
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક જ ફોન રેલવે અધિકારી બોલ્યાઃ આપ બસ આદેશ કરે મૂઝે કરના ક્યા હૈ?. અને રેલવે સ્ટેશન નાળાની આડાશો હટાવાઈ લેવાઈ છે.
મહેસાણાના કડીમાં રેલવેના નાળામાં ટુ વ્હીલર માટે આડશો મૂકી રસ્તો બંધ કરાયો હતો. જેની જાણ 1 હજારથી વધુ સ્થાનિક વેપારીઓ અને યુવાનોએ નીતિન પટેલને કરી હતી. જેના પગલે નીતિન પટેલે રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર અશોકકુમાર સિંઘ સાથે સીધી ફોન પર વાત કરી હતી અને આડશો દૂર કરવા જણાવ્યું હતુ. જેથી રેલવે વિભાગે તાત્કાલિક આડોશી દૂર કરી હતી.
વાહનચાલકો અને વિદ્યાર્થીઓને પડતી હતી મુશ્કેલી
કડીમાં બનેલા નવા રેલવે સ્ટેશનના નાળામાં આડાશો મૂકી દેતાં ટુ વ્હિલર વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. આ નાળામાંથી શાળામાં વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે. જેથી આ સમસ્યાની જાણ લોકોએ નીતિન પટેલને કરી હતી. ત્યાર બાદ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરાયું છે.
આ પણ વાંચોઃ હોસ્પિટલમાં દુષ્કર્મઃ નર્સને ઉંચકીને ત્રીજા માળે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો