
મહેસાણાના કડી તાલુકાના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે(Nitin Patel) વિરોધીઓને આડે હાથ લીધા હતા. અહીં તેમણે હાઈસ્કૂલના નવા મકાનનું લોકાર્પણ કર્યું હતુ. શાળાના 80 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં નીતિન પટેલે ભાષણ આપ્યું હતુ. રાજકારણમાં પણ દલાલો છે કહેતાં ખળભળાટ મચી ગયો છે.
જમીન દલાલોની જેમ રાજકરણમાં પણ દલાલો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરોધીઓ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે જમીન દલાલોની જેમ રાજકરણમાં પણ દલાલો થઈ ગયા છે. ભાજપના હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું, એમ કહી અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે. દલાલો ભાજપના નામ ઉપર અધિકારીઓ પાસે ફટાફટ કામ કરાવી લે છે.
વધુમાં કહ્યું હતુ કે લોકોનો પ્રેમ મળે એ જ સાચો નેતા કહેવાય , હોદ્દો મળે તે નેતા ના કહેવાય, હોદ્દો તો અનામત ના કારણે કે બીજા ત્રીજા કારણે પણ મળે છે. જો કે ભાજપના જ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીના આ નિવેદનોથી હાલ સમગ્ર પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચોઃ ઈસરોનું ‘NavIC મિશન’ નિષ્ફળ! 100માં રોકેટ મિશનને મોટો ઝાટકો
જુઓ વિડિયોઃ