
Navsari: નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં આયોજિત એક મેળામાં ગંભીર દુર્ઘટના સર્જાઈ, જ્યાં ચાલુ રાઈડ અચાનક 20 ફૂટની ઊંચાઈએથી તૂટી પડી. આ ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમાંથી 5 લોકો, બે મહિલાઓ, બે બાળકો અને એક પુરુષને ગંભીર ઈજા પહોંચી. રાઈડનો ઓપરેટર પણ આ દુર્ઘટનામાં રાઈડની નીચે દબાઈ જતાં ગંભીર રીતે ઘાયલ થયો અને તેને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો.
નવસારીના લોકમેળામાં ‘કાંકરિયાવાળી’!
આ ઘટના બની ત્યારે રાઈડ 40 ફૂટની ઊંચાઈએ હતી અને ધીમે ધીમે નીચે આવી રહી હતી. 20 ફૂટની ઊંચાઈએ પહોંચતાં જ તે અચાનક તૂટી પડી, જેના કારણે મેળામાં હાજર લોકોમાં ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ. આ દુર્ઘટનાના દ્રશ્યો કેટલાક લોકોના મોબાઈલ કેમેરામાં કેદ થયા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
નવસારી બીલીમોરામાં લોકમેળામાં મોટી દુર્ઘટના
રાઈડ તૂટી, 20 ફૂટની ઊંચાઈથી નીચે પટકાઈ રાઈડ, પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે#Navsari #Bilimoraridecollapses pic.twitter.com/lZ4OCfEVun— Dinesh Chaudhary (@DineshNews_) August 18, 2025
પોલીસ અને સ્થાનિક તંત્રએ શરૂ કરી તપાસ
ઘટના બાદ મેળાના વ્યવસ્થાપન અને રાઈડની સલામતી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસ અને સ્થાનિક તંત્રએ તપાસ શરૂ કરી છે, જેમાં રાઈડની ટેકનિકલ તપાસ અને ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અગાઉ પણ રાજકોટ સહિતના મેળાઓમાં રાઈડ તૂટવાની ઘટનાઓ બની હોવાથી, સલામતી ધોરણોનું પાલન કરવું કેટલું જરૂરી છે તે આ ઘટનાએ ફરી એકવાર ઉજાગર કર્યું છે.
પ્રશાસને લોકોને અપીલ કરી છે કે, મેળાઓમાં રાઈડનો આનંદ માણતા પહેલાં તેની સલામતી વ્યવસ્થા અને ફિટનેસની ખાતરી કરવી જરૂરી છે. આ ઘટનાએ મેળાઓમાં સુરક્ષાને લઈને વધુ સજાગતાની જરૂરિયાત દર્શાવી છે.
આ પણ વાંચો
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ
UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું








