Pahalgam Attack: સુરત બેંકમાં જોબ કરતી દિકરીએ પિતા ગુમાવ્યા, શબને વળગી પત્નીનું આક્રંદ, સુશીલના ઇન્દોરમાં અંતિમસંસ્કાર

  • India
  • April 24, 2025
  • 1 Comments

Pahalgam Attack: 22 એપ્રિલે પહેલગામ થયેલા આતંકવાદી હુમલામાં 30 લોકોના મોત થઈ ગયા છે. જેમાં મધ્ય પ્રદેશના ઈન્દોર જીલ્લાના 58 વર્ષિય સુશીલભાઈએ જીવ ગુમાવ્યો છે. જીવ ગુમાવનાર સુશીલ નથાનીયલના આજે ગુરુવારે ઇન્દોરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમની અંતિમ યાત્રા વીણા નગર સ્થિત તેમના ઘરથી શરૂ થઈ હતી. તેમના પાર્થિવ શરીરને એક ખાસ વાહનમાં નંદા નગર ચર્ચ લઈ જવાયો હતો. જ્યાં પ્રાર્થના કર્યા બાદ જુની ઇન્દોર કબ્રસ્તાનમાં ખ્રિસ્તી રીતરિવાજ દફનવીધી કરવામાં આવી હતી. સુશીલની અંતિમ યાત્રા માટે મોટી ભીડ એકઠી થઈ હતી, સેંકડો લોકો તેમને વિદાય આપવા પહોંચ્યા હતા. તેની પત્ની જેનિફર શબપેટીને વળગી ધ્રુસકે ધ્રુસકે રહી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર બધાની આંખો ભીની થઈ ગઈ.

ઉલ્લેખનીય છે કે સુશીલ નથાનીયલનો મૃતદેહ બુધવારે(22 અપ્રિલ) રાત્રે લગભગ 9 વાગ્યે ઇન્દોર એરપોર્ટ પહોંચ્યો હતો, જ્યાંથી તેને તેમના નિવાસસ્થાન વીણા નગર લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સુશીલ નથાનીયલનું મોત થયું છે. તે અલીરાજપુર સ્થિત LIC ની સેટેલાઇટ શાખામાં કામ કરતો હતો. હુમલો થયો ત્યારે તે પોતાના પરિવાર સાથે કાશ્મીરના પ્રવાસે હતો. તે 18 એપ્રિલે તેની પત્ની જેનિફર, 21 વર્ષના પુત્ર ઓસ્ટિન ગોલ્ડી અને 30 વર્ષની પુત્રી આકાંક્ષા સાથે રજામાં ફરવા ગયા હતા. 22 એપ્રિલના રોજ બપોરે 2:45 વાગ્યે, આતંકવાદીઓએ બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 30 લોકો માર્યા ગયા. તેમાં સુશીલ નથાનીયલનો પણ સમાવેશ થયા છે.

પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો

આ હુમલામાં સુશીલની પુત્રી આકાંક્ષા, જે સુરતમાં બેંક ઓફ બરોડામાં ફર્સ્ટ ક્લાસ ઓફિસર તરીકે કામ કરે છે, તેને પણ ગોળી વાગી હતી. સુશીલની પત્ની જેનિફર ખાટીપુરાની એક સરકારી શાળામાં શિક્ષિકા છે, જ્યારે પુત્ર ઓસ્ટિન એક ઉભરતો બેડમિન્ટન ખેલાડી છે. આ દુ:ખદ ઘટનાથી પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે. આ દુર્ઘટના શોકગ્રસ્ત પરિવાર માટે અસહ્ય છે.

મૂળ જોબતના હતા, અંતિમ વિદાય ઇન્દોરમાં થઈ રહી છે

Indore News: Funeral Procession of Pahalgam Attack Victim Sushil Nathaniel Held in City

સુશીલ નથાનીયલ મૂળ મધ્યપ્રદેશના જોબટ વિસ્તારનો રહેવાસી હતા, પરંતુ લાંબા સમયથી ઇન્દોરમાં રહેતા હતા. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્થાનિક નાગરિકો, સંબંધીઓ, મિત્રો અને સાથીદારોએ તેમને અશ્રુભીની વિદાય આપી. સુશીલના અવસાનથી સમગ્ર શહેર શોકમાં ડૂબી ગયું છે, અને ફરી એકવાર આતંકવાદ સામે આક્રોશનું મોજું ફરી વળ્યું છે.

 

આ પણ વાંચોઃ

Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક

Phelagam Terrorist Attack: પહેલગામમાં હુમલામાં ભોગ બનેલા 3 ગુજરાતીઓને અંતિમ વિદાય, સરકાર સામે પત્નીના સવાલો!

Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?

મોદી સાહેબ જનતાને જવાબ ના આપી શક્યા, પણ સુરક્ષા બેઠક બાદ લેવાયાં પાકિસ્તાન સામે આકરાં 5 નિર્ણય

Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?

 

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ