Amit Shah: લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન અમિત શાહ અને રાહુલ ગાંધી વચ્ચે જામી પડી હતી જ્યારે રાહુલે વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ પર ચર્ચાની માંગ કરતા અમિત શાહ અચાનક ગુસ્સામાં જોવા મળ્યા.ગૃહમંત્રી અમિત શાહ રાહુલ ગાંધીના પડકારથી ગુસ્સે થયા અને કહ્યું કે ‘મેરી સ્પીચ કા ક્રમ કોઈ ઔર તય નહિ કરેગા મેં અપને હિસાબ સે બોલુંગા!’
ગૃહમંત્રી તેમના ભાષણની શરૂઆત કરી રહ્યાં હતાં ત્યારે અચાનક જ રાહુલ ગાંધી ઊભા થયા અને સવાલ કરતા મામલો વધુ ગરમાયો હતો,મહત્વનું છે કે ચૂંટણી સુધારા પર છેલ્લા બે દિવસ ચાલેલી ચર્ચા અંગે અમિત શાહ જવાબ આપી રહ્યાં હતા.તેઓએ કહ્યુ હતુ, BJP ચૂંટણી સુધારા પર ચર્ચાથી ભાગતી નથી. આ વાત પૂર્ણ કરતાં પહેલાં જ રાહુલ ગાંધી પોતાની સીટ પરથી ઊભા થઈ ગયા અને તેમણે અમિત શાહને ખુલ્લી ચેલેન્જ આપતાં કહ્યું કે તેઓ તેમની વોટ ચોરી સંબંધિત ત્રણેય પ્રેસ કોન્ફરન્સ પર ચર્ચા કરે.
આ વાતથી અમિત શાહ ખૂબજ રોષે ભરાયા અને પ્રથમવાર આવતા ગુસ્સે જોવા મળ્યા ત્યારે આ અંગે વરિષ્ઠ પત્રકાર શ્રી કે.પી.મલેકનું શુ કહેવું છે તે જાણીએ સિનિયર પત્રકાર શ્રી મયુરભાઈ જાની અને કે.પી મલેકની ચર્ચા અને વિશ્લેષણ જોવા જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો








