
Narendramodi: કોંગ્રેસના નેતા રાગિણી નાયક અને રેણુકા ચૌધરીએ પોતાના એક્સ એકાઉન્ટથી એક એઆઈ વીડિયો શેર કર્યો હતો, જેમાં પીએમ મોદીને ચાવાળા તરીકે દેખાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં તેમને આંતરરાષ્ટ્રીય મંચ પર ચા વેચતા દેખાડવામાં આવ્યા.ભાજપે હવે તેના પર વળતો પ્રહાર કરતા તેને પીએમ મોદીની ઓબીસી ઓળખ સાથે જોડ્યો છે,ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે લોકો માફ નહીં કરે.
આ અંગે સિનિયર પત્રકાર શ્રી મેહુલભાઇ વ્યાસે જણાવ્યું કે ખરેખર આ બધી વાતોમાં ધ્યાન આપતા જવાબદારોને ડોલર સામે રૂપિયો 90 સુધી ગગડયો તેની ચિંતા નથી.
કોંગ્રેસે PM નરેન્દ્ર મોદીનો ચા વેચતો એક કૃત્રિમ AI જનરેટ વિડીયો બનાવ્યો અને ભાજપ ખૂબ જ દુઃખી થયો હતો. જોકે, ડોલર સામે રૂપિયો 90 સુધી ગગડયો તે વાતનું મોદી ભક્તો કે ભાજપના સમર્થકો બંનેને દુઃખ થયું ન હતું.
જુઓ,આ મુદ્દે સિનિયર પત્રકાર મેહુલભાઇ વ્યાસનું વિશ્લેષણ નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







