MP: ભોપાલમાં 90 ડિગ્રીના વળાંકવાળો બ્રિજ બની ગયો, કોઈનું ધ્યાન ન ગયુ!, હવે તોડવો પડશે!

  • India
  • June 13, 2025
  • 0 Comments

MP News: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક નવો રેલ્વે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે . આ પુલ ઐશબાગમાં બનાવવામાં આવ્યો છે. પુલ બનાવવાનો હેતુ ટ્રાફિક જામમાંથી મુક્તિ મેળવવાનો હતો. પરંતુ હવે આ પુલની ડિઝાઇન સમસ્યારૂપ બની ગઈ છે. 18 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ 8 વર્ષમાં પૂર્ણ થયો છે. આ પુલ પર 90 ડિગ્રીનો ખતરનાક વળાંક છે. લોકોનું કહેવું છે કે આ વળાંક અકસ્માતનું કારણ બની શકે છે. જેથી હવે આને તોડવો પડી શકે છે. જેથી પ્રજાના નાણાંનું પાણી થવાનું છે.  8 વર્ષ સુધી નિર્માણકાર્ય ચાલુ રહ્યુ તેમ છતાં કોઈ અધિકારીએ કે નેતાએ ધ્યાન ન આપ્યુ. જે એન્જિનિયર કોન્ટ્રાક્ટ લીધો હશે તેની પણ મતી મારી ગઈ હશે!

18 કરોડ ખર્યા

ભોપાલનો ઐશબાગ રેલવે બ્રિજ તેની ડિઝાઇનને કારણે વિવાદમાં છે. આ પુલ 90 ડિગ્રીનો તીવ્ર વળાંક ધરાવે છે. લોકો આ ડિઝાઇન પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પુલ અકસ્માતોનું કારણ બની શકે છે . આ પુલ બનાવવામાં 18 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે અને તેમાં 8 વર્ષનો લાંબો સમય લાગ્યો છે.

લોકો રોષે ભરાયા

સોશિયલ મીડિયા પર લોકો આ પુલની ડિઝાઇનની ટીકા કરી રહ્યા છે. X પર એક યુઝરે લખ્યું કે આ ભોપાલનો ઐશબાગ રેલ ઓવર બ્રિજ છે, જે PWD દ્વારા 10 વર્ષમાં બનાવવામાં આવ્યો છે, જાણે કે તે એક એન્જિનિયરિંગ ચમત્કાર હોય.

બીજા યુઝરે લખ્યું કે જ્યારે સત્તાની લગામ ભ્રષ્ટ સરકારોના હાથમાં હોય છે, ત્યારે યોજનાઓ અસમર્થ અને પુસ્તકિયા આયોજકો દ્વારા બનાવવામાં આવે છે અને એન્જિનિયરો ડિગ્રીથી નહીં પણ દાનથી બનાવવામાં આવે છે, ત્યારે અકસ્માતો થાય છે, પુલથી નહીં.

90 ડિગ્રી વળાંકને કારણે અકસ્માતો થશે

લોકો કહે છે કે આ પુલ ફક્ત ટ્રાફિક જામનું નવું કેન્દ્ર બનશે જ નહીં, પરંતુ આ 90 ડિગ્રી વળાંક એક મોટા અકસ્માતને આમંત્રણ આપશે. જે લોકો દરરોજ આ પુલ પરથી પસાર થશે તેમને ફક્ત શુભકામનાઓ આપી શકાય છે, કારણ કે જેમણે આ યોજના બનાવી છે તેમણે ફક્ત ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે, જવાબદારી નહીં.

પુલની લંબાઈ 648 મીટર

આ પુલની લંબાઈ 648 મીટર છે. આ પુલ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં બનેલો છે જ્યાં ખૂબ ટ્રાફિક રહે છે. ઓછી જગ્યાને કારણે આ પુલને આ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. પરંતુ, આ પુલ તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદમાં આવી ગયો છે.

PWD મંત્રી રાકેશ સિંહે શું કહ્યું?

પુલની ડિઝાઇન પર પ્રશ્નો ઉભા થયા બાદ પીડબ્લ્યુડી( Public works departmen) મંત્રી રાકેશ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે પુલ બન્યા પછી, અચાનક કેટલાક નિષ્ણાતો આવીને આવી વાતો કરે છે, જ્યારે કોઈપણ પુલ બનાવતી વખતે, ઘણા ટેકનિકલ પાસાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. જો આ આરોપ છે, તો તેની તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના પર પાકિસ્તાન બોલ્યુ!

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

Donald Trump: ટ્રમ્પને કોર્ટમાંથી મોટો ઝટકો! લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતી રોકી

Ahmedabad plane crash: પ્લેન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત: AP ન્યૂઝ

Ahmedabad plane crash: વિમાન ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું, ઇમારત પર ફસાયેલો દેખાયો

Ahmedabad plane crash: અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, જાણો અત્યાર સુધીની અપડેટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ કર્યું ટ્વિટ

Ahmedabad plane crash: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

Ahmedabad plane crash: ઉડાન ભરતાની સાથે 2 મીનીટમાં જ પ્લેન થયું ક્રેશ, વિમાનનું કમાન્ડિંગ કોણ કરી રહ્યા હતા ?

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

 

 

Related Posts

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો
  • August 6, 2025

Tamil Nadu: પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો હોવાની ઘટના સામે આવી છે જેમાં તિરુપુરમાં સોમવારે મોડી રાત્રે એક પોલીસ કર્મચારી શનમુગવેલની તીક્ષ્ણ હથિયારથી હત્યા…

Continue reading
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી
  • August 6, 2025

Delhi: દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હોસ્પિટલ દવા લેવા ગયેલી 15 વર્ષની સગીરા પર ગોળીઓ ચલાવી તેની હત્યા કરી નાખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.  જાણવા મળ્યું કે તેની પાડોશમાં રહેતો આર્યન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 1 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 4 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 9 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 22 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 7 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ