
New Delhi: ભાજપ હવે દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. એવું લાગી રહ્યું છે. રાધાકૃષ્ણનનું નામ આ કોઈ રણનીતિનો એક મુખ્ય ભાગ હોઈ શકે છે. જેના કારણે ભાજપના રાજકારણમાં નવા રસ્તા ખૂલી શકે છે.
રાધાકૃષ્ણન કેમ બન્યાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર?
એનડીએ નિર્ણય લીધો જેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ ઘટના બાદ ભારે રાજકીય ચર્ચાઓ ઊભી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આ પસંદગી માત્ર નિમણૂક નથી, પરંતુ 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી અને સમગ્ર દક્ષિણ ભારતના રાજકારણ માટે કોઈ નવી યોજના છે.
તમિલનાડુમાં ભાજપને નિર્ણાયક સફળતા નથી
રાધાકૃષ્ણન મૂળ તમિલનાડુના તિરુપુરના છે. જયાં ભાજપ હજી સુધી નિર્ણાયક સફળતા મેળવી શક્યું નથી. તેમને આ પદ પર મૂકીને ભાજપ ત્યાંના લોકોમાં પોતાનો પ્રભાવ સ્થાપવા માંગે છે. અને સંદેશ આપવા માંગે છે કે તેમને આ સમાજને પુરો સહકાર આપ્યો છે. આથી તે પણ સરકારનો સાથ આપે.
રાધાકૃષ્ણન 15 વર્ષની ઉંમરથી (RSS) સાથે છે જોડાયેલા
આ પણ એક વિચારવા જેવું છે કે ભાજપ હવે RSS પર કંઈક વધારે જ મહેરબાન થઈ રહી છે. ભાજપ હવે RSS સાથે સંબંધ મજબૂત કરવા માંગે છે. આની પાછળ તેનો કોઈ મોટો દાવ હોઈ શકે છે. રાધાકૃષ્ણન 15 વર્ષની ઉંમરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા છે. તેમના દ્વારા તેમની આ યોજના સફળ થઈ શકે છે.
ઓબીસી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ
તેઓ ઓબીસી સમુદાયના હોવાથી પણ ભાજપને લાભ થઈ શકે છે કેમકે તમિલનાડુના રાજકારણમાં જાતિનું મોટું મહત્વ છે. તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવાથી આ વર્ગના ઉમેદવારો ભાજપને વોટ આપી જીત અપાવી શકે છે. આ નીતિથી શહેરી, શિક્ષિત મધ્યમ વર્ગ સુધી પહોંચી શકાય છે.
દક્ષિણ ભારતમાં પકડ મજબૂત બનાવવાની તૈયારી
ભાજપ પોતાની યોજનાઓથી દક્ષિણ ભારતમાં પાયો જમાવવા માંગે છે. તે માટે તેમને અનુભવી ઉમેદવારને પસંદ કર્યા છે.રાધાકૃષ્ણન બે વાર લોકસભા સાંસદ રહી ચૂક્યા છે અને હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. રાજકારણ સાથે તેઓ પહેલેથી જ જોડાયેલા છે. તેમની નિંમણુક પાછળ મુખ્ય કારણ ત્યાંના મતદારોને પોતાની તરફ ખેંચવાનું જ છે.
આ પણ વાંચો
UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર
Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ