MP: બાઈક સાથે અથડાઈ કાર સીધી કૂવામાં પડી, 5ના મોત, કારમાં બે બાળકો સહિત 13 લોકો હતા

  • India
  • April 27, 2025
  • 3 Comments

MP Car falls into well:  આજે રવિવારે બપોરે લગભગ 2 વાગ્યે મંદસૌર જિલ્લાના નારાયણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુઢા-ટકરાવત ક્રોસિંગ પર એક ભયંકર અકસ્માત થયો છે. એક બેકાબૂ ઈકો કાર બાઇકને ટક્કર મારી સીધી કૂવામાં ઉતરી ગઈ હતી. જેમાં 5 લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે એક નાની બાળકી સહતિ 4 લોકોનો બચાવ થયો છે. આબાખેડીના રહેવાસી બાઇક સવાર ગોબર સિંહનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ છે.  બચાવવા માટે કૂવામાં ઉતરેલા એક ગ્રામજનોએ પણ જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત થયાના અહેવાલ છે.

ઈકો કારમાં 10 થી વધુ લોકો સવાર હતા, જેઓ ઉજ્જૈન જિલ્લાના ઉન્હેલથી નીમુચ જિલ્લાના માનસા વિસ્તારમાં સ્થિત અંતરી માતા મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે કૂવામાં હજુ કેટલાંક લોકો ફસાયેલા છે. તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

અકસ્માતમાં ઈજા પામેલી ત્રણ વર્ષની બાળકી સહિત ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે,અને તેમને મંદસૌર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ તંત્ર દોડતું થયું

ઘટનાની માહિતી મળતા જ નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડા, કલેક્ટર અદિતિ ગર્ગ, એસપી અભિષેક આનંદ, એડિશનલ એસપી ગૌતમ સોલંકી અને એસડીઓપી નરેન્દ્ર સોલંકી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ફસાયેલા લોકોને રાહત આપવા માટે જિલ્લા હોસ્પિટલમાંથી ઓક્સિજન સિલિન્ડર પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.

કારમાં બે બાળકો સહિત 13 લોકો હતા

નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ જણાવ્યું હતું કે કારચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે વાન રસ્તા પરથી ઉતરી ગઈ અને કૂવામાં પડી ગઈ. “મૃત્યુઆંક સ્પષ્ટ નથી. કારમાં બે બાળકો સહિત 13 લોકો હતા. 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી હવે પ્રાથમિકતા છે. તેમણે કહ્યુ કૂવામાં ઝેરી ગેસ છે. ઝેરીલા ગેસને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે.

આ પણ વાંચોઃ

ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, પાકિસ્તાને શીમલા કરાર, પાકિસ્તાનની ચાલ ક્યારે સમજશો? | Indus Water Treaty

Pahalgam Attack: પાકિસ્તાનને દોષિત ઠેરવ્યા પહેલા ભારત પુરાવા આપે: શાહિદ આફ્રિદી

Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?

મહિલાના સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી: Kolkata  High Court

  Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત

 

Related Posts

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના