
- કૂવામાં પડેલાં લોકોને બચાવવા ઉતરેલાં ગ્રામજનનું ઝેરી ગેસને કારણે મોત
- બાઈક સાથે અકસ્માત બાદ ઇકો વાન કુવામાં ખાબકી ગઈ હતી.
- 3 વર્ષની બાળકી સહિત 4 ઈજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી
MP Accident । મધ્યપ્રદેશના મંદસૌરમાં એક ઈકો વાન બાઈક સાથે અથડાયા બાદ કુંવામાં ખાબકી જવાની દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટનામાં બાઈક સવાર યુવક સહિત 10 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં કાર સવારોને બચાવવા માટે કુંવામાં ઉતરેલા ગ્રામજન મનોહર સિંહનો પણ સમાવેશ થાય છે.
રવિવારે બપોરે લગભગ સવા એક વાગ્યાના અરસામાં નારાયણગઢ વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી. ઉજ્જૈન જીલ્લાના ઉન્હેલથી નીમચ જીલ્લાના મનાસા ક્ષેત્રમાં આંતરી માતા મંદિરે દર્શન કરવા માટે 10 જેટલાં લોકો ઈકો વાનમાં જઈ રહ્યાં હતાં. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
મૃતદેહોને કાઢવા માટે SDRF ની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ટીમે દોરડાંઓની મદદથી કુંવામાં ઉતરી હતી. જ્યારે ક્રેન વડે ઈકો વાનને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી.
3 વર્ષની બાળકી સહિત ચાર ઇજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તમામને મંદસૌર જીલ્લાના દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાઈક સવારની ઓળખ આબાખેડીનો નિવાસી ગોબર સિંહ હોવાનું સામે આવ્યું છે.
(દુર્ઘટનાની તસવીરો)
આ પણ વાંચોઃ
UP: સપા સાંસદ રામજીલાલ સુમનના કાફલા પર હુમલો, વાહનો પર ટાયરો ફેંક્યા, શું છે મામલો?
MP: બાઈક સાથે અથડાઈ કાર સીધી કૂવામાં પડી, 5ના મોત, કારમાં બે બાળકો સહિત 13 લોકો હતા
Pahalgam Attack: પાકિસ્તાનને દોષિત ઠેરવ્યા પહેલા ભારત પુરાવા આપે: શાહિદ આફ્રિદી