુચમાં એક શખ્સે આદિવાસી મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરતાં રોષ, મહેશ વસાવાએ શું કહ્યું?