
નવસારીમાં નજીવી બાબતે દંપતીને માર મારવામાં આવ્યો છે. પાડોશીના હુમલા નો ભોગ બનનાર દંપતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દંપતીને ઘર બાહર બોલાવી પાડોશીએ માર માર્યો હતો. મારી પત્નીને જોઈ કેમ હોર્ન મારે છે, તેવું કહી હિચકારો હુમલો કર્યો હતો. પાડોશીના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પતિને હાલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. માર મારવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
નવસારીના જલાલપોરના એરુ વિસ્તારની અવધ કીમ્બરલી સોસાયટીમાં રહેતા ભાવિનકુમાર દેસાઇ અને તેમના પત્ની ટ્યુશન ક્લાસ ચલાવે છે. જેમને ગત રવિવારની રાત્રે તેમના પાડોશમાં રહેતા જીગર રમણભાઈ પટેલે રાત્રિના દોઢ વાગે દરવાજો ખખડાવી સોસાયટીના ગેટ પાસે બોલાવ્યા હતા.
જીગર પટેલે ભાવિન દેસાઇને સોસાયટીના ગેટ પાસે બોલાવતા ભાવિન અને તેમના પત્ની ગેટ આગળ ગયા હતા. જ્યાં જીગર પટેલે ઉશ્કેરાઈને કહ્યું હતું કે તે મારી પત્નીને જોઈને બાઈકનો હોર્ન કેમ માર્યો હતો? જે બાબતે ભાવિન દેસાઈ કહ્યું હતુ કે મેં મારા નાના બાળકને બાઈક ઉપર આગળ બેસાડ્યો હતો જેથી તેણે હોર્ન વગાડ્યો તો. મેં નથી વગાડ્યો. પરંતુ જીગર પટેલે ઉશ્કેરાને ભાવિન દેસાઈ અને તેની પત્નીને લાકડીથી મારમારી માથાના અને જમણી બાજુના ભાગે લાકડીથી માર માર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ હતી. ઈજાગ્રસ્ત પતિને હોસ્ટિપલમાં ખસેડાયો હતો. જ્યારે હુમલાખોરની જલાલપોર પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પિડિતે શું કહ્યું?
આ પણ વાંચોઃ સસલાઓની ક્રૂરતાપૂર્વક હેરાફેરીઃ કોલકતાથી જામનગરમાં ટ્રેન મારફતે કેવી રીતે લવાતા હતા?