
MP: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લાના ઇન્જારામ કેમ્પમાં તૈનાત CRPF જવાનની આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોતાના મિત્રએ વિશ્વાસઘાત કરતાં પરેશાન થઈને CRPF જવાન નિલેશ ગર્ગે પોતાને ગોળી મારી લીધી. આરોપી મિત્ર CRPF જવાનજવાનની પત્નીને બ્લેકમેલ કરી રહ્યો હતો, તેણે તેની પત્નીના કેટલાંક એડિટ કરેલા ફોટા પણ નિલેશને મોકલ્યા હતા. જેના પછી નિલેશે આત્મહત્યા કરી લીધી. આ પહેલા તેણે છ પાનાની સુસાઇડ નોટમાં તેના મિત્રના દુષ્કૃત્ય વિશે પણ લખ્યું હતું. અત્યાર સુધીની તપાસમાં શું બહાર આવ્યું છે?
નિલેશનું ઘટનાસ્થળે જ મોત
નક્સલગ્રસ્ત સુકમા જિલ્લાના ઇન્જારામ કેમ્પમાં CRPFમાં હવાલદાર તરીકે તૈનાત નિલેશ ગર્ગ મધ્યપ્રદેશના કટની જિલ્લાનો રહેવાસી હતો. સોમવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે 219મી બટાલિયનમાં તૈનાત નિલેશે પોતાની ઇન્સાસ રાઇફલથી પોતાને ગોળી મારી દીધી. જેથી નિલેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ઘટનાની માહિતી મળતાં જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી. આ દરમિયાન પોલીસને છ પાનાની સુસાઇડ નોટ મળી છે. જેમાં નિલેશનો મિત્ર સોનલ બિલ્લૈયા તેના મૃત્યુનું કારણ હતો.
નિલેશની પત્નીનો મોબાઇલ છીનવી લીધો
એવું કહેવામાં આવ્યું હતું કે સોનલ નિલેશ ગર્ગની પત્નીને બ્લેકમેલ કરી રહ્યો હતો. સોમવારે રાત્રે સોનલે નિલેશની પત્નીનો મોબાઇલ છીનવી લીધો અને તેમાંથી કેટલીક પ્રાઈવેટ તસવીરો કાઢી અને તેને ખોટી રીતે એડિટ કરીને નિલેશને મોકલી દીધી. આ પછી નિલેશે આત્મહત્યા કરી લીધી. પરિવારને નિલેશના મૃત્યુના સમાચાર મળતા જ ઘરમાં અફરાતફરી મચી ગઈ. પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને પત્ની પૂર્ણિમા, માતા માયા અને 11 વર્ષનો દીકરો ભાંગી પડ્યા.
પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ નીલેશ સુકમામાં ફરજ પર હતો. તેની પત્ની પૂર્ણિમા વ્યવસાયે વકીલ છે. તે ક્યારેક શિવાજી નગર, કટનીમાં અને ક્યારેક ઇન્દોરમાં તેમના ઘરમાં રહેતી હતી. થોડા મહિના પહેલા તેના 11 વર્ષના પુત્રને ઇન્દોરની એક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
નિલેશ છ મહિના પહેલા સુકમા ગયો હતો
જવાન નિલેશ કુમારના પિતા લલિત કુમાર પોલીસ વિભાગમાંથી સબ-ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયા છે. તેમણે જણાવ્યું કે તેમનો પુત્ર નિલેશ છ મહિના પહેલા સુકમા ગયો હતો. આ પહેલા તે શ્રીનગરમાં પેથોલોજીમાં પોસ્ટેડ હતો. પ્રમોશન પછી તેને સુકમા મોકલવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે સોમવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે મુંબઈમાં મર્ચન્ટ નેવીમાં મેનેજર તરીકે કામ કરતા તેમના નાના પુત્રએ જાણ કરી કે સુકમામાં ગોળી વાગવાથી નિલેશનું મૃત્યુ થયું છે.
પુત્રએ આત્મહત્યા કરી લીધી
પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે. તેની માતા માયા પોતાના પુત્રનો ફોટો પકડીને બેસી રહે છે, પુત્રવધૂ પૂર્ણિમા પણ દુ:ખી છે. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં અમને તેમના મૃત્યુના સમાચાર મળ્યા, પછી અમને ખબર પડી કે પુત્રએ આત્મહત્યા કરી લીધી છે. જવાન નિલેશ ગર્ગના અંતિમ સંસ્કાર તેના વતનમાં કરવામાં આવ્યા. નિલેશના મૃત્યુને કારણે ઘરમાં શોકનો માહોલ છે.
લાંબા સમયથી જવાનને હેરાન કરતો
પોલીસે જણાવ્યું હતું કે જવાન નિલેશ, તેની પત્ની પૂર્ણિમા અને આરોપી સોનલ બિલૈયા એકબીજાને સારી રીતે ઓળખતા હતા. સોનલ નિલેશનો ખાસ મિત્ર હતો. પરંતુ, તે લાંબા સમયથી પૂર્ણિમાને હેરાન કરતો હતો. પૂર્ણિમાએ આ અંગે કોતવાલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી હતી.
સ્નેચિંગ અને હેરાનગતિનો કેસ
સોનલે પૂર્ણિમાનો મોબાઇલ છીનવી લીધો હતો અને તેના અંગત ફોટા અને ડેટા ચોરી લીધા હતા. આ પછી એડિટ કરેલા ફોટા નિલેશને મોકલવામાં આવ્યા હતા. કોતવાલી ટીઆઈ અજય સિંહે જણાવ્યું હતું કે સુસાઇડ નોટ સામે આવ્યા બાદ, આરોપી સોનલ બિલૈયા વિરુદ્ધ સ્નેચિંગ, હેરાનગતિ અને આઇટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
MP: બે પોલીસકર્મીઓ બાર ગર્લ્સ સાથે અશ્લીલ ડાન્સ કરતાં કેમેરામાં કેદ, વીડિયો જોશો તો…
Panchmahal: કેમિકલ ફેક્ટરીમાં ઝેરી ગેસ લીકેજ, 12 લોકોને અસર, 1નું મોત
સુરતમાં ગેસ લિકેજની ઘટના; બે ભૂલકા સાથે એક મહિલા ગંભીર રીતે દાઝ્યા
UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…
MP: બે પોલીસકર્મીઓ બાર ગર્લ્સ સાથે અશ્લીલ ડાન્સ કરતાં કેમેરામાં કેદ, વીડિયો જોશો તો…
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….








