
Kheda Crime: 9 ફેબ્રુઆરીએ ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં દેશી દારુ પીધા બાદ ત્રણ લોકોની તબિયત લથડી હતી. ત્રણેયની શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ત્રણેયને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. જેથી સમગ્ર જીલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે પોલીસે કહ્યું હતુ કે જીરા સોડા પીધા બાદ મોત થયા હતા. જ્યારે પરિવારે કહ્યુ હતુ કે દારુ પીધા બાદ થયા હતા. આ બનાવમાં નડિયાદ ટાઉન પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધ્યો હતો.
ત્યારે હવે આ મોત મામલે 19 દિવસ બાદ ખુલાસો થયો છે. તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું કે, મોતને ભેટનાર ત્રણેય વ્યક્તિઓમાંથી કોઇ એક વ્યક્તિએ અથવા ત્રણેયને વ્યક્તિઓ સિવાય અન્ય કોઇ ઇસમે આ ઝેરી દ્રવ્ય પિવડાવ્યુ હોવાની શક્યતા છે.
વધુમાં જણાવ્યું કે, પીધેલી જીરા સોડાની બોટલમાં અગાઉથી જ સોડીયમ નાઇટ્રાઇટ ઝેર ઉમેરેલુ હોવાનું માલુમ પડ્યું છે. આ બનાવ મામલે જે તે સમયે પોલીસે અપમૃત્યુનો નોધ કરી હતી. તે બાદ વિસેરાના રિપોર્ટ આવતાં બાદ ગુનો નોંધ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ત્રણ વ્યક્તિના થયા હતા મોત
યોગેશ ગંગારામ કુશવાહ (ઉ.વ.45, રહે.આઈકોન સોસાયટી, SRP કેમ્પની પાછળ, નડિયાદ),
કનુભાઈ ધનાભાઇ ચૌહાણ (ઉ.વ.54, રહે.જલારામનગર સોસાયટી, નડિયાદ)
રવિન્દ્રભાઈ જીણાભાઈ રાઠોડ (ઉ.વ.49, રહે.જવાહરનગર, નડિયાદ)
આ પણ વાંચોઃ Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?
આ પણ વાંચોઃ Kheda Crime: ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના PI એચ.વી. સિસારા સસ્પેન્ડ, તેમના જ વિસ્તારમાંથી દારુ ન ઝડપી શક્યા
આ પણ વાંચોઃ KHEDA: દારુમાં ઝેર કે સોડામાં? ખેડા પોલીસની કામગીરી પર કેમ ઉઠ્યા સવાલ!