જો મોદી મિત્ર, મિસ્ટર ટ્રમ્પે ઘુસણખોર ભારતીયોને ડંકી રૂટથી રિટર્ન કર્યા હોત તો…

  • Others
  • February 7, 2025
  • 0 Comments

Mehul Vyas: અમેરિકામાં ગેરકાયદે ઘુસી ગયેલા 33 ગુજરાતીઓ સહિતના 104 ભારતીયોને ટ્રમ્પ સરકારે અસહ્ય ત્રાસ આપીને… હાથ –પગ બાંધીને… પ્લેનમાં બેસાડીને… ભારત ભેગાં કર્યા છે. ત્યારે દેશપ્રેમીઓમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. લોકોનું કહેવું છે કે, પીએમ મોદીના મિત્ર મિસ્ટર ટ્રમ્પે ભારતીયો સાથે અમાનવીય વર્તન કર્યું. અમેરિકાએ ભારતીયોનું હળાહળ અપમાન કર્યું.

એક બીજો વર્ગ માને છે કે, અમેરિકાએ બરોબર જ કર્યું. અમેરિકાની ઘેલછામાં લાખ્ખો રૂપિયા દલાલોને ચૂકવીને… યેન કેન પ્રકારે ઘુસણખોરી કરનારાઓ સાથે તો આવું જ થવું જોઈએ. અમેરિકાથી અપમાનીત થઈને પાછા ફરેલાં ઘુસણખોરો અત્યારે મગરના આંસુ સારી રહ્યાં છે અથવા તો આ બધું રાંડ્યા પછીનું ડહાપણ છે.

હવે જે લોકો એમ માને છે કે, અમેરિકાએ ભારતીયોનું અપમાન કર્યું છે. એ લોકોને મારો એક જ પ્રશ્ન છે કે, તમારા ઘરમાં કોઈ ચોર ઘુસી આવ્યો હોય. તો એની સાથે તમારે કેવું વર્તન કરવું? એ તમે નક્કી કરશો, કે પછી આડોશ-પાડોશમાં પુછવા જશો? કે પછી ચોરના ઘરે ફોન કરીને પુછશો કે બોલો, હવે આનું શું કરું? પોલીસમાં જમા કરાવું, કે ભરપેટ જમાડું?

ધારો કે કદાચ વિશ્વ ગુરુ મોદી સાહેબે ટ્રમ્પને ફોન કર્યો હોત અને આ ભારતીયોને બિઝનસ ક્લાસમાં બેસાડીને ભારત લવાયા હોત… અને ભારત સરકાર એરપોર્ટ પર બેન્ડબાજા સાથે આ ભાગેડુંઓનું સન્માન કરત… એવું તમને ગમ્યું હોત…

મારા મતે અમેરિકાએ કોઈ અમાનવીય વર્તન કર્યું જ નથી… ખરેખરું અમાનવીય વર્તન તો ત્યારે ગણાત કે જ્યારે અમેરિકાએ કીધું હોત કે જે રસ્તે… જેટલાં દિવસે… જે રીતે… અને જેટલાં ખર્ચે તમે અમેરિકામાં ઘૂસ્યાં છો… એ જ રસ્તે… એટલાં જ દિવસે અને એ જ રીતે… અમેરિકાને ડોલર ચૂકવીને પાછા જાવ… બોલો, આવું થયું હોત તો આ એકેય ભડનો પાછો ડંકી રૂપથી રિટર્ન થવાનું જોખમ ઉઠાવત?

અમેરિકાઘેલાં ઘુસણખોરો કહી રહ્યાં છે કે, ફ્લાઈટમાં 40 કલાક નર્ક સમાન હતાં. હાથકડી બાંધીને જ જમવું પડ્યું. અમારી સાથે કેદી જેવું વર્તન કરાયું… પણ જો ટ્રમ્પ સરકારે એમને ડંકી રૂટ પર જ રિટર્ન થવાનો આદેશ કર્યો હોત તો… ડંકી રૂટથી લોકો કેવી રીતે અમેરિકા પહોંચે છે એની વાતો તો બધાંને ખબર જ છે… શાહરૂખ ખાનની તો આખી ફિલ્મ છે… હવે વિચારો… ટ્રમ્પે આ લોકો માટે રિટર્નનો ડંકી રૂટ નક્કી કર્યો હોત તો શું થાત…

એકંદરે, મારું તો દ્રઢપણે માનવું છે કે, ડોલરની ઘેલછાવાળા ઘેલસફ્ફા ભારતીયોને ગેરકાયદે અમેરિકા એક્સપોર્ટ કરતાં દલાલો હવે થોડાક મહિનાઓ સુસુપ્ત અવસ્થામાં જતાં રહેશે. મોદી સરકાર કડક એક્શન લેવાનો દેખાડો કરશે. અને પછી બહુ જૈસે થૈ… કારણકે, જેમના દલડાં ડોલર માટે ડોલી રહ્યાં છે એવાં અનેક લલ્લુઓ છે ત્યારે દલાલો ભૂખ્યાં નથી મરવાના…

 

આ પણ વાંચોઃ ટ્રમ્પે 1 મહિનો પણ પૂર્ણ ન કર્યો અને ઓકાત દેખાડી, વિરોધીએ આપ્યો જવાબ, લોકો રસ્તા પર ઉતર્યા

Related Posts

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો
  • October 29, 2025

અબજો વર્ષ પહેલાં દૂરના તારાઓની દુનિયાથી આવેલો ધૂમકેતુ હવે આપણા સૂર્ય તરફ ધસી રહ્યો છે. આ ધૂમકેતુ 3I/ATLAS છે. સૌરમંડળની બહારનો ત્રીજો પદાર્થ. વૈજ્ઞાનિકોની શોધ અન્ય તારાઓની દુનિયાના રહસ્યો ઉજાગર કરે…

Continue reading
plastic polythene: તમે જે પોલિથીનમાં શાકભાજી લાવો છો તેનાથી થઈ શકે છે કેન્સર જેવા ઘાતક રોગ
  • July 5, 2025

plastic polythene: પ્લાસ્ટિકનું નામ સાંભળતાની સાથે જ આપણને બધે જ પોલીથીન દેખાય છે. કરિયાણાની દુકાનોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી અને ફૂડ પેકેજિંગથી લઈને બજાર સુધી, બધે જ પોલીથીનનો ઉપયોગ થાય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 3 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 2 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 19 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 21 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ