
MP: મધ્યપ્રદેશના ગુના જિલ્લાના રાઘોગઢમાં વર્ષોથી સાપ પકડીને જીવ બચાવનાર એક યુવનું સાપ કરડવાથી મોત થઈ ગયુ છે. આ દુ:ખદ ઘટના ત્યારે બની જ્યારે તે બચાવ કામગીરી પછી પોતાના પુત્રને શાળાએથી લેવા જઈ રહ્યો હતો. મૃતક દીપક મહાબર રાઘોગઢના કટરા મોહલ્લાનો રહેવાસી હતો અને જેપી યુનિવર્સિટીમાં નિયમિત સાપ પકડનાર તરીકે તૈનાત હતો.
તે 12 વર્ષથી સાપ પકડતો હતો
મળતી માહિતી મુજબ દીપક મહાબર લગભગ 12 વર્ષથી સાપ પકડી રહ્યા હતા. તેમને ઘણીવાર રાઘોગઢ અને નજીકના ગામડાઓમાંથી સાપ નીકળતા હોવાની માહિતી મળતી હતી, જેના પર તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જતા અને કોઈપણ ચાર્જ વગર સાપને પકડીને જંગલમાં સુરક્ષિત રીતે છોડી દેતા. તેમના આ કાર્યને એક સામાજિક સેવા તરીકે જોવામાં આવતું હતું, જેનું સ્થાનિક લોકો ખૂબ સન્માન કરતા હતા.
દિકરાને સ્કૂલે જતા સાપે ડંખ માર્યો
सैकड़ों लोगों को सांपों से बचाने वाले राघौगढ़ के स्नेक कैचर दीपक महाबर की सर्पदंश से मौत। रेस्क्यू के बाद सांप को गले में डाल बेटे को स्कूल लेने निकले थे, लौटते वक्त सांप ने काटा। जिसने बचाया, वही ज़हर काल बन गया। pic.twitter.com/mQK9r6oaAp
— Anurag Dwary (@Anurag_Dwary) July 17, 2025
રાઘોગઢના બરબતપુરા વિસ્તારમાં એક ઘરમાં સાપ જોવા મળ્યો હોવાની તેમને જાણ કરવામાં આવી હતી. આ માહિતીના આધારે, દીપક તાત્કાલિક ત્યાં પહોંચ્યો અને સાપને બચાવ્યો અને તેને પકડી લીધો. તે જ સમયે તેનો પુત્ર શાળા પછી ઘરે પાછા ફરવાની રાહ જોઈ રહ્યો હતો. સાપને પોતાની પાસે રાખીને, દીપક તેના પુત્રને લેવા શાળાએ પહોંચ્યો.
પરિવારના જણાવ્યા મુજબ દિપકને સ્કૂલેથી પરત ફરતી વખતે બાઇક પર સાપે કરડ્યો હતો. ઘટના બાદ દિપકને તાત્કાલિક રાઘોગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને ગુના જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. તેની તબિયતમાં સુધારો થતાં તે ઘરે પાછો ફર્યો હતો, પરંતુ રાત્રે અચાનક તેની તબિયત બગડી ગઈ. પરિવાર તેને ફરીથી જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. સવારે પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો. પોલીસે કેસ નોંધીને આ મામલાની તપાસ શરૂ કરી છે. દીપકના અકાળ મૃત્યુને કારણે રાઘોગઢમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચોઃ
Kanwar Yatra: કાવડ તૂટી જતાં બાઇકચાલકને ભારે માર મરાયો, કાવડિયાઓએ બાઈક પણ તોડી નાખ્યું
Bihar Election 2025: તેજસ્વી યાદવનો ભાજપ પર ગંભીર આરોપ, મતદાર યાદીમાંથી નામ હટાવવાની ‘સાજિશ’
Gujarat bridges close: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં 113 પુલ આંશિક બંધ, 20 સંપૂર્ણ બંધ








