
- ટ્રેન હાઇજેક બાદ બલુચિસ્તાનમાં બીજો મોટો હુમલો
- બલૂચ બળવાખોરોએ પાકિસ્તાની સેનાની બસ ઉડાવી
- BLAનો 90 પાકિસ્તાની સૈનિકોને માર્યાનો દાવો
PAKISTAN: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ફરી એકવાર પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો થયો છે. અહેવાલો અનુસાર બલુચિસ્તાનના નોશકી જિલ્લામાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે, અને ત્યારબાદ ભારે ગોળીબાર કરવામાં આવ્યો છે. બલુચિસ્તાનમાં ટ્રેનનું અપહરણ કરનાર અલગતાવાદી સશસ્ત્ર જૂથ, બલુચિસ્તાન લિબરેશન આર્મી(BLA)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ જૂથે 90 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો છે. જોકે મીડિયા આઉટલેટ ખોરાસન ડાયરીએ સ્વતંત્ર સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 7 લોકો માર્યા ગયા છે અને લગભગ 35 લોકો ઘાયલ થયા છે.
90 સૈનિકોને માર્યા ગયા હોવાનો દાવો
બલુચિસ્તાન લિબરેશન આર્મીના પ્રવક્તા જિયાન બલોચે જણાવ્યું હતું કે એક આત્મઘાતી હુમલાખોરે એક બસને નિશાન બનાવી હતી અને પછી બીજી બસ પર ગોળીબાર કર્યો હતો. કાફલામાં 8 બસો હતી, જેમાંથી એક આત્મઘાતી હુમલામાં સંપૂર્ણપણે નાશ પામી હતી. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે હુમલા પછી તરત જ BLA ની ટુકડીએ બસને સંપૂર્ણપણે ઘેરી લીધી હતી અને તેમાં હાજર તમામ સૈનિકોને મારી નાખ્યા હતા. BLA એ દાવો કર્યો હતો કે સમગ્ર કાર્યવાહીમાં કુલ 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા.
ખોરાસન ડાયરીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે પાકિસ્તાની લશ્કરી દળોના કાફલામાં 8 બસો અને બે કારનો સમાવેશ થતો હતો. તેમાં એક પોલીસ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે એક બસને IED દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. જ્યારે બીજી બસ ગ્રેનેડથી ભરેલા વાહન સાથે ટકરાઈ હતી. ઘાયલોને નોશકીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ટ્રેન હાઇજેક પછીનો બીજો બનાવ
એક અઠવાડિયામાં બલૂચ વિદ્રોહીઓ દ્વારા આ બીજો મોટો હુમલો છે. ગત મંગળવારે BLA એ ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનનું હાઇજેક કરી હતી. ટ્રેનમાં 450 થી વધુ મુસાફરો હતા. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો 33 BLAના આતંકીને ઠાર કર્યા છે. પરંતુ BLA જૂથે પાકિસ્તાની સૈન્યના દાવાઓને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે બંધકો હજુ પણ તેમની કસ્ટડીમાં છે.
બાદમાં આ જૂથે 214 બંધક પાકિસ્તાની સૈનિકોને મારી નાખવાનો દાવો કર્યો હતો. જે પાકિસ્તાની સૈન હતા. BLAના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ તેના સૈનિકોને મરવા માટે છોડી દીધા હતા. જૂથે કહ્યું કે પાકિસ્તાની સેનાએ BLAની કોઈ શરતો ન માનતા તમામને મારી નાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Vadodara: આ છે વડોદરા પોલીસ: દારુ પીધેલા 31 લોકો ઝડપાયા તો કડક કાર્યવાહીને બદલે શપથ લેડાવ્યા?
આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ
આ પણ વાંચોઃ ‘કાલસર્પ’ એક યોગ, દોષ નથી! ભ્રમ તોડવાની જરૂર! | KAAL SARP