
મહારાષ્ટ્રના નાગપુરમાં ફાટી નીકળેલી હિંસાએ બિહામણુ સ્વરુપ ધારણ કર્યું છે. લોકોને ઘરો, વાહનો, દુકાનો સહિતની વસ્તુઓ બાળીને રાખ થઈ ગઈ છે. આ હિંસા મામલે નાગપુર પોલીસ સહિત સુરક્ષા દળો કાર્યવાહી કરી રહ્યા છે. નાગપુરમાં હિંસાના કેસમાં વધુ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડનો આંકડો કુલ 114 પર પહોંચ્યો છે. નાગપુરમાં હિંસા ભડકતાં સ્થિતિ બેકાબૂ બની છે. ગઈકાલે શુક્રવારે પોલીસે 10 કિશોરો સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં વધુ 3એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 17 માર્ચે નાગપુરના ઘણા ભાગોમાં વ્યાપક પથ્થરમારો અને આગચંપી થઈ હતી. જેના કારણે નાગપુરમાં તણાવ ભરી સ્થિતિ છે. સ્થિતિને કાબૂમાં લેવા સુરક્ષા દળો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
નાગપુર પોલીસ કમિશનરે શું કહ્યું?
નાગપુર પોલીસ કમિશનર રવિન્દર કુમાર સિંઘલે જણાવ્યું હતું કે, હિંસામાં સંડોવાયેલા વધુ 14 લોકોની ધરપકડ કરી નવી ત્રણ FIR નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે શહેરના કેટલાક ભાગોમાંથી કર્ફ્યુ હટાવવાનો નિર્ણય ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પછી લેવામાં આવશે. દરમિયાન, સિંઘલે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સિવિલ લાઇન્સના પોલીસ ભવનમાં એક બેઠક યોજી હતી. નાગપુર હિંસા દરમિયાન ત્રણ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કક્ષાના અધિકારીઓ સહિત 33 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
હિંસા કેવી રીતે ફાટી નીકળી?
આ બધું ત્યારે શરૂ થયું જ્યારે એક જમણેરી સંગઠનોએ ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. આ વિરોધ પ્રદર્શન દરમિયાન એક અફવા ફેલાઈ હતી કે મુસ્લીમોના પવિત્ર ગ્રંથ કુરાનને બાળવામાં આવ્યો છે. અફવાએ આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું હતુ.
જેથી જોત જોતામાં નાગપુરના વિસ્તારોમાં ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતુ. કેટલાક લોકોએ પેટ્રોલની બોટલો, લાકડીઓ અને પથ્થરોથી હુમલો કરવાનું શરૂ કર્યું હતુ. હિંસાનું વાત કરતાં એક સ્થાનિકે કહ્યું, “તોફાનીઓએ દરવાજા તોડી નાખ્યા, વાહનો તોડી નાખ્યા અને બારીઓ પર પથ્થરમારો કર્યો. અમે ડરથી ઘરમાં છુપાઈ ગયા હતા.
કર્ફ્યુ અને કડક સુરક્ષા વ્યવસ્થા
હિંસા બાદ નાગપુરના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કેટલાક વિસ્તારોને નો-ટ્રાફિક ઝોન જાહેર કર્યા છે. કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનરે કહ્યું, “અમે ખાતરી કરી રહ્યા છીએ કે કોઈ જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડે કે અન્યને ખલેલ ન પહોંચાડે.”
રમખાણો આઘાતજનક
નાગપુરથી સામે આવેલી હિંસાની તસવીરો અને વીડિયો ખૂબ જ ડરામણા છે. તોફાનીઓએ ટુ-વ્હીલર વાહનોને આગ ચાંપી દીધી, રસ્તા પર પાર્ક કરેલા વાહનો તોડી નાખ્યા અને લાકડીઓ વડે હંગામો મચાવ્યો. પથ્થરમારાના કારણે વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ. પોલીસે તોફાનીઓને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ દરમિયાન પોલીસકર્મીઓ પર પણ હુમલા કર્યા હતા. હિંસાની દરેક વીડિયો અને તસવીરો લોકોના હૃદયને હચમચાવી નાખ્યા છે.
આ પણ વાંચોઃ dwarka: જામ ખંભાળિયાનાં 16 વર્ષીય સગીરની હત્યા કેસમાં મિત્રની ધરપકડ
આ પણ વાંચોઃ આજથી વધુ ગરમી પડશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે | Gujarat Weather
આ પણ વાંચોઃ Gujarat: મુખ્યમંત્રી કહે છે પહેલા અરજદારનું કામ કરો! તો નડિયાદમાં મહિલાને 25 ધક્કા કેમ ખડાવ્યા?