
Nikki Murder Case: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં દહેજ માટે પત્ની નિક્કીને સળગાવી દેનાર પતિ વિપિન ભાટીનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. એન્કાઉન્ટરમાં આરોપી વિપિનને પગમાં ગોળી વાગી છે. એવું કહેવાય છે કે તે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો પણ વિપિન અટક્યો નહીં. ત્યારબાદ પોલીસે ગોળી ચલાવી જે વિપિનના પગમાં વાગી. હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
ग्रेटर नोएडा – निक्की की हत्या का आरोपी पति पुलिस मुठभेड़ में घायल,
21 अगस्त को घर में जलाकर हुई थी निक्की की हत्या,
निक्की की बहन ने बनाया था घटना का वीडियो,
आरोपी को मेडिकल के लिए ले जाया जा रहा था सिरसा चौक के पास आरोपी ने भागने की कोशिश की,
भागने के दौरान आरोपी के पैर में… pic.twitter.com/4KGVOdvGMf— UP POLICE NEWS (@UPPOLICE_NEWS5) August 24, 2025
પોલીસે જણાવ્યું કે રવિવારે બપોરે પોલીસ ટીમ આરોપીને રસાયણ ભરેલી બોટલ જ્યાંથી તેણે ખરીદી હતી, ત્યાંથી મેળવવા માટે લઈ જઈ રહી હતી. ત્યારે વિપિને પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી લીધી અને ભાગવા લાગ્યો. ત્યારબાદ પોલીસે ગોળી ચલાવી અને ગોળી તેના પગમાં વાગી ગઈ.
એન્કાઉન્ટર પછી નિક્કીના પિતાએ કહ્યું કે પોલીસે યોગ્ય કામ કર્યું, ગુનેગાર હંમેશા ભાગવાનો પ્રયાસ કરે છે. વિપિન પણ ગુનેગાર છે. અમે પોલીસને વિનંતી કરીએ છીએ કે અન્ય લોકોને પણ પકડે અને તેમની સામે કડક કાર્યવાહી કરે.
મને કોઈ અફસોસ નથી, મેં તેને મારી નથી: વિપિન
#WATCH | Greater Noida: Accused of murdering his wife Nikki over dowry demands, Vipin Bhati says, “… I have no remorse. I haven’t killed her. She died on her own. Husband and wife often have fights, it is very common…” pic.twitter.com/YrPFaYARuY
— ANI (@ANI) August 24, 2025
દહેજની માંગણીને લઈને પત્ની નિક્કીની હત્યા કરવાનો આરોપ ધરાવતા વિપિન તરફથી પણ એક નિવેદન આવ્યું છે. વિપિન કહે છે કે મને કોઈ અફસોસ નથી. મેં તેને મારી નથી. તે જાતે જ મરી ગઈ. પતિ-પત્નીમાં ઘણીવાર ઝઘડા થતા રહે છે, આ ખૂબ જ સામાન્ય વાત છે.
વિપિન પર આરોપ છે કે તેણે પહેલા નિક્કીને વાળ પકડીને ખેંચી અને પછી તેની બહેન અને પુત્રની સામે તેને આગ લગાવી દીધી. પીડિતાના છ વર્ષના પુત્રએ ગુરુવારે રાત્રે બનેલી ઘટનાનો સાક્ષી બન્યો. પુત્રએ કહ્યું, “પિતાએ મારી માતા પર કંઈક રેડ્યું, પછી તેને થપ્પડ મારી અને લાઇટરથી આગ લગાવી દીધી.”
दहेज की भेट चढ़ी एक और बेटी, पैसों के लिए जिंदा जलाया. ये कैसे समाज में जी रहे हैं हम? जहां इंसान की जान से ज्यादा पैसों का महत्व हैं #GreaterNoida #NikkiMurder #NikkiMurderCase #GreaterNoidaDowryCase #DowryCase pic.twitter.com/gheoKvTJZ9
— Sanjana Chaudhary (@SanjanaCha93665) August 24, 2025
આ ભયાનક ઘટનાના બે વીડિયો પણ ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા. એક વીડિયોમાં પીડિતાને માર મારવામાં આવી રહી છે અને તેના વાળ પકડીને ઘરની બહાર ખેંચી લેવામાં આવી રહી છે. જ્યારે બીજા વીડિયોમાં આગ લાગ્યા પછી નિક્કી સીડી પરથી નીચે લંગડાતી જોવા મળી રહી છે.
બંને બહેનોના લગ્ન એક જ ઘરમાં થયા હતા
આ ઘટના 21 ઓગસ્ટના રોજ ગ્રેટર નોઈડાના સિરસા ગામમાં બની હતી. તેનો વીડિયો શનિવારે સામે આવ્યો હતો. નોઈડાના રૂપબાસ ગામના રહેવાસી રાજ સિંહે ડિસેમ્બર 2016માં પોતાની ભત્રીજી કંચન અને નિક્કીના લગ્ન સિરસા ગામના રહેવાસી રોહિત અને વિપિન સાથે કરાવ્યા હતા. રાજ સિંહે કહ્યું કે તેણે દહેજમાં પોતાના પૈસા કરતાં વધુ આપ્યું હતું, જેમાં સ્કોર્પિયો કારનો પણ સમાવેશ થાય છે.
રાજ સિંહના જણાવ્યા મુજબ, આ પછી સાસરિયાઓએ 35 લાખ રૂપિયાની માંગણી શરૂ કરી. સાસરિયાઓ બંને ભત્રીજીઓને માર મારતા હતા. ઘણી વખત પંચાયત થઈ, પરંતુ આરોપી દહેજની માંગ પર અડગ રહ્યો. હવે ભત્રીજી નિક્કીની હત્યા કરવામાં આવી છે.
જ્યારે હું તેને બચાવવા ગઈ ત્યારે મને પણ માર મારવામાં આવ્યો: મોટી બહેન
નિક્કીની મોટી બહેન કંચને કહ્યું- 21 ઓગસ્ટે નિક્કીના પતિ વિપિને તેને માર માર્યો. જ્યારે હું તેને બચાવવા ગઈ ત્યારે મને પણ માર મારવામાં આવ્યો. વિપિને મારા ગળા પર ત્રણ-ચાર વાર મુક્કા માર્યા. આ પછી, જ્યારે હું બેહોશ થઈ ગઈ, ત્યારે મારી બહેન પર પેટ્રોલ છાંટીને તેને આગ લગાવી દેવામાં આવી.
બહેનની ચીસો સાંભળીને પડોશીઓ ત્યાં પહોંચ્યા. તેમણે ધાબળા ફેંકીને આગ બુઝાવી અને તેને ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ, ડોક્ટરોએ તેને દિલ્હી હોસ્પિટલમાં રિફર કરી. જ્યાં સારવાર દરમિયાન નિક્કીનું મોત નીપજ્યું.
આ પણ વાંચો:
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!
MP: પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીની ટિકિટ લેવાનું ભૂલ ગઈ, દંડ ભર્યો, પણ TCએ આ શું કર્યું?
Business War: દેશમાં બે ધનકુબેરો વચ્ચે ‘વેપારયુધ્ધ’, ભારત સાથે મોટી રમત!, જુઓ કેવી રીતે?
Jamnagar: અંબાણીના ગઢ જામનગરમાં અદાણી ગ્રૂપનો પગપેસારો, લીધી જમીન, શું થશે અસર!
પૂર્વ યુએસ સુરક્ષા સલાહકારના ઘરે FBI ના દરોડા, ભારત પર લાદેલા ટેરિફ મુદ્દે ટ્રમ્પની ટીકા કરી હતી
UP: હોટલમાંથી 12થી વધુ યુવક-યુવતીઓ વાંધાજનક સ્થિતિમાં ઝડપાયા, હોટલ સીલ, જુઓ પછી શું થયું?
UP: નરાધમોએ વિકલાંગ યુવતીને પણ ના છોડી, ગેંગરેપ કરી ભાગી ગયા, પછી યુવતીએ ભર્યું એવું પગલું કે પરિવાર