
Morbi: મોરબીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા “ગુજરાત જોડો અભિયાન” અંતર્ગત ગતરોજ રાજનગર, વાવડી રોડ ખાતે યોજાયેલી જનસભામાં હોબાળો થયો હતો. આ સભા દરમિયાન એક યુવાને AAPના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને દિલ્હીના શાસન અને અરવિંદ કેજરીવાલ અંગે પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક શખ્સે તેની પાસેથી માઈક છીનવી લઈ જાહેરમાં લાફો માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે.
ઈશુદાન ગઢવીની સભામાં શું થયું?
ઈશુદાન ગઢવીએ સભામાં ભાજપ સરકાર પર મોંઘવારી, ખેડૂતોની સમસ્યાઓ અને ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા. તેમણે કહ્યું, “ગેસનો બાટલો 400 રૂપિયાથી 1200 રૂપિયાનો થઈ ગયો, પણ ભાજપના નેતાઓ ચૂપ છે. ગુજરાતમાં પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને રસ્તા પર ઉતરવું પડે છે.” આ દરમિયાન, ભરત ડાયાભાઈ ફુલતરીયા નામના યુવાને સ્ટેજ પાસે જઈને દિલ્હીમાં AAPના શાસન અને યમુના નદીની સ્થિતિ અંગે સવાલ ઉઠાવ્યો. પરંતુ, એક શખ્સે, જેનું નામ અશ્વિન પટેલ હોવાનું ચર્ચાય છે તેમણે યુવાન પાસેથી માઈક છીનવી લીધું અને તેને લાફો ઝીંકી દીધી. આ ઘટનાથી સભામાં હોબાળો મચી ગયો. ભરત ફુલતરીયાએ આક્ષેપ કર્યો, “પ્રશ્ન પૂછીએ તો અમને મારવામાં આવે છે. AAP જીતશે તો અમારું શું થશે?”
ક્રાંતિવીરો ની સામે પ્રશ્ન કરતા મહાન ક્રાંતિવીર @isudan_gadhvi ની સામે જ લાફો મારી દીધો.
પેલા ગામે ગામ નાટક મંડળી આવતી હતી બસ એક છે આ લોકો.
ખાલી નામ બદલાયું છે.
પેલા બિચારા બસો થી આવતા અને આ ફોર્ચ્યુનર માં આવે છે એ મોટો તફાવત છે ખાલી.
— Hemal (@hemalindian) August 5, 2025
ઈશુદાન ગઢવીનો જવાબ
ઈશુદાન ગઢવીએ આ ઘટનાને ભાજપ અને મુખ્યમંત્રીનું “ષડયંત્ર” ગણાવ્યું. તેમણે કહ્યું, “ભાજપને AAPની જનસભાઓથી ડર લાગે છે. તેઓએ પોતાના મળતીયાઓને મોકલીને સભા ખોરવવાનો પ્રયાસ કર્યો.” તેમણે સ્પષ્ટ કર્યું કે લાફો મારનાર શખ્સ AAPનો સભ્ય નથી અને આ ઘટના ભાજપની “નીચ રાજનીતિ”નો ભાગ છે. ગઢવીએ દાવો કર્યો કે, AAP ગુજરાતમાં 2000થી વધુ જનસભાઓ યોજી રહી છે, જેનાથી ભાજપમાં ભય ફેલાયો છે.
આ પણ વાંચો:
Madhya Pradesh: 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા માતા-પિતાના ડરથી જીવન ટુંકાવ્યું
Junagadh: મોડી રાત્રે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કેમ પોલીસ સ્ટેશન માથે લીધું? કોને બચાવે છે પોલીસ?
Surendranagar: મૂકબધિર પિતાએ સગી દીકરીને જ હવસનો શિકાર બનાવી, સગીરા ગર્ભવતી થતા ફૂંટ્યો ભાંડો